આ જ્યૂસ પીવે પછી જ નીતા અંબાણીની પડે છે સવાર, પાતળી કમર અને સિંગલ બોડીના નીતા અંબાણીનો આ છે ડાયટ પ્લાન, ફોલો કરો તમે પણ

મિત્રો, નીતા અંબાણી એ રિલાયન્સ કંપનીના ચેરપર્સન મુકેશ અંબાણીના પત્ની છે. આપણે સૌ જાણીએ છીએ કે, લગભગ ૩૫ વર્ષ પહેલા બંનેના વિવાહ થયા હતા. છેલ્લા અમુક વર્ષોથી નીતાએ પોતાની એક વિશેષ ઓળખ બનાવી લીધી છે.

image source

હાલ, તે ફક્ત મુકેશ અંબાણીના પત્ની તરીકે ઓળખાય છે પરંતુ, તે પોતે પણ એક સફળ ઉદ્યમી બની ચૂકી છે. તો ચાલો જાણીએ કે કેવુ રહે છે નીતા અંબાણીનુ ડેઇલી રુટિન.

image source

નીતા પોતાના દિવસની શરૂઆત વર્કઆઉટથી કરે છે. તે વહેલી સવારે ઉઠ્યા પછી ૪૦ મિનિટ સુધી સ્વિમિંગ કે પછી ભરતનાટ્યમ પણ કરે છે. આ ઉપરાંત વર્કઆઉટ પછી તેને ડ્રાઈફ્રૂટ્સ ખાવાનુ પણ પસંદ છે.

image source

આ ઉપરાંત તે નાસ્તામા આમલેટ ખાવાનુ પણ પસંદ કરે છે. આ સિવાય લંચમાં તેણી લીલી શાકભાજી અને સૂપનુ સેવન કરે છે તો ડિનરમા તે વધુ શાકભાજી અને ફણગાવેલા ચણાનુ પણ સેવન કરે છે.

image source

આ સિવાય નીતા અંબાણી એ સ્ટ્રીક્ટ ડાઈટ પ્લાનને પણ અનુસરે છે. આ ડાયટ પ્લાનની સહાયતાથી તેણે ત્રણ બાળકોને જન્મ આપ્યા પછી પણ પોતાનુ વજન ઘટાડી લીધુ હતુ. તેમણે ફક્ત પોતાનુ વજન જ ના ઘટાડ્યુ પરંતુ, તેમણે પોતાની સુંદરતા પણ જાળવી રાખી છે.

image source

આ સિવાય પોતાની જાતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે તે અનેકવિધ પ્રકારના નિયમો પણ અનુસરે છે. તેમા પણ ખાસ કરીને ડાઈટ અને વ્યાયામ સામેલ છે. અમુક વર્ષ પહેલા એક ઇન્ટરવ્યૂમા તેમણે જણાવ્યુ હતુ કે, જ્યારે તેમના વિવાહ થયા હતા ત્યારે તેમનુ વજન ૪૭ કિલોગ્રામ જેટલુ હતુ પરંતુ, જ્યારે તેમણે ત્રણ બાળકોને જન્મ આપ્યો ત્યારે તેમનુ વજન વધીને ૯૦ કિલોગ્રામ જેટલુ થઈ ચુક્યુ હતુ.

image source

નીતા અંબાણીને પૂછવામા આવ્યુ કે, તમારુ વજન ઘટાડવા પાછળ કોણ-કોણ વ્યક્તિ જવાબદાર છે? ત્યારે તેના જવાબમા નીતા અંબાણીએ સ્પષ્ટ કહ્યુ કે, તે કોઈ બીજુ નથી પરંતુ, મારો નાનો પુત્ર અનંત છે. તે મારા માટે પ્રેરણારૂપ સાબિત થયો છે. અનંતે મને મારુ વજન ઘટાડવામા અને તંદુરસ્ત રહેવામા ખુબ જ સહાયતા કરી છે.

image source

તેણી જણાવે છે કે, તેણે રનિંગ અને ડાઈટ પર વિશેષ ધ્યાન આપીને પોતાની જાતને ફિટ અને તંદુરસ્ત બનાવી હતી. તે જણાવે છે કે, તે નિયમિત પાંચ પ્રકારના પોષ્ટિક જ્યૂસ પીવે છે. જેમા બિટનુ જ્યૂસ મુખ્ય છે.

image source

એવુ કહેવામા આવે છે કે, કઈપણ થઈ જાય, નીતા બિટનુ જ્યૂસ પીવાનુ ક્યારેક પણ ભૂલતા નથી. નીતા અંબાણીનો હમેંશા એવો પ્રયાસ રહે છે કે, સામાન્ય દિવસોમા તે રાતે નવ વાગ્યા પહેલા ઘરે પહોંચી જાય અને ત્યારબાદ તે પોતાનો બધો જ સમય પરિવાર સાથે વિતાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત