શરીરના આ રોગોથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો સોજી, સાથે થશે આ અઢળક ફાયદાઓ પણ

આપણામાંથી અનેક એવા લોકો છે જે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવા લાગ્યું ત્યારબાદ પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત થયા અને ત્યારબાદ સ્વાસ્થ્યની વધારે કાળજી રાખતા થયા. કોરોના ફેલાયો ત્યારે લોકોને સમજાયું કે રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોગ હોવી કેટલી જરૂરી છે. જો શરીર અંદરથી સ્વસ્થ ન હોય તો પછી ખૂબ નુકસાન થઈ શકે છે. કોરોના સહિત અનેક રોગ શરીરમાં ઘર કરી શકે છે.

image source

જો કે ભારતીયોના રસોડામાં જે વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે તે અનેક ગુણનો ખજાનો હોય છે. આ વસ્તુઓનું સેવન કરવાથી પણ શરીર સ્વસ્થ રહે છે અને અનેક સમસ્યાઓ પણ શરીરમાંથી છૂમંતર થઈ શકે છે. રસોડામાં ઉપલબ્ધ હોય તેવી સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓમાં સૌથી પહેલા નામ આવે છે રવાનું. રવો દરેક ઘરના રસોડામાં હોય તેવી વસ્તુ છે. રવાનો ઉપયોગ બે વાનગી બનાવવા માટે સૌથી વધુ થાય છે. આ વાનગી છે રવાનો શીરો અને ઉપમા, જો કે રવાના ઢોસા, ઢોકળા, ઈડલી સહિતની વાનગી પણ બને છે. આ વાનગીઓ તમે ચાખી પણ હશે પરંતુ તમે એ વાતથી ચોક્કસથી અજાણ હશો કે રવો એક એવી વસ્તુ છે જે તમને રોગમુક્ત પણ કરી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ રવાનું સેવન કરવાથી થતા લાભ વિશે.

image source

રવો એવી વસ્તુ છે જે સ્વાસ્થ્ય અને સ્વાદ બંને પુરા પાડે છે. રવામાં જે વિટામિન, મિનરલ્સ અને પોષક તત્વો હોય છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. રવો આપણને કઈ કઈ રીતે ફાયદો કરી શકે છે તે જણાવીએ સૌથી પહેલા તો.

image source

ઘરે ઘરમાં ઉપયોગમાં લેવાતા રવામાં ગ્લાસેમિક ઈંડેક્સ ખૂબ ઓછો હોય છે જેના કારણે ડાયાબિટીઝ દર્દી માટે તે બેસ્ટ ઓપ્શન છે. આ સિવાય જેમનું વજન વધારે હોય અને તેઓ વજન કંટ્રોલ કરવા દિવસ-રાત એક કરી રહ્યા હોય તેમણે પણ રવાનો ઉપયોગ તેમના દૈનિક આહારમાં કરવો જોઈએ. કારણ કે રવામાં સારા એવા પ્રમાણમાં ફાયબર હોય છે અને તે પાચનશક્તિને સુધારવામાં મદદ કરે છે.

image soucre

શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે વિટામિન, આયરન અને અન્ય પોષક તત્વોની પણ જરૂરિયાત હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કેઆ બધા જ તત્વ રવામાં ભરપૂર પ્રમાણમાં હોય છે. રવાનું સેવન કરવાથી હૃદય અને કિડનીની કાર્યક્ષમતા પણ છે અને સાથે સ્નાયુ પણ સુચારું રીતે કાર્ય કરે છે.

image source

રવાનું સેવન કરવાથી એનીમિયા રોગ થવાની સંભાવના રહેતી નથી અને જો તમને આ રોગ પહેલાથી જ હોય તો રવો ખાવાથી આ ખામી દૂર થાય છે. રવામાં ફેટ અને કોલેસ્ટ્રોલ બિલકુલ પણ નથી હોતા તેથી જેમનું કોલેસ્ટ્રોલ વધારે હોય તેમના માટે રવો ઉત્તમ ખોરાક સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત