વડોદરા સોખડા સ્વામીનારાયણ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીનો ગાદી કબજે નવો પ્લાન જાણીને ભક્તોમાં હાહાકાર

વડોદરામાં સોખડા સ્વામીનારાયણ મંદિરમાં પ્રેમસ્વરૂમસ્વામીને ગાદી પર બેસાડવા ત્યાગ વલ્લભ સ્વામી ગેમસેટ કરી રહયાં છે. હવે ત્રણ પ્રાદેશિક સમિતિની પુનઃ રચનાને બહાને પ્રબોધસ્વામી જુથના સમર્થકોની બાદબાકી કરાતા ચર્ચાનો વિષય બન્યો છે.

image source

સોખડા સ્વામીનારાયણ મંદિરમાં પ્રેમસ્વરૂપસ્વામી અને પ્રબોધસ્વામી જુથવચ્ચે ગાદીનો વિવાદ ટૉક ઓફ ધી ટાઉન છે. પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદી પર બેસાડવા માટે ત્યાગવલ્લભ સ્વામી પડદા પાછળ મહેનત કરે છે, જ્યારે નિર્મળસ્વામી સંમેલનોમાં સરેઆમ પ્રેમસ્વામીની તરફેણમાં પ્રચારકરી રહયાં છે. બીજી તરફ, પ્રેમસ્વરૂપસ્વામી જુથ દ્વારા ત્રણ પ્રાદેશિક સમિતિની પુનઃ રચના કરવામાં આવી હતી.

પુરુષોત્તમ પ્રદેશ, ભગત પ્રદેશ અને જુનાગઢ આત્મીય સંસ્કારધામના નિર્માણ, દેખભાળ, જાળવણી, સંચાલન અને વહીવટી કાર્યક્રમના આયોજન અંગેની કામગીરી માટેપ્રમુખ, ઉપ પ્રમુખ અને ટ્રેઝરર સહિત સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. પ્રેમસ્વરૂપસ્વામી જુથ દ્વારા ત્રણેય પ્રાદેશિક સમિતિની પુનઃરચનાને બહાને પ્રબોધસ્વામી જુથના સમર્થકોની બાદબાકી કરવામાં આવી હતી. હવે પ્રેમસ્વરૂપસ્વામી જુથની હરિધામ બાદ પૂ.હરિપ્રસાદ સ્વામીના આસોજના સ્મૃતિ મંદિર પર પણ કબજો કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

image source

રામનવમીએ આસોજમાં પ્રેમસ્વરૂમસ્વામી જુથના કેટલાંક ટેકેદારો દ્વારા પ્રેમસ્વામીની મૂર્તિ સ્મૃતિ મંદિરમાં મુકવાનો પ્લાન હોવાનું ચર્ચાઇ રહયું છે. જોકે, મુંબઇ અને વિદેશના કેટલાંક દેશોમાં પ્રબોધસ્વામી જુથનો દબદબો છે. ગુજરાતમાં કબજો જમાવતા પ્રેમસ્વરૂપસ્વામી જુથને કાંટે કી ટક્કર આપવા માટે પ્રબોધસ્વામી જુથ દ્વારા વિદેશોમાં પ્રબોધસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે.