શિયાળામાં વાઈરલ ફીવરથી બચવા આ 7 ફળોનું કરો રોજ સેવન, બીમારી રહેશે કોષો દૂર

આ વર્ષે દરેક માટે સૌથી મહત્વની વસ્તુ છે ઈમ્યૂનિટી. કોરોના વાયરસને કારણે લોકો સ્વાસ્થ્યને લઇને ખૂબ ચિંતિત બન્યા છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે શિયાળામાં ફ્લૂ અથવા ચેપ ફેલાવો સામાન્ય છે, તેથી આ દરમિયાન તે કોરોના કેસોમાં પણ વધારો થાય છે. ચેપથી બચવા હાલના સમયમાં મોટાભાગના લોકો આ સમયે કાવો, જ્યુસ અથવા ગ્રીન ટી પી રહ્યા છે. શિયાળાની ઋતુમાં એવા ઘણાં ફળ છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને જેના કારણે શરીર ચેપ સામે લડવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આ 5 ફળો વિશે.

જામફળ

image soucre

જામફળ શિયાળાનું પ્રિય ફળ માનવામાં આવે છે. જામફળમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી (antioxidants) ભરપુર માત્રામાં હોય છે જે શરીરમાં ઈન્ફેક્સન સામે લડે છે અને કોષોને કોઈપણ પ્રકારના નુકસાનથી સુરક્ષિત રાખે છે. જામફળમાં ફાઇબર પણ વધુ માત્રામાં જોવા મળે છે જે હાર્ટ અને બ્લડ શુગર માટે સારું માનવામાં આવે છે. જેમાં પાકાં જામફળ સ્વાદમાં ખટમીઠાં અને તૂરા, ઠંડા, કફ અને વીર્યને વધારનાર, રુચિકર્તા, પચવામાં ભારે, વાયુ અને પિત્તનાશક અને હૃદય માટે હિતકારી છે. જામફળ થાક, ચક્કર, મૂર્છા, કૃમિ, ગાંડપણ, શોષ, દાહ-બળતરા તથા ગરમીનાં તમામ દર્દોમાં હિતકારી અને કબજિયાતનાશક છે. તેનાં બીજ કબજિયાત કરનાર છે. જામફળમાં પ્રોટીન, ફેટ-ચરબી, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ, વિટામિન-એ થોડી માત્રામાં અને વિટામિન સી અને બી પૂરતા પ્રમાણમાં રહેલા છે.

નાશપતિ

image soucre

નાશપતિ શિયાળાની ઋતુમાં ખૂબ પસંદ આવે છે. નાસપતી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે, તેટલું જ્યુસ પણ એટલું જ ફાયદાકારક માનવામાં આવે છે. બાળકો પણ ઉત્સાહથી નાશપતીને ખાય છે. તે આંતરડા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. નાશપતીમાં વિટામિન ઇ અને સી જેવા એન્ટીઓકિ્સડન્ટ અને એન્ટી ઈફ્લેમેટરી ગુણધર્મો હોય છે.

સંતરા

image soucre

સંતરામાં વિટામિન સી અને કેલ્શિયમ બંનેનો સારો સ્રોત હોય છે. તે બદલાતા મોસમમાં લાગતા ચેપથી બચાવે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. જો તમને સંતરા ગમે છે, તો તમે તેનો રસ પણ પી શકો છો. સંતરાની એક ખાસીયત એ પણ છે કે તે ભોજન પચાવવામમાં પણ ઉપયોગી છે. કેમકે આની અંદર રહેલ સ્ટાર્ચ સૂરજની કિરણોથી મળીને પ્રતિક્રિયા કરીને ખુબ જ ઝડપથી ખાંડમાં રૂપાંતર થઈ જાય છે. સંતરાનું સેવન કરતાં શરીરને સ્ફૂર્તિ અને શક્તિ મળે છે. નિયમિત રીતે સંતરાને ખાવાથી ઋતુને લીધે થનાર શરદી, તવા અને રક્તસ્ત્રાવથી બચી શકાય છે. સંતરા વ્યક્તિને સ્વસ્થ્ય અને ચુસ્ત બનાવે છે. બધા જ રસની અંદર સંતરાનો રસ એવો છે જે કોઈ પણ ઉંમરમાં ઉપયોગ કરી શકાય છે. ટાઈફોડ, ટીબી અને ખાંસીમાં પણ સંતરા એક ઔષધિનું કામ કરે છે.

સફરજન

image source

સફરજન શરીરને અનેક રોગોથી દૂર રાખે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરમાંથી બળતરા અને સોજાને ઘટાડે છે. સફરજનમાં પેક્ટીન, ફાઈબર, વિટામિન C અને K જોવા મળે છે. તે પોષણથી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.

મોસંબી

image soucre

મોસંબી એક ખાટુ ફળ હોય છે જે વિટામિન C થી ભરપૂર હોય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તેનો જ્યૂસ પણ પી શકાય છે. મૌસમ્બીનો ફાયબર ખૂબ ફાયદાકારક છે, તેથી તેને ગાળ્યા વિના પીવો. રોગી અને નીરોગી સૌ કોઇ માટે મોસંબી શ્રેષ્ઠ છે. તેનો રસ અમૃત સમાન ગુણકારી હોવાથી કેટલીક માંદગીમાં રોગીને ફક્ત તેના રસ પર જ રાખવામાં આવે છે. મોસંબી એ મનુષ્યને મળેલી કુદરતની અમૂલ્ય ભેટ સમાન છે. સંતરા જેવી મોસંબીનો જ્યૂસ ભારત અને પાકિસ્તાન આ બે દેશમાં સૌથી વધુ પીવાય છે. આ ફ્રૂટની ખાસિયત એ છે કે ખાટું હોવા છતાં એ એસિડિક નથી અને માટે જ એને સ્વીટ લાઇમ કહેવામાં આવ્યું છે. આ ફ્રૂટ ફાઇબરયુક્ત હોવાથી સ્કિન અને વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત