ઘરના બાથરૂમમાંથી મળી અભિનેત્રીની લાશ, પતિ પર હત્યાનો આરોપ; એક દિવસ પહેલા જ ઉજવ્યો હતો જન્મદિવસ

મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોડલ અને એક્ટ્રેસ રહી ચૂકેલી સહાનાનું ગુરુવારે રાત્રે રહસ્યમય રીતે મોત થયું હતું. અહેવાલો અનુસાર, તેણી તેના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા. તે તેના પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. સહાનાની માતાએ અભિનેત્રીના પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે, જે બાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને પતિની પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ઘટનાના એક દિવસ પહેલા અભિનેત્રીનો 22મો જન્મદિવસ હતો.

image source

માતાએ જમાઈ પર લગાવ્યો આરોપ

એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સહાનાની માતાએ કહ્યું કે, મારી દીકરી ક્યારેય આત્મહત્યા નહીં કરે. તેની હત્યા કરવામાં આવી છે. તેણી વારંવાર મને ફરિયાદ કરતી હતી કે તેનો પતિ તેને માર મારે છે અને તેને યોગ્ય ખોરાક પણ આપતો નથી. તે તેણીને ટોર્ચર કરતો હતો. તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ અને મારી પુત્રીને ન્યાય આપવો જોઈએ.

મકાનમાલિકનું નિવેદન

image source

અભિનેત્રીના મકાનમાલિકે નિવેદન આપતા કહ્યું કે, ‘મેં મદદ માટે સજ્જાદનો અવાજ સંભાળ્યો અને હું ઘર તરફ દોડી ગયો. ઘરમાં પ્રવેશતાની સાથે જ મેં જોયું કે તેની પત્ની તેના ખોળામાં પડી છે. જ્યારે મેં તેને પૂછ્યું કે શું થયું છે તો તેણે કહ્યું કે તેણી જવાબ આપી રહી નથી. મેં તેને હોસ્પિટલ જવાનું કહ્યું. પછી અમે પોલીસને ફોન કર્યો અને તેઓ પાંચ મિનિટમાં પહોંચી ગયા.”