જો તમે અપનાવશો આ ઘરેલુ ઉપાયો, તો ઉનાળામાં નહિ આવે આળસ

આ ઘરેલું ઉપાય આળસ અને સુસ્તીથી છુટકારો મેળવવામાં તમારી મદદ કરશે, આજે જ ટ્રાય કરો

 

આજ-કાલ કોરોનના સમયમાં લોકડાઉનના સમય પછી બધા લોકો પોતાના કામ તરફ વળી રહ્યા છે.આમાંના મોટા ભાગના લોકોને ઘર પરથી જ કામ કરવાનું હોય છે,તેથી તેમના કામ વચ્ચે વારંવાર સુસ્તી અને આળસ આવી જાય છે,જેથી તેઓ સમયસર પોતાનું કામ પૂરું કરી શકતા નથી.મોટે ભાગે,કોઈપણ સમયમાં અથવા કોઈપણ ઋતુમાં કામ કરતી વખતે આળસ આવે છે અથવા સુસ્તી આપણને કંઈપણ સમજવા દેતી નથી અને આપણું મન કામની જગ્યાએ નહીં,પરંતુ આદુ અવળું ભટક્યા કરે છે સુસ્તીના લીધે આપણને કઈ પણ કામ કરવાનું મન નથી થતું અને આખો દિવસ ઊંઘ જ આવ્યા કરે છે આળસ અને સુસ્તીને લીધે,જો તમને કામ કરવાનું મન ન થાય અને તમારાથી બધા કામ ખોટા થઈ જાય છે , તો આજે અમે તમને આળસ અને સુસ્તીને દૂર કરવાના ઘણા ઉપાય જણાવી રહ્યા છીએ.આ ઉપાય અપનાવાથી, તમારી આળસ અને સુસ્તી દૂર થઈ શકે છે.

 

આ વસ્તુઓનું સેવન કરો

 

વરિયાળીનો ઉપયોગ કરવાથી આળસ અને સુસ્તી દૂર થઈ શકે છે.વરિયાળીમાં કેલ્શિયમ,સોડિયમ,આયર્ન અને પોટેશિયમ હોય છે જે શરીરની સુસ્તી અને આળસને દૂર કરવામાં મદદગાર છે.

 

image source

દહીંમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે,જે શરીરને ઉર્જાવાન રાખવામાં મદદગાર છે. દહીંનો ઉપયોગ શરીરમાં ઉર્જાનો લાવવામાં મદદ કરે છે.

 

image source

શરીરમાં પાણીનો અભાવ હોય ત્યારે પણ સુસ્તી અને આળસ થાય છે.સુસ્તી અને આળસને દૂર કરવા માટે શરીરને પાણીની કમી ન થવા દો.સમય સમય પર પુષ્કળ પાણી પીવો.

 

image source

ચોકલેટનો ઉપયોગ આળસ અને સુસ્તીને દૂર કરવા માટે પણ થઈ શકે છે.ચોકલેટમાં કોકો જોવા મળે છે જે શરીરના સ્નાયુઓને આરામ આપે છે.સ્નાયુઓમાં રાહત મળવાથી શરીરને તાજગી મળે છે.

 

image source

દિવસની શરૂઆત વ્યાયામથી કરો,કારણ કે તે શરીર માટે તેમ જ મન માટે પણ ખૂબ ફાયદાકારક છે.આ આળસને દૂર કરે છે અને તમે આખો દિવસ ઉર્જાથી ભરપૂર અનુભવો છો.તેથી ફક્ત તમારા દૈનિક જીવનમાં 15 વ્યાયામ કરો.

 

image source

મોટાભાગના લોકો તેમના ખોરાકમાં ભારે ચીજોનો વપરાશ કરે છે.જેમાં ચરબી, ખાંડ અને કાર્બોહાઈડ્રેટ વધુ પ્રમાણમાં હોય છે.તે તમારા શરીરને ખૂબ સુસ્ત બનાવે છે.જેના કારણે તમે થાક અનુભવો છો.આવી સ્થિતિમાં તમારે હળવો ખોરાક ખાવો જોઈએ.આ કરવાથી તમે તમારા શરીરને ઉર્જાથી ભરપૂર અનુભવશો.

 

image source

લોકો ઘણીવાર કેટલાક કલાકો સુધી ટીવી જુએ છે.જેના કારણે તેઓ સુતા પણ નથી.આવી સ્થિતિમાં,તેમને તેમની ઊંઘમાં ખલેલ પોહ્ચે છે.જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ ભારે અસર પડી રહી છે.તેનાથી અનેક રોગો થવાનું જોખમ પણ વધે છે.અનિયમિત ઊંઘની ટેવ તેમના શરીરમાં આળસ વધારે છે.ઊંઘ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.એક દિવસ કામ કર્યા પછી શરીરને આરામ કરવો જરૂરી છે.તેથી તમારા શરીરને આળસથી બચાવવા માટે સમયસર સૂઈ જાઓ.

 

image source

લોકો આજના કામને આવતીકાલ માટે મૂકે છે.પરંતુ આ આદત ધીમે ધીમે એક વ્યસન બની જાય છે.આનું મોટું કારણ આળસ છે.જો તમારે તેનાથી બચવું છે,તો તમારું આજનું કામ આવતી કલ પર છોડવાનું ટાળો.જેથી તમારી આળસ પણ દૂર થશે અને તમે સ્વસ્થ રેહશો.

 

image source

ઘણા લોકો આળસના કારણે તેમના કાર્યને બોજ માને છે.આ કરીને તેમનું કાર્ય પૂર્ણ થંભી જાય છે.પરંતુ જો તમને લાગે કે તમારું કાર્ય મોટું છે,તો પછી તમારો ચહેરો તમારા કામથી ન ફેરવો,પણ તેને ઝડપથી અને સાચી રીતે કરવાનો પ્રયાસ કરો.આવી વિચારસરણીથી કામ કરવાથી તમે આળસથી ઘણી હદ સુધી છુટકારો મેળવી શકો છો.

 

image source

જ્યારે વધારે થાક અને સુસ્તી અનુભવો,ત્યારેગ્રીન ટી પીવાથી તમને ફાયદો થશે.તે તમારા શરીરને ઉર્જા આપે છે અને એકાગ્રતા વધારવામાં પણ મદદ કરે છે.

 

image source

દલિયામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે,જે તમારા શરીરમાં ગ્લાયકોજેનના રૂપમાં સંગ્રહિત થાય છે.આ ગ્લાયકોજેન તમને ધીમે ધીમે દિવસ દરમ્યાન ઉર્જા આપે છે.

 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત