અન્ડરઆર્મ્સની કાળાશને દૂર કરવા માટે રસોઈઘરની આ વસ્તુઓ છે બેસ્ટ, એકવાર અજમાવો અને નજરે જુઓ પરિણામ…

મોટાભાગની સ્ત્રીઓ અન્ડરઆર્મ્સ ના કાળાપણું છુપાવવા માટે સ્લીવલેસ કપડાં પહેરવાનું ટાળે છે. અન્ડરઆર્મ્સ ને સ્વચ્છ રાખવા માટે, ઘણા લોકો બજારમાંથી મોંઘા બ્યુટી પ્રોડક્ટ ખરીદે છે. આ પછી પણ તેમને પરિણામ મળતું નથી. આ સમાચારમાં, અમે તમારા માટે કેટલાક ઘરેલૂ ઉપચાર લાવ્યા છીએ, જેની મદદથી તમે થોડા દિવસોમાં અન્ડરઆર્મ્સ ની કાળાશને દૂર કરી શકો છો.

બટાકા :

image soucre

સ્વાસ્થ્ય ની સાથે સાથે બટાકા ત્વચા માટે પણ ફાયદાકારક છે. બટાકામાં એસિડિક હોય છે. તેમાં કુદરતી વિરંજન એજન્ટો હોય છે. તમે તમારી કાળી ત્વચા ને હળવા કરવા માટે બટાકા નો પણ ઉપયોગ કરી શકો છો. બટાકા નો ઉપયોગ અન્ડરઆર્મ્સ ના કાળાપણું દૂર કરવા માટે પણ થઈ શકે છે.

તમારા અન્ડરઆર્મ્સ પર બટાકાની પાતળી સ્લાઈસ ઘસો. આ સિવાય તમે બટાકાના રસ ને ગાળી લો. ત્યારબાદ એક કોટન બોલ લો અને તેને રસમાં ડુબાડીને અન્ડરઆર્મ્સ પર લગાવો. તેને સુકાવા દો અને પછી ગરમ પાણી થી ધોઈ લો.

કાકડી :

image soucre

કાકડી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક છે. અંડરઆર્મ્સ ની કાળાશ દૂર કરવા માટે તમે કાકડી નો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં કુદરતી બ્લીચિંગ એજન્ટો પણ છે જે કાળી ત્વચાને સાફ કરે છે. કાકડી ને છીણી લો અથવા તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો.

ત્યારબાદ આ બટાકા ના રસને સારી રીતે ગાળી લો. હવે એક કોટન બોલ લો અને તેને જ્યુસમાં ડૂબાડો. તેને દરરોજ તમારા ઘેરા અંડરઆર્મ્સ પર લગાવો. રોજ આમ કરવા થી કાળાશ દૂર થશે એટલું જ નહીં. તેનાથી દુર્ગંધ ની સમસ્યા પણ હલ થશે.

લીંબુ :

image soucre

લીંબુમાં કુદરતી બ્લીચિંગ એજન્ટો હોય છે. તે અંડરઆર્મ્સ ની કાળાશને દૂર કરવામાં મદદ કરે છે. તમે લીંબુ કાપી ને થોડી મિનિટો માટે અંડરઆર્મ્સ પર મસાજ કરો છો. તમે અઠવાડિયામાં બે વાર આ કરી શકો છો. લીંબુ ના રસમાં તમે થોડી હળદર નો પાવડર પણ ઉમેરી શકો છો. આ અંડરઆર્મ્સ પરનું કાળાપણું કુદરતી રીતે દૂર કરવામાં મદદ કરશે.

બેકિંગ સોડા :

image soucre

અંડરઆર્મ્સ ની કાળાશ દૂર કરવા માટે આ સૌથી રામબાણ ઇલાજ એટલે કે બેકિંગ સોડા. ડેડ અને ડેમેજ સેલ્સ ને દૂર કરીને પોર્સ ખોલે છે, અને પરસેવાથી થતી દૂર્ગંધને દૂર કરે છે. બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરી ને તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ અંડરઆર્મ્સ પર બરાબર લગાવી દો. સૂકાઇ જાય પછી તેણે પાણીથી ધોઇ લો. ન્હાતા પહેલા પાણી અને બેકિંગ સોડા ને મિક્સ કરી અંડરઆર્મ્સમાં લગાવો.

ઓઇલ :

image soucre

શરીર પર તેલ લગાવવુ ઓછા લોકો પસંદ કરે છે. પરંતુ આ ઉપાય કારગત છે. અંડરઆર્મ્સ ની ડાર્કનેસ ની સમસ્યા દૂર કરે છે. ઓલિવ ઓઈલ કે નારિયેળમાં તેલમાં બ્રાઉન શુગર મિક્સ કરો. અંડરઆર્મ્સ ને થોડા ભીના કરી આ મિક્ચર ને સ્ક્રબની જેમ લગાવી લો અને પાંચ મિનિટ પછી ઠંડા પાણીમાં ધોઇ લો.