કોરોનામાં આ જાદુઇ રીતથી ફેફસાંને કરો મજબૂત, કોરોના ભાગશે દૂર અને નહિં થાય ડેમેજ પણ

કોરોનાની બીજી લહેરને લીધે બધા લોકોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે જો તમે આ પ્રકારે શ્વાસ લેશો તો તેમાં તમને ઘણો ફાયદો થાય છે. શ્વાસ લેવા માટે આ એક જાદુઈ પદ્ધતિ છે. તેનાથી તમારા ફેફસા મજબુત બને છે, અને કોરોના જેવી બીમારી થી દુર રાખે છે. તેના માટે નિયમિત દસ થી વીસ મિનીટ કસરત કરવી જરૂરી છે. તો ચાલો જાણીએ કે ફેફસાને મજબુત બનવાની કેટલીક રીતો.

કોરોના જેવી બીમારીમાં શ્વાસ ચડવો, તાવ આવવો, ઓક્સીજન ઓછુ થવું, માંસ પેશીમાં દુખાવો થવો, જેવી સમસ્યા જોવા મળે છે. કોરોનામાં આ સ્ટ્રેન ફેફસા માટે ઘણો ધાતક સાબિત થયો છે. જો તમે પણ આ રીતે શ્વાસ લેશો તો તમને પણ કોરોનામાં ફાયદો થશે.

image source

ફેફસા સુધી ઉંડો શ્વાસ લેતા પહેલા કોઇ શાંત અને પ્રાકૃતિક જગ્યાની મેટ પર સૂઇ જાઓ અને માથુ તેમજ ગોઠણ પર તકિયો રાખી લો. તમે તેને ખુરશી પર બેસીને પણ તેનો અભ્યાસ કરી શકો છો. એક વાતનું ધ્યાન રાખો કે ખુરશી પીઠ, ખભા અને ગરદનને સપોર્ટ આપનારી હોવી જોઈએ.

તમારી આંખો બંધ કરી લો, અને આસપાસના વાતાવરણને અનુભવો, તમે હવાનો અવાજ ઝાડ અને પંખીઓનો અવાજ સાંભળો. ધીમે ધીમે ઉંડો શ્વાસ પેટમાં ભરો અને ત્યાર પછી તેને ધીરે ધીરે છોડો. જયારે પણ તમે આ અભ્યાસ કરો તે સમયે એક હાથ પેટ પર અને બીજો હાથ છાતી પર રાખો.

image source

એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ શ્વાસ લો, ત્યારે અનુભવો કે હવામાં રહેલુ ઓક્સિજન તમારા ફેફસાને મજબૂત બનાવી રહ્યું છે. જ્યારે તમે શ્વાસ છોડો ત્યારે એવો અનુભવ કરો કે બધી નકારાત્મકતા અને બિમારીઓ છોડેલા શ્વાસ સાથે બહાર નીકળી ગઇ છે. શ્વાસ લેવાનો અને છોડવાનો સમય એક સરખો જ રાખવો જોઈએ.

જયારે તમે શ્વાસ લો છો, ત્યારે તમારા મનમાં પાંચ સુધી ગણો, અને શ્વાસ છોડતા સમયે પણ આ સરખી પ્રક્રિયા કરવી. આ રીતે કરવાથી તમારા શ્વાસનો સમય એક રહે છે. કસરત કરતી વખતે તમારે થોડા ઢીલા અને આરામ દાયક કપડા પહેરવા જોઈએ. તમારે આરમ થી જ શ્વાસ લેવો જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારની તાકાત ન લગાવવી જોઈએ. આ કસરત નિયમિત દસ થી વીસ મિનીટ સુધી કરવી જોઈએ.

image source

નિરાંતની સ્થિતિમાં ઊભા રહો અથવા બેસો. ધીમેધીમે નાક વડે ઊંડો શ્વાસ લો, મનમાં પાંચ ગણાય એટલો સમય શ્વાસ અંદર લેતાં રહો. ત્રણ ગણાય ત્યાં સુધી શ્વાસ રોકી રાખો. પછી ધીમેધીમે મનમાં આઠ ગણાય એટલો સમય મોં દ્વારા શ્વાસ છોડતા રહો. દસ થી પંદર વખત આ સમગ્ર ક્રિયા કરતા રહો.

જયારે તમે શ્વાસ અંદર લો તે વખતે પહેલાં પેટનો ભાગ ફૂલવા દો, પછી છાતીનો ભાગ ફૂલવા દો. શ્વાસ છોડતી વખતે છાતીનો ભાગ ઢીલો છોડો અને પછી પેટને અંદર ખેંચો. આ શ્વાસ લેવાની કસરત કરવાથી કોરોના જેવી બીમારીમાં ઘણો ફાયદો આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત