શરીરમાં જ્યારે લાગે પાણીની ઉણપ, તો તરત જ કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઇ જશે આ સમસ્યા

ઉનાળાની ઋતુમાં તમારે ખાવા પીવાની કાળજી લેવી પડશે, કારણ કે જો તમે ઉનાળામાં યોગ્ય આહાર લેશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ ઋતુ દરમિયાન, શરીરમાં પાણીની તંગી રહે છે, જે નિર્જલીકરણનું (ડીહાઈડ્રેશન) જોખમ બનાવે છે. આ સ્થિતિમાં, દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવો. આ સિવાય ફળો અને કાચી શાકભાજીનું સેવન કરવું જોઈએ જેથી શરીરમાં પાણીનો અભાવ ન રહે. આવી જ કેટલીક શાકભાજી વિશે જાણો જે ઉનાળાની ઋતુમાં ખાવા જ જોઈએ.

IMAGE SOURCE

ઉનાળામાં દૂધીનો રસ પીવાથી કે શાકભાજી ખાવાથી ઘણો ફાયદો થાય છે. દૂધીમાં ખાવામાં સોડિયમ ઘણો હોય છે જે પેટની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આ ગેસ, અપચો અને એસીડીટી જેવી ઘણી સમસ્યાઓ દૂર કરે છે.

IMAGE SOURCE

પાલકમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન્સ અને ખનિજો હોય છે જે શરીરમાં પાણીની કમી પુરી કરે છે. ઉનાળામાં પાલક ખાવાનું શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

કાકડીમાં 95 ટકા પાણી હોય છે, તેથી ઉનાળામાં કાકડી ખાવાનું ખૂબ ફાયદાકારક છે. આ સિવાય કાકડીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબર મળી આવે છે, જે શરીરનું તાપમાન બરાબર રાખે છે અને બ્લડ પ્રેશરને સંતુલિત પણ રાખે છે.

IMAGE SOURCE

લીલા વટાણાની શાકભાજી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં ઓમેગા -3 અને ફાઈબર ભરપૂર હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે અને તેની સાથે સંકળાયેલી બધી સમસ્યાઓ દૂર કરે છે.

ટુરિયા કચુંબર તરીકે ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. તે ફક્ત ઉનાળામાં જોવા મળે છે. તેના ઉપયોગથી લોહી સાફ થાય છે અને બ્લડ સુગરને પણ નિયંત્રિત કરે છે. આ સિવાય તે પેટના કીડાઓને મારવામાં પણ મદદગાર છે.

દરેક સીઝનમાં કોળુ મળશે. કોળામાં પોટેશિયમ અને ફાઈબર હોય છે જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં કોળા ખાવાથી બ્લડ પ્રેશરમાં મદદ મળે છે.

IMAGE SOURCE

કેપ્સિકમ લાલ, લીલો અને પીળો જેવા ઘણા રંગોમાં જોવા મળે છે. કેપ્સિકમમાં વિટામિન એ, સી અને બી કેરોટિન હોય છે જે શરીરના કોલેસ્ટરોલને વધતા અટકાવે છે. તેના ઉપયોગથી હાર્ટ એટેક, મોતિયો અને દમ જેવા અનેક રોગોથી રાહત મળે છે.

સૂર્યના તાપથી તમારી ત્વચા સુકી અને ખડબચડી થઇ શકે છે. આંબળા શરીરને તાજુંમાજુ રાખે છે અને સુરજની કિરણોથી ત્વચા ઉપર થતી ઉંમરની અસરને ઓછી કરે છે. સાથે જ તે જીમ માટે પણ ઘણી શકતી આપે છે. તે તમારા હ્રદય અને વાળ માટે સારા છે. તમે તેમે પાવડર, ફળ, જ્યુસ તમામ પ્રકારે સેવન કરી શકો છો.

IMAGE SOURCE

ખાતા સમયે સલાડ તરીકે ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું સેવન ગરમીમાં વિશેષ રીતે લાભદાયક માનવામાં આવે છે. ડુંગળીના નિયમિત સેવનથી લુ નથી લગતી. સાથે જ ગરમી સાથે જોડાયેલી ઘણી બીમારીઓ પણ દુર રહે છે. સેન્ડવિચ હોય, સલાડ કે પછી ચાટ. ડુંગળી બધા સ્વાદને બમણો કરી દે છે.

ગરમીમાં ગુલકંદ ખાવાથી શરીરને ઠંડક મળે છે. તે શરીરને ડીહાઈડ્રેશનથી બચાવે છે અને ત્વચાને તાજીમાજી રાખે છે. તે પેટને પણ ઠંડક પહોચાડે છે. ગુલકંદમાં વિટામીન સી, ઈ અને બી સારા પ્રમાણમાં મળી આવે છે. તેમાં એન્ટીઓક્સીડેંટસનું વધુ પ્રમાણ હોય છે, જે શરીરની પ્રતિરોધી ક્ષમતા વધારે છે અને થાક દુર કરે છે. ભોજન પછી ગુલકંદ ખાવાથી માઉથ ફ્રેશનરનું કામ કરવા સાથે પાચન સંબંધી સમસ્યાઓ પણ દુર કરે છે.

IMAGE SOURCE

તેને શેકેલા ચણા, જઉ અને ઘઉં વાટીને બનાવવામાં આવે છે. સત્તુ પેટની ગરમીને શાંત કરે છે. ઘણા લોકો તેમાં સાકર ભેળવીને તો ઘણા લોકો મીઠું અને મસાલા ભેળવીને ખાય છે. તે ગરમીની ઋતુમાં ઘણું ફાયદાકારક હોય છે. ગરમીમાં તરસ છીપાવવા માટે કોલ્ડ ડ્રીંકનો ઉપયોગ આરોગ્ય માટે નુકશાનકારક હોય છે, એટલું જ નહિ ચણાના સત્તુનું સરબત લાભદાયક હોય છે.

IMAGE SOURCE

પશ્ચિમી દેશોમાં મૂળાને પાચનની સમસ્યાના સમાધાન માટે એક મુખ્ય ઔષધી તરીકે સેવન કરવામાં આવે છે. સાથે જ મૂળા શરીરના તાપમાનને પણ ઓછું કરે છે.

ફુદીનાના પાંદડામાં કુલીંગ તત્વ હોય છે. તે પાણીમાં ભેળવીને તેનું સેવન કરો અને એનો લાભ મેળવો.

IMAGE SOURCE

સંતરા ખાટુ ફળ હોય છે, અને એમાં પોટેશિયમ પુષ્કળ હોય છે, જે ગરમીમાં ઉપયોગી છે. પરસેવો વધુ નીકળવા ઉપર પોટેશિયમ નીકળી જાય છે, જેથી માંસપેશીઓમાં એઠન થઇ શકે છે. સંતરા તેની પૂર્તતા કરે છે અને માંસપેશીઓને એઠનથી બચાવે છે. સંતરામાં ૮૦% પાણી હોય છે, એટલા માટે ગરમીમાં સંતરાની કળીઓનું સેવન તમારા શરીરને ભેજ પૂરો પાડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,