આ બધી બીમારીઓને દૂર કરવા જાણો કેવી રીતે કરશો આ છોડના પાંદડાનો ઉપયોગ

આકડાના છોડમાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે.તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.તેના પાંદડા અને ફૂલોનો ઉપયોગ ડાયાબિટીઝ,એલર્જી અને બવાસીર જેવા ગંભીર રોગોના ઉપચારમાં થાય છે.તો ચાલો જાણીએ આકડાના ઉપયોગથી શું ફાયદાઓ થાય છે.

(1) ડાયાબિટીસ

image source

ડાયાબિટીઝના દર્દીઓએ દરરોજ સવારે પગના તળિયા ઉપર આકડાના છોડના પાંદ રાખીને,ઉપર મોજા પહેરવા જોઈએ.ત્યારબાદ રાત્રે સૂતા પહેલા આ પાંદ કાઢી લેવું.દરરોજ આ કરવાથી,લોહીમાં ખાંડની માત્રા નિયંત્રણમાં રહે છે.

(2) બવાસીર

image source

રાત્રે આકડાના છોડના પાંદડા અને તેના દાંડલાને પાણીમાં પલાળી રાખો.ત્યારબાદ સવારે ઉઠીને આ પાણી પીવાથી બવાસીર જેવા રોગથી હંમેશ માટે છૂટકારો મળે છે.

(3)એલર્જી

એલર્જીની સમસ્યાથી પીડિત લોકોએ આકડાના છોડની મૂળને બાળીને રાખ બનાવો.ત્યારબાદ આ રાખને સરસવના તેલમાં મિક્સ કરીને એલર્જીવાળી જગ્યા પર લગાવો,આ રીતથી એલર્જીની સમસ્યા સમાપ્ત થાય છે.

image source

જાણો આકડાના બીજા ઘણા ફાયદાઓ વિશે

સોજા પર ફાયદાકારક

image source

જો તમને સોજા થાય છે,તો તમારે સોજોવાળા વિસ્તાર પર આકડાના પાંદડા રાખવા જોઈએ.આ પાંદ રાખવાથી સોજો સંપૂર્ણ ઉતરી જશે.તમે આકડાનું પાંદ લો અને તે પાંદડાની ટોચની સપાટી પર સરસવનું તેલ લગાવો.પછી તમે આ પાંદડાને સોજોવાળી જગ્યાએ મૂકો.તે તમને બળતરાથી રાહત આપશે.તમારે આ ઉપાય દિવસમાં ત્રણ થી ચાર વખત કરવો જોઈએ.

ઘૂંટણની પીડા દૂર કરવા માટે

image source

ઘૂંટણની પીડા સુધારવામાં આકડાના પાંદ ફાયદાકારક છે.જે લોકોને ઘૂંટણની પીડાની ફરીયાદ છે,તેઓએ ઘૂંટણ પર આકડાના પાંદનો લેપ લગાવવો જોઈએ.આ લેપ લગાવવાથી ઘૂંટણની પીડામાં રાહત મળશે.આકડાના પાંદનો લેપ તૈયાર કરવા માટે,તમારે 4 થી 5 આકડાના પાંદની જરૂર પડશે,પછી તે પાંદને ધોઈ લો અને તેને સારી રીતે પીસી લો.યાદ રાખો,તેને પીસીને તેમાં પાઇ ઉમેરવું નહીં.જ્યારે આ પાંદડા ત્યાં સારી રીતે પીસાય જાય,તો પછી તમે તેની અંદર થોડું મીઠું અને સરસવ તેલ નાખો.પછી તમે આ લેપ તમારા ઘૂંટણ પર દિવસમાં ત્રણ વખત લગાડો.આ લેપને એક મહિના સુધી લગાવવાથી ઘૂંટણનો દુખાવો સંપૂર્ણ દૂર થઈ જશે.

અસ્થમાના દર્દીઓ માટે

image source

આકડાના ફાયદા અસંખ્ય છે અને અસ્થમાના દર્દીઓ માટે એકદમ ફાયદાકારક છે.આકડાના ફૂલોની મદદથી ઘણા પ્રકારના અસ્થમા અને શ્વસન રોગોને દૂર કરી શકાય છે.તમે થોડા આકડાના ફૂલ લો અને તેને તડકામાં સૂકવો.ત્યારબાદ આ ફૂલોને પીસી લો અને તેનો એક પાઉડર તૈયાર કરો.આ પાવડરમાં મીઠું નાખો.દિવસમાં એકવાર આકડાના ફૂલોનો પાવડર હળવા ગરમ પાણી સાથે પીવો.આ પીવાથી અસ્થમા મટે છે.

ઉધરસ માટે

image source

જો તમને ઉધરસ આવે છે,તો આકડાના ફૂલોનો પાઉડર બનાવો અને આ પાઉડરને હળવા ગરમ પાણીમાં મિક્ષ કરીને પીવો.આ પાવડર પીવાથી ઉધરસ સંપૂર્ણપણે મટી જાય છે.જો આ પાઉડર શિયાળામાં પણ પીવામાં આવે તો ઠંડીથી રાહત મળે છે.
ફંગલ માટે

image source

આકડાના છોડમાંથી દૂધ ઉત્પન્ન થાય છે અને આ દૂધ ત્વચા માટે સારું માનવામાં આવે છે.જો ત્વચા પર ડાઘ અથવા ફંગલ ઇન્ફેક્શન છે,તો આ દૂધ ત્વચા પર લગાવવામાં આવે તો આ મુશ્કેલીઓ અદૃશ્ય થઈ જાય છે.તે જ સમયે,જો કોઈ જંતુ કરડે છે,તો તમે આકડાના છોડના દૂધને જંતુ કરડવાવાળી જગ્યા પર લગાવી શકો છો. ખરેખર,તેના દૂધમાં એન્ટીઓકિસડન્ટો હોય છે અને તે ત્વચા માટે ફાયદાકારક છે અને આનો ઉપયોગ કરવાથી ત્વચાને લગતી અનેક સમસ્યાઓ ઝડપથી દૂર થાય છે.
કાનની સમસ્યા માટે

image source

જે લોકોને સંભળાતું નથી,તે લોકોએ આકડાના પીળા પાંદડા લઈને તેને પાણીમાં ઉકાળી અને તેનો રસ કાઢી લેવો.આ પછી આ રસના બે ટીપા દિવસમાં બે વાર કાનમાં નાંખો.આ કરવાથી બહેરાશ દૂર થશે અથવા કાનને લગતી કોઈ સમસ્યા પણ દૂર થશે.
આકડાના ફાયદાઓ જાણ્યા પછી,તમારે આ છોડનો ઉપયોગ કરવો જ જોઇએ.તે એક ચમત્કારિક છોડ છે અને આ છોડનો આયુર્વેદમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.આ છોડને ઘણા લોકો આક અને અકાઉના નામથી પણ જાણે છે.આકડાના બીજા ઘણા અનેક નામ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત