માત્ર 2 દિવસમાં સ્કિનને ચમકાવવા ફોલો કરો આ ટિપ્સ, મળશે જોરદાર રિઝલ્ટ

દરેક મહિલા ઈચ્છે છે કે તે ખુબ સુંદર લાગે જેથી બધા લોકો તેને પસંદ કરે.અત્યારના સમયમાં લોકો સૌથી પેહલા ચેહરાની સુંદરતા પર ધ્યાન આપે છે,જે છોકરી સુંદર ન હોય તેમના લગ્નજીવનમાં પણ ઘણી મુશ્કેલી પડે છે.આવી સ્થિતિમાં જો તમારો ચહેરો ખૂબ જ કાળો હોય તો આ ટીપ્સને અનુસરો.માત્ર 2 દિવસની અંદર જ તમે અસર જોશો.તો ચાલો જાણીએ એ ટિપ્સ વિશે.

image source

ચેહરા પરની સુંદરતા વધારવા માટે તમારે દહીં,ચંદન અને હળદર પાવડરની જરૂર પડશે.તો ચાલો જાણીએ તેને કેવી રીતે તૈયાર કરવું.
સૌથી પેહલા એક બાઉલ અને ચમચી લો,પછી વાટકીની અંદર એક ચમચી દહીં નાખો.આ પછી તેમાં અડધી ચમચી ચંદન પાવડર અને અડધી ચમચી હળદર પાવડર નાખી આ બધી વસ્તુઓને એક સાથે મિક્સ કરો અને એક પેસ્ટ તૈયાર કરો.

image source

પેસ્ટને 10 મિનિટ માટે ફ્રીઝમાં રાખો જેથી તે પેસ્ટ સારી રીતે ઠંડી થાય,તમારે ઠંડી થયેલી પેસ્ટનો જ ઉપયોગ કરવો પડશે.10 મિનિટ પછી તમે ફ્રિજમાંથી પેસ્ટ કાઢો અને તેને તમારા ચહેરા પર લગાવો,ત્યારબાદ તેને લગભગ 15 મિનિટ સુધી તમારા ચહેરા પર રહેવા દો.15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.ફક્ત 2 થી 3 દિવસ સુધી આ ઉપાય કરવાથી તમે તમારી જાતે જ તફાવત અનુભવશો.

કેળાનું ફેસ-પેક

image source

વિટામિન એ,બી,ઇ અને પોટેશિયમથી ભરપૂર હોવાને કારણે કેળા તમારી ત્વચાને નરમ બનાવી શકે છે.કેળાના ફેસ-પેકનો ઉપયોગ કરવાથી તે ત્વચા પરની ફોલ્લી અને ડાઘ દૂર કરી તમારી ત્વચાને એકદમ સુંદર બનાવશે.

image source

કેળાનું ફેસ-પેક બનાવવા માટે સૌથી પેહલા 1 પાકેલા કેળા,1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ લો અને આ બધી ચીજોને એક સાથે મિક્સ કરો.ત્યારબાદ આ પેક તમારા સાફ ચહેરા પર લગાવો15 મિનિટ માટે આ પેક રહેવા દો.ત્યારબાદ હળવા પાણીથી તમારો ચેહરો ધોઈ લો.

બેકિંગ સોડા

image source

બેકિંગ સોડા તમારી ત્વચાના પીએચને તટસ્થ કરે છે અને તેને એક્સ્ફોલિએટ પણ કરે છે.તેમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ છે,જે ત્વચા પર ખીલની સમસ્યા દૂર કરે છે.બેકિંગ સોડા મૃત ત્વચાને ખોલે છે અને મૃત ત્વચાને સાફ કરે છે.બેકિંગ સોડાનો ઉપયોગ કરવા માટે તમારે દોઢ ચમચી પાણીમાં 1 મોટો ચમચો બેકિંગ સોડા મિક્સ કરો.ત્યારબાદ તેની સરળ પેસ્ટ બનાવો.હવે હળવા ક્લીન્સરનો ઉપયોગ કરીને તમારા ચહેરાને સાફ કરો.ત્યારબાદ તમારા ચહેરા પર પેસ્ટ લગાવો અને 5 મિનિટ સુધી આ પેસ્ટ રહેવા દો.5 મિનિટ પછી નવશેકા પાણીથી તમારો ચેહરો ધોઈ લો.

ચણાના લોટનું ફેસ-પેક

image source

ચહેરા પર ચણાનો લોટ લગાવવાથી તમારી ત્વચાનું તેલ ઉત્પાદન નિયંત્રિત થઈ શકે છે.આ ઉપરાંત તે તમારી ત્વચાના પીએચ સ્તરને પણ નિયંત્રિત કરી શકે છે.તે તમારી ત્વચામાંથી ગંદકી દૂર કરે છે અને તમારી ત્વચાને એક્ઝોલાઈઝ કરીને તમારી ત્વચા ચમકદાર બનાવે છે.ચમકદાર ત્વચા મેળવવા માટે તમારે 2 ચમચી ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરી એક સરળ મિશ્રણ તૈયાર કરો.હવે તમારા ચહેરાને સાફ કરો અને આ મિશ્રણને તમારા ચેહરાની દરેક જગ્યા પર લગાવો.20 મિનિટ સુધી આ ફેસ-પેક રહેવા દો અને ત્યારબાદ હળવા પાણીનો ઉપયોગ કરીને તમારો ચેહરો સાફ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત