વાળ બની જશે એકદમ આકર્ષક અને સુંદર, આજે જ શરુ કરો આમલા ઓઈલનો ઉપયોગ અને નિખારો તમારા વાળની ખુબસુરતી…

વાળ ખરવા, અકાળે સફેદ થવા અને ખોડા જેવી અન્ય ઘણી સમસ્યાઓ દૂર કરવા અને વાળ ને રેશમી અને ચમકદાર બનાવવા માટે તમે આમળા જેલ નો ઉપયોગ કરી શકો છો. વાળની સુંદરતા સુધારવા માટે લોકો વિવિધ ઉત્પાદનો ની મદદ લે છે. તેઓ વાળ ને ત્વરિત સૌંદર્ય આપે છે પરંતુ, પોષણ પ્રદાન કરતા નથી.

image soucre

તેનાથી વાળ ખરવા, અકાળે સફેદ થવું, ખોડો અને રફનેસ વધે છે. આ બધી સમસ્યાઓ ને દૂર કરવા અને તમારા વાળને રેશમી અને ચમકદાર બનાવવા માટે તમે અમલા જેલ નો ઉપયોગ કરી શકો છો. હવે અમે તમને જણાવીએ કે આ જેલ ને ઘરે કેવી રીતે તૈયાર કરવી.

આમલા જેલને આ રીતે તૈયાર કરો

image soucre

આમળા જેલ બનાવવા માટે પહેલા ચાર થી પાંચ આમળા, પાંચ થી છ કઢી પાન, દસ થી પંદર તુલસી ના પાન અને મધ્યમ કદ ની ડુંગળી લો. તે બધાને પાણીથી ધોઈ લો અને ડુંગળી ને છોલી લો. હવે આમળા ને ઉકાળવા માટે લગભગ બે વાટકી પાણીમાં મૂકો. આમળાને બે મિનિટ સુધી ઉકાળી ને તેમાં કઢીના પાન, તુલસીના પાન અને ડુંગળી ઉમેરો.

image soucre

હવે દરેક ને પાંચ મિનિટ સુધી એક સાથે ઉકળવા દો અને પછી ગેસ બંધ કરો અને તેમને ઠંડા રાખવા દો. જ્યારે તેઓ સારી રીતે ઠંડા થાય છે, ત્યારે તેમને પાણી માંથી કાઢી લો અને તેમને મિક્સરમાં એકસાથે મૂકો અને પેસ્ટ બનાવવા માટે તેમને ઝીણા પીસી લો. હવે તેમાં લગભગ અડધો કપ નાળિયેર તેલ મિક્સ કરી તેને એક પાત્રમાં સ્ટોર કરી જરૂર પડે તેનો ઉપયોગ કરો.

આ રીતે વાપરો

image soucre

આમળા ની જેલ વાળમાં લગાવવા માટે પહેલા વાળ ને શેમ્પૂ કરી ને વાળ ને સારી રીતે સૂકાવા દો. હવે આ જેલ ને મૂળ થી લઈને તમારા વાળના છેડા સુધી આંગળીઓ દ્વારા સારી રીતે લગાવો. ત્યારબાદ પાંચ થી સાત મિનિટ સુધી માથા પર મસાજ કરો. ત્યારબાદ તમારા વાળ ને પાંચ મિનિટ માટે ટુવાલ થી બાફી લો અને પછી વાળ ને સૂકાવા દો અને પછી બીજા દિવસે શેમ્પૂ કરો.

વાળને મળશે આ ફાયદા

image soucre

વાળમાં આમળા જેલ નો ઉપયોગ કરવાથી વાળ લાંબા અને જાડા થઈ જશે. સાથે જ વાળ ની તાકાત વધશે અને વાળ ખરતા પણ બંધ થઈ જશે. વાળ નું પોષણ થશે અને તેના ઉપયોગ થી વાળ અકાળે સફેદ થવાની મુશ્કેલી પણ ઓછી થઈ જશે. ડેન્ડ્રફ થી પણ છુટકારો મળશે.

image soucre

છેડેથી ફાટેલા વાળ માટે આમળાનું તેલ એક દરો ઘરેલૂ ઉપચાર છે. હાથ ની આંગળીઓ વડે થોડું હુંફાળું આમળા નું તેલ દરરોજ માથા પર લગાવવા થી છેડે થી ફાટશે નહી, પરંતુ પહેલાથી ફાટેલા વાળ ઠીક થતા નથી. તેના માટે તમે ટ્રીમ કરવી શકો છો જેનાથી તમારા ફાટેલા વાળ દૂર થઇ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત