જો તમે આ રીતે કરશો દૂધ અને કેળાનું સેવન, તો સડસડાટ ઉતરી જશે તમારું વજન, અને થઇ જશો સ્લિમ

આજના સમયમાં લોકોને મેદસ્વીતાની સમસ્યા ખૂબ સતાવતી રહે છે. તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે, સૌ પ્રથમ કારણ તો તમારી જીવનશૈલી છે, તમારો ખોરાક છે, તમારી આદતો છે. ભોજન કરવાની અનિયમિતતા છે. જ્યારે તમારું વજન એક હદ કરતાં વધી જાય ત્યારે તે મેદસ્વીતા એટલે કે ઓબેસીટીને એક બીમારી ગણવામાં આવે છે. મેદસ્વીતા આગળ જતાં તમને વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાનો શિકાર બનાવી શકે છે માટે તમારે પહેલેથી જ ચેતતા રહેવું જોઈએ. આજે અમે તમારા માટે એવી બે વસ્તુઓની વાત કરવાના છીએ જે તમારા વજનમાં સડસડાટ ઘટાડો કરી શકે છે. મેદસ્વીતાથી તમારું શરીર હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય સંબંધીત રોગોનો શિકાર સરળતાથી બની શકે છે. તેવામાં તમારે પ્રોટિન, વિટામીન એ, બી1, બી2, બી12 અને ડી, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પેષક તત્ત્વોનું ભરપુર સેવન કરવું જોઈએ. અને આ બધા જ તત્ત્વો તમને દૂધ અને કેળામાં પુરતા પ્રમાણાં મળી રહે છે. દૂધ અને કેળાનું સેવન તમારા શરીરના વજનને નિયંત્રિત કરવામાં તમને મદદ કરે છે.

image source

કેળા અને દૂધનો આહાર તમારા શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવાં મદદ કરે છે. આ ઉપરાંત તે એક સંતોષનો ભાવ પણ આપે છે, જેનાથી તમને લાંબા સમય સુધી ભુખ નથી લાગતી. તેનાથી આપણે વધારે ભોજન કરવાથી બચીએ છીએ અને તેનાથી આપણા શરીરનું વજન નિયંત્રિત થાય છે. તેવામાં તમે તમારા શરીરના વજનને નિયંત્રિત રાખવા માટે કેળા અને દૂધની સ્મૂધીનું સેવન કરો. તેને તમે બનાના શેક પણ બનાવી શકો છો. તેનાથી તમારું જવન ઝડપથી ઘટે છે.

ચરબી મુક્ત દૂધ આપણા દૈનિક આહારનું સર્વશ્રેષ્ઠ તત્ત્વ છે. તે કેલ્શિયમ અને પ્રટીનમાં સમૃદ્દ હોય છે અને તેમાં કોઈ ચરબી નથી હોતી. તેમા હાજર કેલ્શિયમ હાડકાના વિકાસમાં મદદ કરે છે અને તેનાથી તમારા હાડકા મજબૂત બને છે. તેમાં પ્રોટીન પણ હોય છે જે શરીરની માંસપેશીઓનો વિકાસ કરવા માટે અત્યંત જરૂરી છે. તેવામાં તમારે કેળા અને દૂધનું સેવન કરીને શરીરને પ્રોટીન, વીટામિન, ફાઇબર અને ખનિજ તત્ત્વ આપે છે.

કેળા અને દૂધનું સેવન આ રીતે કરો

image source

જો તમે દૂધ અને કેળા ખાઈ રહ્યા હોવ તો તમારે સૌ પ્રથમ એ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે તેની સાથે સાથે કેટલોક શારીરિક વ્યાયામ પણ કરો. તેવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે દૂધમાં ચરબી હોય છે. જો કોઈ શારીરિક વ્યાયામ ન થતો હોય તો તમારું વજન ઘટવાની જગ્યાએ વધી શકે છે.

image source

તમે કેળા અને દૂધનું સેવન અલગ અલગ રીતે કરી શકો છો. તમે સીધા જ કેળા અને દૂધ ખાઈ શકો છો. અથવા તો કેળા અને દૂધને મિક્સ કરીને તેની સ્મૂધી બનાવીને તેનું પણ સેવન કરી શકો છો.

જો તમે માત્ર કેળા અને દૂધનું સેવન કરતા હોવ તો તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે તમારે તેની સાથે સાથે પ્રોટીન અથવા વિટામિન સ્રોત પણ લેવા જોઈએ. દા.ત જો તમે કેળા અને દૂધી સાથે ઇંડા ખાઈ શકો છો આ ઉપરાંત કેળા અને દૂધની સાથે, સોયાબીન, રાજમા, ચણા તેમજ દાળ પણ ખાઈ શકો છો.

કેળાના લાભો

કેળા પોષકતાથી ભપૂર હોય છે. કેળામાં વીટામિન, ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, મિનરલ વિગેરે સમાયેલા હોય છે.

એક કેળામાં લગભગ 3 ગ્રામ ફાઇબર હોય છે, જે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે અને પેટને સાફ કરવામાં મદદ કરે છે.

image source

કેળુ તમારી ભુખ મટાડે છે. કેળામાં એવા ગુણ હોય છે જે ખૂબ જલદી તમારી ભૂખ દૂર કરી દે છે અને તમને લાંબો સમય ભૂખ નથી લાગતી.

કેળા તમારી ચરબી ઘટાડે છે. કેળુ તમારું વજન વધારે છે પણ તમારી ચરબી ઘટાડે છે. એવું એટલા માટે કારણ કે કેળામાં સ્વસ્થ ફેટ સમાયેલી હોય છે જે શરીરમાં જામતી નથી. કેળાને જો યોગ્ય રીતે ખાવામાં આવે તો તે તમારું વજન પણ ઘટાડે છે.

દૂધના લાભ

દૂધ એક સંપૂર્ણ ભોજન કહેવાય છે તેમાં પોષકત્ત્વોની ભરપુરતા રહેલી છે.

image source

દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન હાજર હોય છે જે દાંત તેમજ હાડકાને મજબૂત બનાવે છે.

કેલ્શિયમ શરીરની નવી કોશિકાઓ બનાવવામાં મદદ કરે છે. તેનાથી માસપેષિઓ મજબૂત બને છે.

image source

દૂધ મેદસ્વીતા ઘટાડવા મદદ કરે છે. દૂધ બ્લડ પ્રેશર ઓછું કરે છે અને ઇન્સુલિનનું પ્રમાણ પણ સંતુલિત કરે છે. તેમજ દૂધ મેટાબોલિક દરમાં પણ વધારો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત