ઘરે કરો આ આસન, અને દૂર કરી દો ગેસની તકલીફોને દૂર

પવનમુક્તાસન – તમારી બધી જ ગેસની તકલીફને દૂર કરી શકે છે – આ રીતે કરો આ આસન અને જાણો તેના લાભો

શું તમને હંમેશા પેટ ભરેલું ભરેલું લાગે છે અથવા ફુલેલું ફુલેલું લાગે છે ? તેમાં કોઈ જ ના નથી કે પેટ સતત ભરેલું અને ફુલેલું લાગવું તે તમને અત્યંત અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે છે પણ સાથે સાથે તે તમારા પાચન સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરતું રહે છે. પેટ ફુલેલું લાગવાના કારણો ઘણા બધા હોઈ શકે છે અને પેટમા ગેસ થવો તે કોઈ સંક્રમીત ખોરાક ખાવાથી, માનસિક તાણથી કે પછી ખોટા ખોરાકને વધારે પડતો જ આરોગવાથી થઈ શકે છે.

image source

તમારા આંતરડાના બેક્ટેરિયા તમારા ખોરાકને જ્યારે યોગ્ય રીતે તોડવામાં અશક્ષમ બને છે ત્યારે આ પ્રકારની ગેસની સમસ્યાઓ ઉભી થાય છે, મોટા ભાગના કેસમાં કેટલાક ખોરાકને અવગણવાથી અને આંતરડાને અનુરુપ ખોરાકને વધારવાથી સ્થિતિ તેની જાતે જ ઠીક થઈ જાય છે. પણ આ ઉપરાંત યોગનો ઉપયોગ સદીઓથી શરીરની વિવિધ સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે.

image source

જમ્યા બાદ વજ્રાસન જેવા આસન કરવાથી તમારું પાચન ચપળ, સરળ અને મજબૂત બને છે. પણ શું યોગ કરવાથી ગેસ દૂર કરવામાં, પેટ ફુલવાની સમસ્યામાં અને ગેસના કારણે ઉત્પન્ન થતી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે ? તો તમને જણાવી દઈ કે ચોક્કસ મદદ મળે છે. ગેસ તેમજ તેનાથી ઉત્પન્ન થતી સમસ્યાઓ દૂર કરવા માટે પવનમુક્તાસન એકદમ યોગ્ય આસન છે.

Pawanmuktasana 1. Anti-Rheumatic Group. Part 2 (Knees and Hips)
image source

વાસ્તવમાં તમારા શરીરના નીચેના ભાગનો જે પણ યોગાસનમાં ઉપયોગ થતો હોય તે તમારી બ્લોટીંગની તેમજ ગેસ્ટ્રીક સમસ્યાઓમાં તમને મદદ કરે છે. અને પવનમુક્તાસન તેમાં ઉત્તમ છે. આ ઉપરાંત જાનુ નમન આસન કે જેમાં ગોઠણ વાળીને આસન કરવામા આવે છે તે, તેમજ પગને ગોળ ગોળ ફેરવવાની એક્સરસાઇઝ અને લોઅર બેક ટ્વીસ્ટ્સનો વ્યયામ પણ કરી શકો છો.

image source

પવનમુક્તાસન કરવાની રીત

  • તેના માટે તમારે સૌ પ્રથમ નીચે સીધા સુઈ જવું, હવે તમારા હાથ તેમજ તમારા પગને થોડા ફેલાવેલા રાખો.
  • હવે તમારા ગોઠણ ભેગા કરો અને તમારા હાથથી તેને પકડો.
  • ત્યાર બાદ ડાબા પગને છુટ્ટો કરો અને તેને જમીન પર લંબાવો, આ પોઝમાં તમારે 30 સેકન્ડ્સ રહેવું.
  • ત્યાર બાદ તમારા ડાબા પગને પાછો લાવો ત્યાર બાદ બન્ને પગને પકડી રાખો અને હવે જમણા પગને છુટ્ટો કરો અને તે સ્થિતિમાં 30 સેકન્ડ્સ રહો.

    image source
  • હવે આ આસનને ત્રણવાર રીપીટ કરો.
  • પવનમુક્તાસન કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
  • જે લોકોને ડોકની તેમજ કરોડરજુની સમસ્યા હોય તેમણે આ આસન ન કરવું જોઈએ.
  • આ આસનનું બીજું એક વર્ઝન પણ છે જેમાં તમારે તમારા ગોઠણ જેટલીવાર તમારી છાતીને અડે તેટલીવાર તમારે તમારી ડોકને આગળની તરફ નમાવવી પડે છે. તે તમે આ આસન તમારા પગને છુટ્ટો કર્યા વગર તેને બન્ને હાથેથી પકડીને પણ કરી શકો છો.
  • એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે દરેક પ્રકારના યોગાસનો જ્યારે તમે શીખતા હોવ ત્યારે તે નિષ્ણાતની દેખરેખ હેઠળ જ શીખેલા હોવા જોઈએ. તેના માટે તમે સર્ટીફાઇડ યોગા એક્સપર્ટની સલાહ લઈ શકો છો.
image source

પવનમુક્તાસનના લાભો

  • પવનમુક્તાસન તમારા આંતરડાની પ્રવૃત્તિઓને વધારે એક્ટિવ બનાવે છે.
  • તે લીવરની કાર્યક્ષમતા પણ સુધારે છે
  • જ્યારે તેની સાથે સેતુબંધાસન પણ કરવામાં આવે ત્યારે તે તમારી કરોડરજુ અને ખાસ કરીને કટી પ્રદેશને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

નોંધઃ આ આર્ટિકલમાં કહેલ દરેક વાત વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ પર આયુર્વેદિક, નેચરલ કે અન્ય દવાઓ તથા નુસખાઓની અસર જુદી જુદી હોય છે.