આલિયા અને દિશા પટણી રૂટિન લાઇફમાં કરે છે આ યોગ, જાણો અને કરો, સાથે મેળવો હોટ ફિગર પણ….

યોગના લાભ વિષે આજના સમયમાં કોઈ પણ જાણતું ના હોય એવું નથી. સામાન્ય માણસ હોય કે પછી પીએમ મોદી કે પછી બોલીવુડ અને હોલિવૂડની પ્રખ્યાત ચહેરા બધા માટે જ યોગ એક લોકપ્રિય અને ફિટનેસ પ્ર્વૃતી બની ગઇ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં હજારો વર્ષ પહેલા મળેલું યોગ શાસ્ત્ર આજે આખી દુનિયા એને માને છે અને અપનાવે પણ છે. યોગ એ એક શારીરિક અભ્યાસ છે જે શરીર, શ્વાસ, અને મનને જોડવામાં મદદ કરે છે. આમાં શારીરિક મુદ્રાઓ, શ્વાસ લેવાની પધ્ધતિ અને ધ્યાન સામેલ છે.

image source

ઘણી બધી બોલિવુડની હસ્તીઓ પોતાના ફિટનેસ અને સારું ફિગર મેળવવા યોગ અભ્યાસ કરે છે અને આમાં હમેશા યુવાન રાખવાનું શ્રેય પ્રાચીન સમયથી યોગને આપવામાં આવ્યું છે. દરરોજ યોગ કરવા વાળા લોકોની યાદી બહુ લાંબી છે તો આજે અમે તમને જણાવીશું એવી અભિનેત્રીઓ વિષે જેમની લાઇફ સ્ટાઇલનું અભિન્ન અને મહત્વનું અંગ યોગ છે.

image source

તમે આ 3 ખુબસુરત અને મશહૂર અભિનેત્રીઓ વિષે જાણીને ખુશ થશો કે જેમને પોતાના શરીર, વજન, અને લૂકને સ્વસ્થ અને સુંદર બનાવી રાખવામાં યોગનું નિયમિત પણે અને ફરજિયાત પણે પાલન કરે છે. એમનું માનવું છે કે યોગની મદદથી એ એમનું ફિગર અને લૂક બને જાળવી શક્યા છે તો સાથે સાથે યોગે એમનું જીવન જ બદલી દીધું છે.

બોલિવુડની આ પ્રખ્યાત 3 અભિનેત્રીઓનું ફિટનેસ સિક્રેટ છે યોગ

આલિયા ભટ્ટ કરે છે એરિયલ યોગ

image source

ઘણી બધી અભિનેત્રીઓ એમના મુખ્ય બોડી ટ્રાન્સફોરમેશનમાંથી પસાર છે એમાં આલિયા ભટ્ટ પણ સામેલ છે. ગલી બોય અભિનેત્રી ઘણા બધા લોકો માટે એક પ્રેરણા છે, જે હંમેશા એની ફિટનેસનું ધ્યાન રાખે છે. યોગ આલિયા દ્વારા કરવામાં આવતા ઘણા અભ્યાસો માનો એક છે જેનું એ નિયમિત રૂપે પાલન કરે છે. આની પહેલા આલિયા ભટ્ટે એની સૌથી સારી બહેનપણી આકાંક્ષા રંજન કપૂરની સાથે પોતાનો એરિયલ યોગનો વિડીયો મૂક્યો હતો.

image source

આમાં 3-4 મીટર સિલ્ક કપડાંને કોઈ છત કે પછી કોઈ મજબૂત આધાર પર બાંધવામાં આવે છે. એરિયલ યોગની મદદથી તમે શીર્ષાસન, ઉષ્ટ્રાસન, કે પછી અન્ય કોઈ પણ આસન સરળતાથી કરી શકો છો. શીર્ષાસનમાં પગને કપડામાં લપેટીને બાંધી દેવામાં આવે છે, આમાં કાપડની ઊંચાઈ એટલી રાખવામાં આવે છે કે તમારા હાથ જમીન પર સરળતાથી ટકી શકે. આમાં પગને કપડામાં લપેટીને પકડ મજબૂત બનાવાની કોશિશ કરવામાં આવે છે, આનાથી પગમાં સ્ટ્રેચિંગ બરાબર થાય છે.

image source

-આનાથી મસલ્સ મજબૂત થાય છે.

-ખભા અને કરોડરજ્જુમાં લચીલાપણું આવે છે.

-વજન ઘટાડવામાં મદદ કરે છે.

-બોડી ટોનિંગ માટે પણ ફાયદાકારક છે.

દિશા પટણી

image source

દિશા પટણી એના હોટ લૂક માટે જાણીતી છે અને એના આ લૂકનું રહસ્ય છે યોગ. દિશા ફિટ રહેવા માટે એના દિવસની શરૂઆત યોગથી કરે છે. આમ તો એ અઠવાડિયામાં 4 દિવસ જ જિમમાં જાય છે.

image source

એ યોગની સાથે સાથે કાર્ડિઓ કસરતમાં રિંગ ડિપ્સ અને વેટ લિફ્ટિંગને પણ આમાં સામેલ કરે છે. બોડીને ફ્લેક્સિબલ બનાવા માટે એ જીમનાસ્ટિક કસરત પણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત