શું તમને પણ ખાલી પેટે ચા પીવાની આદત છે? તો જાણી લો પહેલા આ નુકસાન વિશે

સવારે ચા પીવાનું કોને નથી ગમતું.આજ-કાલ બધાના ઘરમાં બેડ ટી પીવાની ટેવ તો જોતા જ હસો.માત્ર શહેરના લોકો જ નહીં,પરંતુ ગામડાના લોકો પણ હવે બેડ ટી સાથે પોતાના દિવસની શરૂઆત કરવાનું પસંદ કરે છે.પરંતુ તમે શું વિચારો છો,તે એક સારી અને સ્વસ્થ ટેવ છે ? જી નહીં ચામાં ઘણા પ્રકારના એસિડ હોય છે.જે આપણા શરીરમાં ઘણા નુકસાન કરે છે.ખાલી પેટ પર ચા પીવાથી તમે તમારા પેટને સીધા જ નુકસાન પહોંચાડો છો.તેનાથી અલ્સર અથવા ગેસ જેવી સમસ્યાઓની સંભાવના વધી જાય છે.તો ચાલો આપણે ખાલી પેટ પર ચા પીવાથી થતી આડઅસર વિશે જાણીએ.

દૂધની ચાના ગેરફાયદા

image sourcee

ખાલી પેટ પર દૂધની ચા પીવાથી આખો દિવસ તમારા શરીરમાં થાક લાગ્યા કરે છે,સાથે સાથે ચામાં દૂધ ઉમેરીને એન્ટીઓકિસડન્ટોની અસર દૂર થાય છે.ખાલી પેટ પર ચા પીવાથી તમને ગેસ થઈ શકે છે અને એસિડિટી પણ થઈ શકે છે.

સ્ટ્રોંગ ચા

image source

ઘણા લોકો સ્ટ્રોંગ ચા પીવાનું પસંદ કરે છે,પરંતુ શું તમને ખબર છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થાય છે,હકીકતમાં,ચામાં ટેનીન હોય છે જે આહારમાં રહેલા આયર્ન સાથે પ્રતિક્રિયા આપી શકે છે.તેથી,જમ્યા પછી ચા પીવાથી તમારા ખોરાકમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ શકે છે.

બને તેટલી ઓછી ચા પીવો

image source

જો તમે દિવસમાં 2 કરતા વધારે વખત ચા લો છો,તો પછી તમારી ટેવમાં સુધારો કરો,કારણ કે ચા પીવાથી તમારું શરીર અંદરથી ખાલી થઈ જાય છે.વળી,ચા ગળાના કેન્સરનું પણ કારણ બની શકે છે,તેથી ચાનું ઓછામાં ઓછું સેવન કરો જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે.

વધુ ચા પીવાથી થતા ગેરફાયદા

જો તમે વધુ ચા પીતા હોવ તો ચા તમારી પાચક શક્તિને નબળી બનાવી શકે છે,સાથે જ વધારે ચા પીવાથી તમારી ભૂખ પણ ઓછી થાય છે.

બ્લડ-પ્રેશર વધે છે

ચામાં કેફીન હોય છે,જે તમારું બ્લડ પ્રેશર વધારી શકે છે.તેથી બની શકે તેટલી ઓછી ચા પીવાનો પ્રયાસ કરો.અમે જાણીએ છીએ કે તમે એક સાથે ચા બંધ નહિ કરી શકો,તેથી ધીરે-ધીરે કરીને તમારી ચાનું વ્યસન સૌ બન્ધ કરી દો.

હૃદય રોગ

image source

વધુ ચા પીવાથી હૃદયરોગ થઈ શકે છે અને ચામાં રહેલી ખાંડ તમારું વજન પણ વધારી શકે છે અને જાડાપણાના કારણે તમારું શરીર ચરબીથી ઘેરાય જાય છે.

વારંવાર ગરમ કરેલી ચાનું સેવન બંધ કરો.

image source

આપણે સામાન્ય રીતે ઘણા ઘરોમાં જોયું હશે અથવા તો આપણા ઘરમાં પણ આ થતું હશે,કે લોકો એક જ વાર બનાવેલી ચા વારંવાર ગરમ કરીને પીધા કરે છે,જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે.તેથી આ હકીકત પર વિશેષ ધ્યાન આપો કે જરૂરિયાત મુજબ ચા બનાવો.વધુ ચા બનાવો અને તાજી ચા બનાવો અને તે જ પીવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત