આ તે વળી કેવી શાળા અને કેવા નિયમો, વિદ્યાર્થીઓ ભૂલ કરે તો ખુદને જ સજા આપે શિક્ષકો!, જાણો અનોખી શાળા વિશે

આમ તો વિદ્યાર્થી સ્કૂલમાં મોડો પહોંચે, હોમ વર્ક ના કર્યું હોય ,ધમાલ કરતો હોય અથવા તો યુનિફોર્મ વગર સ્કૂલે પહોંચે તો શિક્ષક અથવા તો આચાર્ય તેને માર મારતા હોય છે તેમજ કઈને કઈ આપતા હોય છે ત્યારે સુરતની એક એવી સ્કૂલ છે જે આવા વિદ્યાર્થીઓને અનોખી રીતે સજા આપે છે વિદ્યાર્થીઓને માર મારવાના બદલે તેમને લીમડાનો કડવો રસ પિવડાવી તેમનું સ્વસ્થ સારું રાખવાનો પ્રયાસ કરે છે.

સુરતની વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓન અનોખી સજા આપવાનું નક્કી કર્યું છે. સ્કૂલે મોડા આવનાર, યુનિફોર્મ વગર આવનાર તેમજ હોમ વર્ક વગર આવનાર વિદ્યાર્થીઓને કડવો લીમડાનો રસ પીવડાવવામાં આવે છે. કે જેથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે.આ સાથે વિદ્યાર્થી કોઈ ભૂલ કરે તો પોતાનામાં જ કંઈક ઉણપ રહી ગઈ હોય તે સમજીને સ્કૂલના આચાર્ય પોતાને જ સજા આપે છે. સ્કૂલના આચાર્ય 51 કલાક સુધી રેંટિયો કાતતા હોઈ છે, 15 દિવસ સુધી સ્કૂલે બુટ ચપલ વગર આવતા હોય છે તેમજ 3 દિવસ સુધી મૌન રહી પોતાને સજા આપે છે.