મગફળી ખાવાથી શરીરમાં આવે છે તાકાત, જાણો બીજા આ અઢળક ફાયદાઓ વિશે તમે પણ

શિયાળો હવે બસ આવી જ રહ્યો છે અને આ ઋતુમાં વાયરલ બીમારીઓનું જોખમ સૌથી વધારે રહે છે. આપણામાંના ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે શિયાળામાં એવું શું ખાવામાં આવે જે શરીરને સ્વસ્થ રાખે. શિયાળામાં એક સારો નાશ્તો છે શેકેલી મગફળી એટલે કે પીનટ્સ અને તેને જો આપણે લોકો લીંબુ અને મસાલા નાખીને ખાઈશું તો તેનાથી મોઢાનો સ્વાદ પણ વધી જાય છે. મગફળીની બરફી એટલે કે મગફળીની મીઠાઈઓ જેમ કે સીંગની ચીક્કી, કે પછી માંડવી પાક વિગેરે પણ સ્વાદમાં ખુબ સ્વાદિષ્ટ હોય છે. મગફળીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ હોય છે.

image soucre

મગફળીમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને આપણા લોકોના શરીર માટે પ્રોટીન ખુબ જ જરૂરી તત્ત્વ માનવામાં આવે છે. મંગફળી ખાવાથી આપણા શરીરને પ્રોટીન મળે છે અને આપણને તે એનર્જી પણ આપે છે. જો તમે મગફળીને એમનમ ખાવાનું પસંદ ન કરતા હોવ તો તમે પીનટ બટર પણ ખાઈ શકો છો.

જાણો શું છે મગફળી ખાવાના ફાયદાઓ

વજનને કાબુમાં કરી શકો છો

image soucre

જે લોકો પોતાનું વજન ઘટાડવા માગતા હોય અથવા પોતાના વજનને મેઇનટેઇન કરવા માગતા હોય તેમણે મંગફળનીનું સેવન નિયમિત કરવું જોઈએ. મગફળીમાં વધારે પ્રમાણમાં ચરબી હોય છે, પણ તમે મગફળીનું સેવન કરીને તમારું વજન ઘટાડી પણ શકો છો અને તેને મેઇનટેઇ પણ કરી શકો છો. મગફળીનું જો તમે ઓછા પ્રમાણમાં સેવન કરો તો તેનાથી તમારી ભૂખ દૂર થઈ જાય છે અને જલદી ભૂખ પણ નથી લાગતી અને તે રીતે તમે વધારે કેલરી વાળો ખોરાક ખાવાનું ટાળી શકો છો.

હૃદય સંબંધીત રોગોનું જોખમ ઘટે છે

image source

મગફળી આપણા શરીર માટે ખૂબ લાભપ્રદ સાબિત થાય છે. મગફળીમાં વધારે પ્રમાણમાં પોષક તત્ત્વો પણ હોય છે જે આપણને અથવા આપણા શરીરને હાર્ટના રોગોથી બચાવી શકે છે. મગફળી આપણા કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત રાખે છે, અને જો તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહેશે તો તમે હૃદયની બીમારીઓથી બચી શકશો. મગફળીનું સેવન કરવાથી તમે તમારા શરીરના શુગર લેવલને પણ કાબુમાં રાખી શકો છો અને તમને ડાયાબીટીસનું જોખમ પણ નથી રહેતું.

જાણો મગફળીના બીજા લાભો વિષે

મગફળીમાં પૂરતા પ્રમાણમાં આયરન, કેલ્શિયમ અને જિંક હોય છે. તે ઉપરાંત તેને ખાવાથી પુષ્કળ તાકાત મળે છે. તે વિટામીન ઈ અને વીટામીન બી 6થી ભરપૂર હોય છે.

image soucre

મગફળીમાં હાજજર તત્ત્વ પેટ સાથે જોડાયેલી વિવિધ મુશ્કેલીઓમા રાહત આપવાનું કામ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી તમારી કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

મગફળી ખાવાથી શરીરને તાકાત મળે છે તે ઉપરાંત પાચન ક્રીયામાં પણ સુધારો થાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે મગફળી ખાવી ખુબ લાભપ્રત સાબિત થાય છે. તેનાથી ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ સારી રીતે થાય છે.

image soucre

ઓમેગા 6થી ભરપૂર મગફળી ત્વચાને પણ કોમળ અને ભેજયુક્ત બનાવે છે. કેટલાક લોકો મગફળીની પેસ્ટનો ઉપયોગ ફેસપેક તરીકે પણ કરે છે.

મગફળી ખાવાથી હૃદય સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ ઘટી જાય છે.

મગફળીનુ નિયમિત સેવન લોહીની ઉણપને દૂર કરે છે.

વધતી ઉંમરના લક્ષણો રોકવા માટે મગફળીનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર એન્ટી-ઓક્સીડન્ટ વધતી ઉંમરના લક્ષણો જેવા કે ત્વચા પરની બારીક રેખાઓ તેમજ કરચલીઓ બનતા અટકાવે છે.

image source

તેમાં કેલ્શિયમ અને વિટામીન ડી પણ પુરતા પ્રમાણમાં હોય છે. તેવામાં તેનું સેવન તમારા હાડકાને પણ મજબૂત બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત