અપનાવો આ ઘરેલુ ઉપાયો, અને પેટમાં પડતા કૃમિને કરી દો નાશ

વર્તમાન સમયમાં લોકો તેમના આહાર વિશે ખૂબ બેદરકાર હોય છે, જેના કારણે તેમને પેટ સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યા પેટની ચૂક છે. સામાન્ય રીતે લોકોને તેના વિશે શરૂઆતમાં ખબર હોતી નથી પરંતુ તે તમારા માટે ઘણી મુશ્કેલીનું કારણ બની શકે છે.

IMAGE SOURCE

આ કારણોસર, વ્યક્તિને પેટમાં અસહ્ય પીડા, શરીરનો પીળો અથવા કાળો રંગ, સોજો, તાવ, ચક્કર અને હોઠને સફેદ કરવા જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. જો તમે પણ વારંવાર પેટના કીડાની સમસ્યાથી પરેશાન છો, તો પછી તમે આ રીતે પેટના કીડાઓને સરળતાથી દૂર કરી શકો છો-

સૌ પ્રથમ પુદીનાના પાંદડા દબાવીને સાફ કરો.

IMAGE SOURCE

આ પછી 1/2 ચમચી લીંબુનો રસ અને 5 કાળા મરી એક સાથે પીસી લો. હવે તમે સ્વાદ પ્રમાણે હળવુ મીઠું અને ખાંડ મિક્સ કરો. દરરોજ સવાર-સાંજ 5-6 દિવસ સુધી તેમાંથી 1 ચમચી ખાઓ. તેના નિયમિત સેવનથી પેટના કૃમિની સમસ્યા દૂર થાય છે.

આ ઉપરાંત બીજા ઉપાયો નીચે મુજબ પણ છે.

IMAGE SOURCE

પેટના કૃમિના કોઈપણ પ્રકારનો સર્વોત્તમ ઘરગથ્થું ઉપચાર છે પપૈયા બીજ અને અજમો. પપૈયાના બીજને સારી રીતે સૂકવી લેવા. ચાર થી પાંચ પપૈયાના બીજ અને એટલો જ અજમો ભેગા વાટી નાખીને સવારે ઊકાળીને ઠંડા કરેલા પાણી સાથે લેવા. રાત્રે પણ આ પ્રમાણે બીજી માત્રા લેવી. ૧૦ થી ૧૫ દિવસ આ પ્રયોગ કરવાથી પેટના કૃમિઓનો નાશ થાય છે અને પેટ હલકુફૂલ બની પાચનતંત્રને એકદમ સુધારે છે.

IMAGE SOURCE

દાડમની સૂકી છાલનો ઉકાળો તલના તેલ સાથે થોડા દિવસ પીવાથી કૃમિઓના જાળા પડી જાય છે. થોડો ગોળ ખવરાવ્યા પછી, પારસીક અજવાયન ચૂર્ણને પાણીમાં નાખી પીવામાં આવે તો કૃમિઓનો નાશ થાય છે. વાવડીંગ સૂંઠ, મરી અને પીપરનું સમભાગે કરેલું ચૂર્ણ આપવાથી કૃમિઓનો નાશ થાય છે.

IMAGE SOURCE

ઈન્દ્રજવ, પિત્તપાપડો, કાંચકા, અજમો, વાવડીંગ, દાડમની છાલ. આ બધા ઔષધો સરખા વજને લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી અડધી ચમચીની માત્રામાં સવારે અને રાત્રે લેવાથી કૃમિઓનો નાશ થાય છે. આ ઉપરાંત કૃમિઘ્ન ચૂર્ણ, કૃમિકુઠાર રસ, વિડંગારિષ્ટ, ભલ્લાતકાદિ ચૂર્ણ વગેરે તૈયાર ઔષધો પણ વાપરવાથી કૃમિનો નાશ થાય છે, પરંતુ ઉપર્યુકત કૃમિનાશક ઔષધો વૈદ્યની દેખરેખ અને સલાહ પ્રમાણે જ લેવા. સ્વય ઉપયોગ કરવો નહીં.

IMAGE SOURCE

કૃમિના ઉપચાર વખતે આહાર દ્રવ્યોનું પણ વિશેષ મહત્ત્વ છે. આમેય આયુર્વેદિય ઉપચારમાં પથ્યાપથ્યનું અત્યાધિક મહત્ત્વ છે. કૃમિ રોગના પથ્ય આહાર દ્રવ્યોમાં જૂના ચોખા, મગ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, સાબુદાણા, કારેલા, પરવળ, કંકોડા, દૂધી, ગુવાર, રીંગણ, ભીંડો, તાજી મોળી છાશ, દહીં, દૂધ, જાંબુ, દાડમ, લીંબુ, ચીકુ, કેળા, પપૈયંુ, સફરજન, અનાનસ, કેરી વગેરે લઈ શકાય.

IMAGE SOURE

કૃમિના અપથ્ય આહાર દ્રવ્યોમાં મેંદાની અને ચણાની ચીજો, તેલની બનાવટો, માવાની ચીજો, ગોળની બનાવટો, અડદ, મઠ, પાંદડાવાળી ભાજીઓ, કંદમૂળ, કાકડી, કોળું, મધ, માંસ, મચ્છી તથા વિરુદ્ધ આહાર દ્વવ્યો, ખુલ્લા, વાસી અને ઠંડા આહાર દ્રવ્યોનો ઉપયોગ કરવો નહીં. ખુલ્લા પગે ચાલવું તથા હાથ ધોયા વગર કંઈ પણ ખાવું એ પણ કૃમિવાળા માટે અપથ્ય છે. વાવડીંગનું એક સંસ્કૃત નામ છે. કૃમિઘ્ન એટલે કે વાવડીંગ કૃમિનો નાશ કરે છે. એક થી બે ચમચી જેટલું વાવડીંગનું ચૂર્ણ એકથી બે ચમચી ગરમાળાના ગોળ સાથે એક કપ જેટલા પાણીમાં ઊકાળીને ઠંડું પાડી રોજ રાત્રે એકાદ અઠવાડિયું પીવાથી તમામ પ્રકારના કૃમિનો નાશ થાય છે.

IMAGE SOURCE

નોંધ. અમે કોઈપણ પ્રકારની જાહેરાત કરતા નથી. તમને બીજી કઈ બીમારી છે તે જાણતા નથી. કોઈપણ વસ્તુ માટે અમે પ્રોત્સાહન કરતા નથી. કોઈપણ વાતનો અમલ કરતા પહેલા પોતાના ડોકટર પાસે સલાહ લેવી જોઈએ. અમે ખાલી માહિતીનું પ્રદાન કરીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,