માનસિક તાણથી દૂર રહેવા અને માનસિક શાંતિ મેળવવા આયુર્વેદના આ ઉપાય છે અકસીર

આજના સમયમાં બદલાતી જીવનશૈલી, કામના વધle ભારણ તેમજ શારીરિક એક્ટિવિટીમાં ઘટાડો થવાથી માનસિક તાણ તેમજ ચિંતા લોકોની સામાન્ય સમસ્યા બની ગઈ છે. અને તેનાથી ત્રસ્ત થઈને આપણી આસપાસ આપણે ઘણા બધા લોકોને જીવન ટુંકાવી નાખતા પણ જોયા છે. આ માનસિક તાણ તમને ધીમે ધીમે ડીપ્રેશન તરફ લઈ જાય છે. અને જો તમારી તે સમસ્યાને તમે દૂર ન કરો તે અંગે તમે તમારા પ્રિયજનો સાથે ખુલીને વાત ન કરો તો તમે ઓર વધારે નિરાશ થતાં જાઓ છો અને જીવનમાં એકલતા અનુભવો છો અને છેવટે નહીં કરવાનું કરી નાખો છો.

આપણા શરીરમાં તાણ મન તેમજ દૈહિક વિકાસ જેવું છે જેની આપણા આજના જીવન પર ઘણી અસર થાય છે. આપણા શરીરની વધતી તાણ, એલર્જી, અસ્થમા, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ઉચ્ચ રક્તચાપ જેવી બિમારીઓને ટ્રિગર કરી શકે છે. તેનાથી અવસાદ, ડાયાબિટીઝ અને હૃદય સંબંધીત રોગોનું જોખમ કેટલાએ ગણું વધી જાય છે. સાથે સાથે તે શરીરમાં વાત, પિત્ત અને કફના અસંતુલનને પણ જન્મ આપી શકે છે.

image source

તેવામાં આપણે આપણા સદીઓ જુના આયુર્વેદનો સહારો લેવો જોઈએ. આયુર્વેદમાં ગંભીરમાં ગંભીર બીમારીઓનું સમાધાન જણાવવામાં આવેલું છે. આયુર્વેદમાં કેન્સર જેવી ગંભીર બિમારીનું પણ સમાધાન છે તો વળી શરદી ઉધરસની સમસ્યાનુંપણ સમાધાન છે. આયુર્વેદની મદદથી આપણે વધતી માનસિક તાણને દૂર કરી શકીએ છીએ તેમજ મગજને શાંત રાખવાનો પ્રયાસ કરી શકીએ છીએ. આયુર્વેદમાં કેટલીક જડી બુટ્ટીઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે જે આપણી માનસિક તાણને દૂર કરવામાં મદદ કરે છે.

બ્રાહ્મી

image source

બ્રાહ્મી તમારી માનસિક તાણને ઘટાડવામા મદદ કરે છે. બ્રાહ્મી તાણ ઉત્પન્ન કરતા હોર્મોન કોર્ટિસોલના સ્થરને ઘટાડીને તાણ દૂર કરવામાં મદદ કરે છે. તે તમારી એકાગ્રતા શક્તિને પણ વધારે છે, સાથે સાથે તમારા તંત્રિકા તંત્ર પર સુખદાયક અસર છોડનારી મગજની કોશિકાઓને પુનર્જીવિત કરે છે.

અશ્વગંધા

image source

આયુર્વેદિક જડી બુટ્ટી અશ્વગંધામાં અમીનો એસિડ અને ખાસ પ્રકારના વિટામીન હાજર હોય છે જે એક એડેપ્ટોજેન સ્વરૂપમાં કાર્ય કરે છે. આ શરીરને તાણપૂર્ણ સ્થિતિઓમાં પોતાને અનુકુળ કરવામાં મદદ કરે છે અને ઉર્જા, સહનશક્તિ તેમજ ધીરજ શક્તિમાં પણ વધારો કરે છે. તે આરામની ઉંઘમાં વધારો કરે છે અને શરીરમાં ઉર્જાને સંતુલિત કરે છે અને અનિંદ્રાની સારવારમાં મદદ કરે છે.

જટામસી

image source

જટામસી પણ તમારી માનસિક તાણ તેમજ ચિંતાને ઘટાડવા કે ખતમ કરવામાં અને થાક દૂર કરવામાં મદદ કરે છે. જટામસીના મૂળ આ છોડના મુખ્ય ઔષધીય ભાગ હોય છે જે તમારા તાણગ્રસ્ત મગજ પર ચિકિત્સકીય અસર કરે છે. આ મૂળ તમારા મગજ અને શરીરને ઝેરીલા પદાર્થો અને અવરોધોથી બચાવીને સુરક્ષિત રાખે છે અને તમારા મગજને સ્થિરતા આપે છે, તેનાથી તમારા મગજને સારી રીતે કામ કરવામાં મદદ મળે છે.

ભૃંગરાજ

image soucre

ભૃંગરાજની ચા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે તે મગજને એકધારો ઓક્સિજન પુરો પાડીને રક્ત પરિભ્રમણ વધારવામાં પણ મદદ કરે છે. તેનાથી તમારા શરીરની તાણ ઓછી થાય છે. ભૃંગરાજમાંથી બનાવવામાં આવેલી ચાનું સેવન કરવાથી મગજ શાંત રહે છે અને તેનાથી તમારું શરીર સ્વસ્થ બને છે.

બચા

બચા જડી બુટ્ટીના મૂળ જાદુઈ છે. તે વિવિધ પ્રકારના માનસિક વિકારોથી રાહત આપવામાં મદદ કરે છે. આ જડી બૂટ્ટીના શાંત ગુણના કારણે તે તમને સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે અને તમારી ચિંતાને તેમજ તાણને શાંત કરે છે. તે તમારી યાદશક્તિ પણ વધારે છે અને તેના સુધારવામાં પણ મદદ કરે છે. બચા જડી બુટ્ટીને સ્વીટ ફ્લેગ પણ કહેવામાં આવે છે.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન

image source

જો તાણ કે ચિંતાની સમસ્યાથી તમે પરેશાન હોવ તો તમે ઉપર જણાવેલી ઔષધીઓનો ઉપોયગ કરી શકો છો પણ તે પહેલાં ચિકિત્સકીય સલાહ અવશ્ય લેવી જોઈએ. તે ઉપરાંત તાણ કે ચિંતાને ઘટાડવા માટે જરૂરી એ છે કે તમારે તમારી લાઇફસ્ટાઇલમાં પણ સુધારો લાવવો જોઈ. તેવામાં તમારે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ કરવો જોઈએ જે તમારી સમસ્યાને ઘણા અંશે દૂર કરી શકે છે. આ ઉપરાંત તમને જો કોઈ ખાસ પ્રવૃત્તિ કરવાનો શોખ હોય જેમ કે ગાવું, કોઈ વાદ્ય વગાડવું, કોઈ રમત રમવી તો તે માટે પણ તમારે રોજ એક કલાક જેટલો સમય ફાળવવો જોઈએ. તેનાથી પણ તમારી માનસકિ તાણમાં ઘણો બધો ઘટાડો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત