ગુજરાતમાં સોનુ ખરીદવા વાળાનો આનંદો, આટલું સસ્તું થઇ ગયું સોનુ; ફટાફટ ચેક કરી લો

ગુજરાતમાં સોના-ચાંદીનો વેપાર દરરોજ થાય છે. રાજ્યમાં આનાથી લોકોને રોજગારી મળે છે અને ચાંદીની પણ એટલી જ માંગ છે. આ સાથે રાજ્યમાં સોના-ચાંદીના ભાવમાં અવારનવાર વધઘટ જોવા મળી રહી છે. ચાલો તમને જણાવીએ કે આજે ગુજરાતમાં સોના અને ચાંદીના ભાવ શું છે-

ગુજરાતમાં આજે સોનું સસ્તું થયું

22 કેરેટ સોનાના એક ગ્રામની કિંમત 4,800 રૂપિયા છે, તો ગઈકાલે 27 માર્ચે 22 કેરેટ સોનાના એક ગ્રામની કિંમત 4,828 રૂપિયા હતી. મતલબ કે ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આજે રૂ. 5,235 છે, જે ગઇકાલે રૂ. 5,267 હતો. તેમજ આજે એક ગ્રામ ચાંદીની કિંમત 68.4 રૂપિયા છે. તે જ સમયે, 1 કિલો ચાંદીની કિંમત 68,400 રૂપિયા છે.

image source

ગુજરાતમાં આજે સોનાનો ભાવ

1 ગ્રામ સોનાની કિંમત – 4 હજાર 800 રૂપિયા
8 ગ્રામ સોનું – 38 હજાર 400 રૂપિયા
10 ગ્રામ સોનું – 48 હજાર રૂપિયા
100 ગ્રામ સોનું – 4 લાખ 80 હજાર રૂપિયા

image source

ગુજરાતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ

1 ગ્રામ સોનાની કિંમત – 5 હજાર 235 રૂપિયા
8 ગ્રામ સોનું – 41 હજાર 880 રૂપિયા
10 ગ્રામ સોનું – 52 હજાર 350 રૂપિયા
100 ગ્રામ સોનું – 5 લાખ 23 હજાર 500 રૂપિયા

અમદાવાદ અને અન્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ શું છે?

આજે અમદાવાદમાં એક ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 4,800 છે, તેવી જ રીતે સુરતમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 52,350 છે. તેમજ મહેસાણા અને વડોદરામાં 24 કેરેટ સોનાના 8 ગ્રામની કિંમત 41 હજાર 880 અને 100 ગ્રામ સોનાની કિંમત 5,23,500 રૂપિયા છે.