અજય દેવગન સાથે કામ કરી ચૂકેલી સાઉથની હિરોઈન માતા બની, પુત્રને આપ્યો જન્મ

અજય દેવગન સાથે ફિલ્મ ‘સિંઘમ’માં કામ કરનાર અભિનેત્રી કાજલ અગ્રવાલ માતા બની ગઈ છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. કાજલ અગ્રવાલના આ સારા સમાચાર સાંભળીને તેના ચાહકો ખૂબ જ ખુશ છે. જો કે, કાજલ અને તેના પતિ ગૌતમ કિચલેએ તેમના માતા-પિતા બનવા વિશે સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ ચાહકોએ અત્યારથી જ કપલને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે.