વડોદરાના પૂર્વ શિક્ષિકા UKમાં મેયર બન્યા, આખા ભારતમાંથી આવું પહેલીવાર બન્યું, વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગ્યો

વડોદરાના પૂર્વ શિક્ષિકા યુકેના એક રોયસ્ટોન શહેરના મેયર બની ગયા છે. મેરી એન્ટોની વડોદરાની રોઝરી સ્કૂલમા ૧૯૯૫ થી ૨૦૦૭ સુધી શિક્ષિકા તરીકે ફરજ પર હતા. ૨૫ હજારની વસ્તી ધરાવતા રોયસ્ટોન ટાઉનમા તેઓ અત્યારે મેયર તરીકે ચૂંટાય ગયા છે. તમને જણાવી દઇએ કે, રોયસ્ટોન ટાઉનમા ૪૪ જેટલા ભારતીય કુટુંબો અહીં રહે છે. મેરી એન્ટોની સામુદાયિક સેવાના લીધે લોકોમા ખૂબ જ લોકપ્રિય છે. રોયસ્ટોનના મેયર બનનાર મેરી એન્ટોની પહેલી ભારતીય અને એશિયન મેયર છે.

મેરી એન્ટોની રોયસ્ટોન ટાઉન પાર્ટી સાથે જોડાઇને રહેછે. તે પાર્ટીએ પહેલીવાર ચૂંટણી લડ્યા હતા. મેરી એન્ટોની ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા રહે છે અને વડીલો અને બીમારોની સેવા તે અહીં કરે છે. તેમના પતિ ડો. રોબિન પણ IPCL સાથે જોડાયેલા હતા. તેમને રિયા અને રિવ નામના બે સંતાનો પણ છે.

શહેરનાં પૂર્વ શિક્ષિકા મેરી એન્ટોની પહેલીવાર ચૂંટણી લડ્યાં અને ટાઉનનાં મેયર બન્યાં, આ સિદ્ધિ મેળવનારા પ્રથમ ભારતીય અને એશિયન | Former Vadodara ...
image sours

ડો. રોબિન સાથે લગ્ન કર્યા પછી તે અહીં સ્થાયી થઇ ગયા હતા :

વડોદરાના સંસ્મરણ વાગોળતા તેઓ કહે છે કે, ‘વડોદરામા ગરબાનું સંગીત મને ખૂબ પસંદ હોવાથી હું તેને જોવા માટે જતી હતી. વડોદરાના ડો. રોબિન સાથે લગ્ન કર્યા પછી અહીં જ અમે સ્થાયી થઇ ગયા હતા. આ શહેર ખૂબ જ હરિયાળુ અને લીલોતરી છે અને વેપારનુ પણ કેન્દ્ર હોવાથી આસપાસના બીજા ઘણા ગામોના લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે. અહીં લંડનથી ૫૦ કિમીના અંતરે આવેલું છે.’