આ 4 ચીજોની મદદથી નજીવા ખર્ચે તમારા તહેરાને ઘરે જ ચમકાવી લો, નહીં રહે ડાઘ ધબ્બાના નિશાન

જો તમે પણ એ લોકોમાંથી છો જે ચહેરા પરના દાગ ધબ્બાને કારણે મનમાં ચિંતા રહે છે અને સાથે અનેક દવાઓ કરવા છતાં પણ તમને રાહત મળતી નથી તો આ ન્યૂઝ તમારા કામના છે. અનેક વાર ચહેરા પર એવા ડાઘ અને ધબ્બા મંડાઈ જાય છે કે જેને અનેક ક્રીમ અને ફેસવોશ કે ફેસપેક પણ દૂર કરી શકતા નથી, અનેક ગણા રૂપિયા પણ તમે તેના માટે બર્બાદ કરી લો છો. આજે અમે આપને માટે કેટલાક ખાસ ઘરેલૂ ઉપાય લાવ્યા છીએ જેને તમે નજીવા ખર્ચે ઘરે જ ટ્રાય કરી શકો છો.

image source

આ ઉપાયોથી ચહેરાના તમામ દાગ ધબ્બા મટશે સાથે તમારો ચહેરો પણ સાફ થઇ જશે. જેથી તમે પણ ખૂબસુરત અને સુંદર દેખાવવા લાગશો. આ ઉપાયનો લાભ મહિલા અને પૂરુષ બન્ને લઇ શકે છે. આ માટે તમારે કોઈ ખાસ ખર્ચ પણ કરવાનો નથી. રસોઈની 4 ચીજોની મદદ લેવાની રહે છે. આ માટે તમારે 10 રૂપિયાથી પણ ઓછો ખર્ચ કરવાનો રહે છે. હા, રસોઈમાં રહેલી છાશ, લીંબુ, બટાકા અને ટામેટા તમારી મદદ કરશે. જાણો કઈ રીતે તમે આ ચીજોથી ઘરે બેઠા નિખાર મેળવી શકો છો. સૌથી ખાસ વાત તો એ છે કે આ સિમ્પલ ઘરેલૂ ચીજોની ઉપયોગથી કરાતા હોવાના કારણે તેની કોઈ સાઈડ ઈફેક્ટનો ડર પણ રહેતો નથી. તો તમે પણ તેને ફટાફટ ટ્રાય કરી લો.

આ ઘરેલૂ ઉપાયોથી મટાવો તમારા ચહેરાના તમામ દાગ ધબ્બા .ચહેરો બનશે સુંદર અને ખૂબસુરત

ટામેટાના ઉપયોગ

image source

વિટામીન સી અને એન્ટી ઓક્સીડન્ટ ગુણોથી ભરપૂર ટામેટા તમારી સ્કીનનો ખાસ ખ્યાલ રાખે છે. ડાઘ અને ધબ્બાને હટાવવા માટે તમે ટામેટાની પ્યુરી બનાવી લો. પછી તેને તમારી સ્કીન પર 15 મિનિટ સુધી ઘસો. હવે તેને ઠંડા પાણીથી વોશ કરી લો. મહિનામાં 2 વાર આ ઉપાય કરવાથી સ્કીન ડાઘ રહિત બનશે અને સ્કીન પર કમાલનો ગ્લો પણ જોવા મળે છે.

બટાકાના ઉપયોગ

image source

કાળા ધબ્બાને રોકવા માટે તમે બટાકાનો રસ પણ યૂઝ કરી શકો છો. આ સિવાય આખું બટાકું પણ તમારી મદદ કરી શકે છે. તમે બટાકાને વચ્ચેથી કાપો અને ડાઘ ધબ્બા પર લગાવીને રાખો. પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. મધની સાથે બટાકાને મિક્સ કરી લેવાથી પણ કમાલનો ફાયદો મળી શકે છે. આ સિવાય તમે બટાકાના રસને કોટન બોલની મદદથી ડાર્ક સર્કલ્સ પર લગાવીને સૂકાવવા દો. થોડા સમય બાદ તેને ધોઈ લો. થોડા સમય સુધી રોજ આ પ્રયોગ કરવાથી પણ ડાર્ક સર્કલ્સથી રાહત મળે છે.

લીંબૂના ઉપયોગ કરશે કમાલ

image source

વિટામીન સીથી ભરપૂર લીંબુ સ્કીન પર કાળા ડાઘ ધબ્બાને હટાવવામાં મદદ કરી શકે છે. આ માટે તમે જે તે જગ્યાએ થોડી સેકંડ માટે લીંબુનો રસ ઘસો. એક વાર સૂકાયા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. ડાઘ ધબ્બાને હટાવવા માટે તમે તેને અઠવાડિયામાં 3-4 વાર યૂઝ કરી શકો છો. થોડા અઠવાડિયામાં તમને તેની અસર દેખાશે.

છાશનો આવી રીતે કરો ઉપયોગ

image source

છાશ પણ તમારા ચહેરાના કાળા ધબ્બા હટાવવામાં મદદ કરી શકે છે. તે માટે તમારે 4 ચમચી છાશ અને 2 ચમચી ટામેટાનો રસ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી પડશે . તેને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને પછી સાદા પાણીથી ફેસને ધોઇ લો. એવું અઠવાડિયામાં 3 -4 વાર કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત