આ યોગા કરવાથી માખણની જેમ ઓગળી જશે પેટની ચરબી, સાથે છૂ થશે આ બીમારીઓ પણ

મિત્રો, પ્રવર્તમાન સમયમા લોકોનુ જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ બની ચુક્યુ છે કે, લોકોએ જંકફૂડને પોતાના જીવનનો એક ભાગ બનાવી લીધો છે. લોકો હાલ સમયની આધુનિકતામા એટલો મોહિત થઇ ચુક્યો છે કે, તેમની પાસે સ્વાસ્થ્યની સાર-સંભાળ લેવાનો પણ જરા સમય નથી.

image soucre

જો તમે ઘરના ભોજનનો ત્યાગ કરો છો તો તમારા શરીરની સ્થૂળતા ખૂબ જ ઝડપથી વધે છે અને આ સ્થૂળતા માત્ર આપણી સુંદરતા ઘટાડવાનુ કામ જ નથી કરતી પરંતુ, આપણા શરીરમા અનેકવિધ જીવલેણ બીમારીઓને પણ જન્મ આપે છે. આ સિવાય જો તમે તમારી જાતને સુંદર અને સ્વસ્થ રાખવા ઈચ્છો છો, તો તમારે યોગ અવશ્યપણે અપનાવવા જોઈએ. આ યોગ એ તમારા વજનમા ઘટાડો કરશે અને તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત પણ રાખે છે. તો ચાલો જાણીએ કે, તે કયા યોગ છે? જે આપણા શરીરને સ્વસ્થ અને પાતળુ બનાવી શકે છે

આ છે મોટાપાની સમસ્યાને જડમુળથી દૂર કરવા માટેના અસરકારક યોગ :

ભુજંગસન :

image soucre

યોગની આ મુદ્રા કરવાથી તમારા શરીરમા રહેલી પેટની ચરબીનુ પ્રમાણ ઘટી જાય છે તેમજ તમારા હાથ, કમર અને પેટના સ્નાયુઓની મજબૂતાઈમા વૃદ્ધિ થાય છે અને તમારુ શરીર લવચીક પણ બને છે. જો તમે નિયમિત આ મુદ્રા કરો છો તો તમે તમારા શરીરની સ્થૂળતાને ખૂબ જ ઝડપથી દૂર કરી શકો છો.

બાલાસન :

image soucre

આ યોગ શરૂ કરનારા લોકો માટે આ મુદ્રા ખુબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. તે તમારા પેટની ચરબીને ઘટાડે છે તેમજ તમારા સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. જો તમે નિયમિત આ મુદ્રા કરો છો, તો તમારા શરીરની સ્થૂળતા ખૂબ જ ઝડપથી ઓછી થઈ શકે છે.

પશ્ચીમોતાનાસન :

image soucre

આ સિવાય તમારા પેટની ચરબી ઘટાડવા માટે આ મુદ્રા પણ ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે. જો તમે નિયમિત આ મુદ્રા કરો છો તો તમારા પેટની ચરબી ખૂબ જ ઝડપથી ઘટી શકે છે. આ યોગ કરવાથી તમારા સ્નાયુઓ મજબૂત બનાવવાની સાથે-સાથે વજનમા પણ ઘટાડો થશે.

યોગની સાથે કેળવો વોકિંગની આદત :

image soucre

આ ઉપરાંત જો તમે નિયમિત યોગ કરવાની સાથે-સાથે કસરત અને મોર્નિંગ વોક કરો છો તો તે તમારી સ્થૂળતાની સમસ્યાને ખૂબ જ ઝડપથી ઘટાડી શકે છે.

આ બાબતો અંગે પણ રાખો વિશેષ કાળજી :

તમારે કોઈપણ યોગ કરતા પહેલા નિષ્ણાતનો અભિપ્રાય અવશ્યપણે લેવો. આ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓએ આ પ્રકારના યોગ કરતા પહેલા કોઈ નિષ્ણાત વ્યક્તિની સલાહ અવશ્યપણે લેવી જ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત