સૂંઠ બનાવવાની પરફેક્ટ રીત સાથે જાણો સૂંઠના ચમત્કારિક ઉપાય જાણો કોણે આરોગવી જોઈએ…

મિત્રો, આદુ એ એક ખૂબ જ ફાયદાકારક આયુર્વેદિક ઔષધી છે. જેનો ઉપયોગ કરીને તમે ઘણા રોગોથી દૂર રહી શકો છો. તે ઘરમાં સરળતાથી મળી જાય છે. સૂંઠ અને આદુ બંને એક જ છે. આદુ સુકાઈ જાય એટલે તેને સૂંઠ કહે છે. તેમાં ઘણા પ્રકારના નામ છે. જો તમે અનેક પ્રકારના રોગોથી બચવા માંગો છો, તો તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે ચોક્કસ જાણો, તો જ તે અસરકારક બની શકે છે. તો ચાલો જાણીએ આદુના અગણિત ફાયદા શું છે?

image source

ફાયદા :

તે શરીરમા રહેલા કફને ઘટાડવાનુ કામ કરે છે. તે ખોરાક પચાવવાનુ પણ કામ કરે છે. તે પિત્તનો ઉપદ્રવ ઘટાડે છે. આ ઉપરાંત તે અન્ય અનેકવિધ સમસ્યાઓને દૂર કરવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. તે ભૂખ ના લાગવાની સમસ્યામા પણ ખુબ જ મદદ કરે છે. તે આપણી પાચનશક્તિને મજબૂત બનાવે છે અને પેટ સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓને પણ દૂર રાખે છે.

image source

જો તમને ભૂખ ના હોય તો તમારે સૂંઠ અને સેંઘા નમકનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી તમારી ભૂખ વધશે. જો તમે શરીરમા વાયુની સમસ્યાને કારણે કોઈ પીડા અનુભવો છો તો આ વસ્તુનુ સેવન તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થઇ શકે છે. જે વ્યક્તિને ઊલટી અને ઉબકા જેવી સમસ્યા થતી હોય છે , તે વ્યક્તિ માટે પણ સૂંઠનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image source

આ સિવાય જો તમને પેટમાં ખેંચાણ જેવી સમસ્યાઓ અનુભવાતી હોય તો તમે સૂંઠ પાવડર નવશેકા પાણી સાથે લઇ શકો છો, આ સમસ્યા તુરંત દૂર થશે. આ સિવાય લોકો ઘણીવાર ઊલટીની સમસ્યાથી પીડાતા હોય છે તેમણે પણ સૂંઠ પાવડર સાથે ગરમ પાણીનુ સેવન કરવુ, જેથી આ સમસ્યામાંથી તમને મુક્તિ મળે.

image source

આ સિવાય જે લોકો સાંધાના દુ:ખાવાની સમસ્યાથી પીડાતા હોય તેમના માટે પણ સૂંઠ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો સ્ત્રીઓ ગર્ભાવસ્થા પછી સૂંઠનુ સેવન કરે તો તે કોઈપણ ચેપના જોખમ સામે રક્ષણ મેળવી શકે છે. આ ઉપરાંત જે લોકોના શરીરમાં વધુ પડતુ રક્ત પરિભ્રમણ થતુ હોય, પેશાબમાં અથવા શરીર પર બળતરા થતી હોય તો તેમણે સૂંઠના ઉપયોગથી હમેંશા અંતર બનાવીને રાખવુ.

સૂંઠ પાવડર ઘરે બનાવવા માટેની સરળ રીત:

આ ઉપરાંત ગરમીની ઋતુમા આદુનુ સેવન શક્ય તેટલુ ઓછુ કરો. આ ઉપરાંત જે વ્યક્તિને શરીરમા પિતનુ પ્રમાણ વધી જતા તાવ આવી જતો હોય તો તેમણે સૂંઠનુ સેવન કરતા સમયે થોડી સાવચેતી વર્તવી જોઈએ. જો તમે આ અમુક બાબતો અંગે વિશેષ કાળજી લો તો તમારુ સ્વાસ્થ્ય હમેંશા નીરોગી અને તંદુરસ્ત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત