પુરુષોએ 40ની ઉંમર બાદ પણ સ્વસ્થ અને યંગ રહેવા ફોલો કરવો જોઈએ આ ડાયટ પ્લાન, જાણી લો તમે પણ

આજના સમયમાં પોતાને ફિટ રાખવાનું ખૂબ જ જરૂરી બન્યું છે. આ સમયે અનેક પ્રકારના વાયરલ ઈન્ફેક્શન તબાહી મચાવી રહ્યા છે ત્યારે શરીરનું સ્વસ્થ હોવું જરૂરી છે. શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માટે સારી લાઈફ સ્ટાઈલ અને ડાયટ જરૂરી છે. કોરોનામાં અનેક લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. એવામાં બેઠાળું જીવનના કારણે શરીરને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. લોકોની ફિઝિકલ એક્ટિવિટી ઘટી છે. અન્ય તરફ લોકો ખાવા માટે અનહેલ્ધી ચીજો જેવી કે ફ્રાઈડ ઔપ પૈકેજ્ડ ફૂડ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમારી ઉમંર 40 વર્ષ કે તેનાથી વધારે છે તો તમારા માટે હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી બને છે. તો જાણો એવી કઈ ચીજોને ડાયટમાં સામેલ કરી લેવાથી તમને મોટો ફાયદો મળી શકે છે.

image source

ખાસ કરીને અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ 40 વર્ષની ઉંમરે શરૂ થતી હોય છે. ડાયાબિટિસ, સ્થૂળતા, મેટાબોલિઝમ પણ ધીમું હોવાની સાથે ઈમ્યુનિટીને નબળું કરનારું સાબિત થાય છે. આ સિવાય આ ઉંમર બાદ દિલ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ તમને પરેશાન કરતી હોય છે. એવામાં જો તમે તમારી લાઈફ સ્ટાઈલ અને ડાાયટમાં કેટલીક હેલ્ધી ચીજોને સામેલ કરી લો છો તો તમે ફિટ રહી શકો છો. આ માટે તમારે 40 વર્ષની ઉંમર બાદ ખાસ ડાયટ પ્લાન ફોલો કરીને હેલ્ધી રહેવાની જરૂર છે.

40 વર્ષની ઉંમર બાદ આવો હોવો જોઈએ પુરુષોનો ડાયટ પ્લાન

શરીરને હાઈડ્રેટેડ રાખો

image source

શરીરને ફિટ રાખવા માટે હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. કોશિશ કરો કે એક દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીઓ. નોર્મલ પાણી સાથે તમે નારિયેળ પાણી, જ્યુસ, હર્બલ ટીનું સેવન પણ કરી શકો છો. પાણી શરીરને ડિટોક્સીફાઈ કરે છે.

ફાઈબરનું સેવન કરો

image source

ફાઈબર શરીરને માટે જરૂરી રહે છે. આ કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. ફાઈબરના સેવનથી વજન પણ કંટ્રોલમાં રહે છે. ડાયટમાં ખાસ શાક અને ફળને સામેલ કરો. ફાઈબરની મદદથી કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ફાઈબરને માટે બ્રોકોલી, કોબીજ, અખરોટ, સ્પ્રાઉટ્સ, ગ્રીન ટી અને બેરીઝનું સેવન કરી શકાય છે. આ દરેક ચીજમાં ઓમેગા 3 મળી રહે છે જે તમને કેન્સર સામે લડવામાં મદદ કરે છે.

ગુડ ફેટ જરૂરી રહે છે

image source

તમે તમારા ડાયટમાં ગુડ ફેટની ચીજોને સામેલ કરો જેમકે અવોકાડો, ઓલિવ્સ, નટ્સ, સીડ્સ અને કોલ્ડ પ્રેસ્ડ ઓઈલ, આ દરેક ફૂડ આઈટમ્સમાં ગુડ ફેટ વધારે પ્રમાણમાં હોય છે. આ તમારી હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે.

આખું અનાજ ખાઓ

image source

આખા અનાજમાં તમે ઓટ્સ, દલિયો એટલે કે ફાડા, લાલ ચોખાનું સેવન કરી શકો છો. તેને ખાવાથી તમને આખો દિવસ એનર્જી મળી રહે છે. આ સિવાય આ ફૂડમાં વિટામીન બી પણ મળે છે. તે તમારી હેલ્થને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

પ્રોટીન જરૂરી છે

ડાયટમાં પ્લાન્ટ બેસ્ડ પ્રોટીનની મદદ લેવી જરૂરી છે. સોયા મિલ્ક અને ટોફૂ. તેના સિવાય મીટ, ચિકન, ઈંડા, ફિશ અને સૂકા મેવાનું સેવન કરો. વજનને ધ્યાનમાં રાખીને પ્રોટીનનું સેવન કરવાથી લાભ થાય છે.

આ ચીજોથી દૂર રહો તે જરૂરી છે

image source

ફ્રાઈડ અને પેક્જડ ફૂડના સેવનથી બચો તે જરૂરી છે. તે કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યાને વધારી શકે છે. આ સિવાય સ્મોકિંગ અને દારૂનું સેવન પણ સંપૂર્ણ રીતે બંધ કરો. તેનાથી તમે કેન્સર અને લિવર જેવી સમસ્યાઓથી બચો તે પણ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત