વાળને સિલ્કીની સાથે શાઇની કરવા હોય તો અજમાવો આ ઘરેલું ઉપાયો, અઠવાડિયામાં મળી જશે મસ્ત રિઝલ્ટ

દરેક વ્યક્તિ કાળા, લાંબા અને જાડા વાળની ​​ઇચ્છા ધરાવે છે, પરંતુ બદલાતી જીવનશૈલી અને વધતા પ્રદૂષણને કારણે અકાળે સફેદ વાળ, વાળ ખરવા, વાળ નિર્જીવ થવા અથવા બે મોવાળા વાળની સમસ્યા આ દિવસોમાં સામાન્ય બની રહી છે. વાળની ​​સમસ્યાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે શરીરમાં પિત્તની ખામી, તબીબી સમસ્યાઓ (જેમ કે આલ્બિનિઝમ અને પાંડુરોગ), આનુવંશિક પરિબળો, રસાયણોનો ઉપયોગ (જેમ કે વાળમાં બ્લીચિંગ અથવા રંગનો વધુ પડતો ઉપયોગ) અને આંતરસ્ત્રાવીય સમસ્યાઓ (જેમ કે થાઇરોઇડ સમસ્યાઓ, ગર્ભાવસ્થા). આપણે આ સમસ્યાની સારવાર માટે ડોક્ટર પાસે જઇ શકીએ છીએ, પરંતુ જો તમે દવાઓની આડઅસરથી બચવા માંગો છો, તો પછી સવારે થોડી આદતો બદલીને તમે વાળની ​​ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ તમારા વાળને વધુ સ્વસ્થ, મજબૂત, લાંબા, જાડા અને કાળા બનાવવા માટેના ઘરેલુ ઉપાય વિશે.

1. આમળા સાથે વિટામિનની ઉણપ પૂર્ણ કરો

image source

આમળા કુદરતી રીતે સફેદ વાળની ​​સમસ્યા દૂર કરે છે. તે વિટામિન સી, ઝિંગ અને આયરનથી ભરપુર છે. ફાયટો ન્યુટ્રિનેટ, એન્ટાઓક્સિડેન્ટથી ભરપૂર આમળામાં ફ્રી રેડિકલ સામે લડવાની ક્ષમતા છે જે વાળની ​​સમસ્યાને દૂર કરે છે. તેમાં રહેલા વિટામિન અને ખનિજ ક્ષાર વાળને સ્વસ્થ બનાવે છે. આવી સ્થિતિમાં, જો તમે સવારે પાણીમાં બે ચમચી આમળાનો રસ મિક્સ કરીને પીશો તો થોડા દિવસોમાં તમારા વાળને ઘણા ફાયદા થશે, સાથે તમારા સફેદ વાળની સમસ્યા પણ દૂર થશે.

2. ટી ટ્રી ઓઇલ સાથે તમારા વાળને ડીટોક્સ કરો

image source

બે ચમચી ટી ટ્રી ઓઈલને ચાર ચમચી નવશેકા પાણી સાથે મિક્સ કરો અને વાળના મૂળમાં લગાવો. હવે 10 મિનિટ સુધી હળવા હાથે માથાની ચામડીની માલિશ કરો, ત્યારબાદ 20 મિનિટ પછી તમારા વાળ ધોઈ લો. જો તમે સવારે આ પ્રક્રિયા કરો છો, તો તે તમારા માથા પરની ચામડી ડિટોક્સ કરશે સાથે તમારા વાળ લાંબા, જાડા, મજબૂત અને કાળા બનાવવામાં મદદ કરશે.

3. તાણની અસરો ઘટાડવા માટે દરરોજ વર્કઆઉટ્સ કરો

image source

તણાવ આપણા શરીર, મન અને વાળ માટે ખૂબ જોખમી છે. આવી સ્થિતિમાં, તાણની અસરને ઘટાડવા માટે, તમારે તમારી સવારની દિનચર્યામાં યોગ, કસરતો અથવા જોગિંગનો સમાવેશ કરવો જોઈએ. તે તમારા શરીરની સાથે વાળના સ્વાસ્થ્યને પણ જાળવી રાખે છે.

4. તમારા વાળ ધોતા સમયે આ બાબતની કાળજી લો

image source

વાળમાં ક્યારેય બે વાર શેમ્પૂ ન લગાવો. ઘણા લોકોને લાગે છે કે એકવાર શેમ્પુ કરવાથી વાળની ગંદકી બહાર નથી આવતી તેથી તે બે વાર શેમ્પુથી વાળ ધોવે છે. પરંતુ આ બિલકુલ સાચું નથી. વાળ પર વધુ શેમ્પૂ લગાવવાથી વાળ સુકાઈ જાય છે. જો તમે તમારા વાળ પર તેલ લગાવીને શેમ્પુ કરો છો તો જ તમે બે વાર શેમ્પૂ કરી શકો છો. ક્યારેય ઠંડા પાણીથી વાળ ન ધોવા. સૌ પ્રથમ તમારા વાળને નવશેકા પાણીથી ભીના કરો. નવશેકું પાણી ઉમેરવાથી માથાના બધા છિદ્રો ખુલે છે અને વાળની બધી ગંદકી પણ દૂર થાય છે. તે પછી વાળ પર શેમ્પૂ લગાવો, ત્યારબાદ માથાને ઠંડા પાણીથી ધોઈ લો. ક્યારેય ખુબ ગરમ પાણીથી પણ વાળ ના ધોવા જોઈએ. આ કરવાથી વાળમાંથી કુદરતી તેલ નીકળી જાય છે. તેથી હંમેશા વાળને નવશેકા પાણીથી ધોવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત