આ ચા પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ થાય છે જોરદાર સ્ટ્રોંગ, અને નથી થતી કોરોનાની અસર પણ

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી એ કોરોના વાયરસ રોગચાળાઓમાં સૌથી મહત્વપૂર્ણ વાત છે.આવી સ્થિતિમાં તમારે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે કોઈ વિશેષ પ્રયત્નો કરવાની જરૂર નથી,તમારે ફક્ત આહારમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ વધારવું પડશે.ઉદાહરણ તરીકે ચાનો ઉપયોગ સામાન્ય રીતે થાકને દૂર કરવા અથવા ઊંઘ દૂર કરવા માટે થાય છે,પરંતુ શું તમે જાણો છો કે ચા તમારી પ્રતિરક્ષાને પણ વધારે છે.ચા સિવાય પણ એવા ઘણા ખાદ્યપદાર્થો છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે.તો ચાલો જાણીએ એ વિશે.

વિટામિન સીથી ભરપૂર ફળ

image source

શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે એન્ટીઓક્સિડેન્ટ્સવાળા ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ.આ માટે તમારે તમારા આહારમાં નારંગી,કીવી,ચેરી,જામફળ,લીચી,લીંબુ જેવા વિટામિન સીથી ભરપૂર ફળોનો સમાવેશ કરવો જોઈએ.વિટામિન સી શરીરમાં શ્વેત રક્તકણો વધારવામાં મદદ કરે છે.

હળદર

image source

હળદર એક મસાલો છે જેનો ઉપયોગ ભારતીય દરેક ઘરોમાં થાય છે.આવી સ્થિતિમાં હળદરના ફાયદાઓ વધારવા માટે તમારે હળદરની ચા પીવાનું પણ શરૂ કરવું જોઈએ.ઉપરાંત રાત્રે સૂતી વખતે હળદરનું દૂધ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પર સકારાત્મક અસર પડે છે.

દહીં

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દહીં પણ ખૂબ અસરકારક છે.દરરોજ દહીંનો ઉપયોગ તમને સ્વસ્થ તો રાખે જ છે સાથે તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.જો તમે દહીંને વધુ સ્વસ્થ અને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો તો તમે દહીં સાથે ફળો મિક્સ કરી શકો છો.

ચા

image source

શિયાળામાં ચા પીવું એ ખૂબ ફાયદાકારક છે.ચા તમારો થાક તો ઉતારે જ છે સાથે ગાળામાં થતો દુખાવો,કામ સમયમાં આવતી ઊંઘ અને શરદી જેવી ઘણી નાની બીમારીઓ દૂર કરવામાં મદદ કરશે.

તજ

તજ ફક્ત એક મસાલા જ નહીં,પણ અનેક રોગો દૂર કરનાર ઔષધિ છે.તમારા ખોરાકમાં તજનો ઉપયોગ તમારા શરીરના રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

આદુ

image source

આદુમાં ઘણા પ્રકારના એન્ટિ-વાયરલ તત્વો જોવા મળે છે.તેથી ચોક્કસપણે તમારા ખાણી-પીણીમાં આદુનો સમાવેશ કરો.આદુનું સેવન વરિયાળી અથવા મધ સાથે કરવાથી તમને સારા પરિણામ મળશે.દિવસમાં 3-4 વખત આદુનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે.

લસણ

લસણમાં ઘણા પ્રકારના એન્ટી વાયરલ તત્વો જોવા મળે છે.તમે લસણનું સૂપ અથવા લસણનું કચુંબર સિવાય તમે લસણને કાચું પણ ખાઈ શકો છો.એક ચમચી મધ સાથે લસણનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

તુલસી

image source

દરેકના આંગળામાં તુલસીનો છોડ હોય જ છે.તુલસીને માતાનું સ્થાન આપવામાં આવે છે.પણ શું તમે જાણો છો કે તત્વોથી ભરપૂર તુલસી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવા માટે અત્યંત અસરકારક છે.દરરોજ સવારે એક ચમચી તુલસીના પાવડરનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.3-4 કાળા મરી અને એક ચમચી મધ સાથે તુલસીના પાવડરનું સેવન કરવાથી તમારા શરીરને રોગો સામે લડવાની શક્તિ મળે છે.

પાલક

પાલકમાં માત્ર વિટામિન સી જ નહીં પરંતુ ઘણા એન્ટીઓકિસડન્ટો અને બીટા કેરોટિન પણ હોય છે જે આપણા શરીરમાં ચેપ સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે.પાલક બ્રોકોલી જેટલું જ હેલ્ધી હોય છે.પાલકના પોષક તત્વોને જાળવી રાખવા માટે પાલકને વધુ પકવવી નહીં.થોડી કાચી રાખીને ખાવી જરૂરી છે.

બદામ

image source

શરદીથી બચવા માટે શરીરમાં વિટામિન ઇ ખૂબ મહત્વનું છે.વિટામિન ઇ રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખે છે.બદામમાં વિટામિન ઇની સાથે આરોગ્યપ્રદ ચરબી પણ જોવા મળે છે.દરરોજ અડધા કપ બદામનું સેવન કરવાથી તમારા શરીરમાં વિટામિન ઈની જરૂર પુરી થશે.

પપૈયા

પપૈયા વિટામિન સી નો સારો સ્રોત માનવામાં આવે છે.પપૈયામાં પપૈન જોવા મળે છે જે પાચક એન્ઝાઇમ છે. પપૈયામાં પોટેશિયમ,વિટામિન બી અને ફોલેટની માત્રા સારી હોય છે,જે તમારા આખા શરીર માટે ફાયદાકારક છે.

વરિયાળી

image source

વરિયાળી ખાદ્ય ચીજોનો સ્વાદ તો વધારે જ છે સાથે તેને એન્ટીવાયરલ દવા તરીકે પણ વાપરી શકાય છે.તેમાં શિકિમિક એસિડ જોવા મળે છે,જે ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી પીડાતા દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત