ભૂલ્યા વગર રાત્રે રૂમમાં સળગાવી લો માત્ર એક જ તમાલપત્ર, થશે એટલા ફાયદાઓ કે ના પૂછો વાત અને સાથે આ બીમારીઓ પણ થશે દૂર

રાતના સમયે સુવા જતા પહેલા આપે ઘરમાં એક તમાલપત્ર સળગાવી દેવું જોઈએ, જેના ફાયદા આપને ૫ મીનીટમાં જ જોવા મળી શકે છે.

તમાલપત્ર એક એવો મસાલો છે જે બધા જ ભારતીય પરિવારોના ઘરમાં સરળતાથી મળી આવતો મસાલો છે અને તેનો ઉપયોગ પણ ભોજન બનાવવામાં કરવામાં આવે છે.

image soucre

તમાલપત્રમાં ઔષધીય ગુણો આવેલા હોય છે એટલા માટે તમાલપત્રનો ઉપયોગ આયુર્વેદમાં એક ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. જયારે સુકાઈ ગયેલા તમાલપત્રનો ઉપયોગ ભોજનની સુગંધ વધારવા માટે થાય છે. આપે ઘણીવાર જોયું હશે કે, જે ભોજન બનાવવામાં વધારે સમય લાગે છે તેવી વાનગીઓમાં તમાલપત્રનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આપે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, વાનગી તૈયાર થઈ જાય ત્યાર બાદ જયારે ભોજન કરવા બેસો છો ત્યારે તમાલપત્રને વાનગી માંથી કાઢી લેવું. તમાલપત્રની સુગંધ જ આપની બનાવેલ વાનગીના સ્વાદની તુલનાએ વધુ મહત્વપૂર્ણ હોય છે.

image source

તમાલપત્રનો ઉપયોગ કરવાથી આપને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ થાય છે. પ્રાચીન સમયથી તમાલપત્રનો ઉપયોગ લિવર, આંતરડા અને કીડનીને સંબંધિત રોગોની સારવાર કરવા માટે થાય છે. કેટલીક વાર જો કોઈને મધમાખી ડંખ મારે છે તો તેના ડંખ પર તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક વ્યક્તિઓ તમાલપત્રનો ઉપયોગ સામાન્ય નાના- મોટા દર્દ અને રોગોથી છુટકારો મેળવવા માટે કરતા હોય છે.

image source

રશિયા દેશમાં હાલમાં જ કરવામાં આવેલ એક સર્વેમાં જણાવ્યા મુજબ જાણકારી મળી છે કે, તમાલપત્રનો ઉપયોગ કરવાથી આપને અન્ય ફાયદાઓ પણ થઈ શકે છે. તમાલપત્રનો ઉપયોગ કરીને તણાવગ્રસ્ત વ્યક્તિનો તણાવ દુર કરવામાં મદદ કરી શકે છે.

તમાલપત્ર સુંગધિત પદાર્થ છે. જેવી રીતે હાલમાં સ્પા અને સલુનમાં રીલેક્સ કરવા માટે અરોમા થેરપીનો ઉપયોગ કરવામાં આવે છે તેવી રીતે આપ તમાલપત્રની મદદથી અરોમા થેરપીની મજા ઘરે રહીને જ માણી શકો છો.

image source

આપે ઘરે રહીને તમાલપત્રની મદદથી અરોમા થેરપી કરવા માટે આપે એક વાસણમાં એક તમાલપત્ર લેવું. ત્યાર બાદ આપે આ તમાલપત્રને વાસણમાં જ રાખીને સળગાવી દો. ત્યાર બાદ આપે જે રૂમમાં તમાલપત્ર સળગાવ્યું હોય તે રૂમને ૧૫ મિનીટ માટે બંધ કરી દેવો. આપ જયારે ૧૫ મિનીટ પછી જયારે રૂમ ખોલશો તો આપને આખા રૂમમાં એક આરામદાયક અને તાજગીથી ભરપુર સુગંધ પ્રસરેલી હોવાનો અનુભવ કરી શકશો. આમ કરવાથી આપને માનસિક રીતે ઘણી તાજગીનો અનુભવ થશે.

image source

ભારતીય આયુર્વેદમાં જણાવ્યા મુજબ તમાલપત્રનો ઉપયોગ કેટલીક વિશેષ દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. તમાલપત્ર ગરમ મસાલાનો એક મહત્વનો મસાલો છે.

તમાલપત્રનો પ્રયોગ ભારતીય આયુર્વેદમાં ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. તમાલપત્રનું સેવન કેટલાક પ્રકારની બીમારીઓમાં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો આપ રોજ તમાલપત્રના પાવડરવાળા પાણીનું સેવન કરો છો તો આપનાથી ડાયાબીટીસ જેવો રાજરોગ પણ દુર ભાગશે. આપે તેનું સેવન દિવસ દરમિયાન ત્રણવાર કરવું જોઈએ.

તમાલપત્રનું સેવન કરવાથી આપનું દિમાગ તેજ થાય છે. આપને જણાવીએ કે, તમાલપત્રના સેવનથી યાદશક્તિમાં વધારો થાય છે અને કોઇપણ વસ્તુ યાદ રાખવામાં સરળતા રહે છે.

image soucre

તમાલપત્રના નિયમિત સેવન કરવાથી વ્યક્તિને અલ્ઝાઇમર જેવી માનસિક બીમારી થવાની સંભાવના ખુબ જ ઘટી જાય છે એટલું જ નહી વૃદ્ધાવસ્થા દરમિયાન પણ વ્યક્તિની યાદશક્તિ તેજ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત