પથરીથી લઇને આ બીમારીથી પીડાતા લોકોએ ક્યારે ના ખાવી જોઇએ બદામ, જાણો આ પાછળનું કારણ

દરેક વ્યક્તિ જાણે છે કે આપણા શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની ઉણપ દુર કરવા માટે બદામ મહત્વના છે અને તેનું સેવન આપણને ઘણા રોગોથી પણ દૂર રાખે છે. દરેક ડ્રાયફ્રૂટમાં બધાની પેહલી પસંદ બદામ હોય છે. કારણ કે કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન ઇ, ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટ્સ વગેરે જેવા તત્વો શામેલ છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એવું કહેવામાં આવે છે કે દિવસમાં 3-4 બદામ ખાવી એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બીજી તરફ જો તેને વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. પરંતુ એક સંશોધન પરથી જાણવા મળ્યું છે કે ઘણા દર્દીએ બદામનું સેવન ના કરવું જોઈએ. બદામ તેમના માટે ખુબ નુકસાનકારક છે. તો ચાલો અમે તમને જણાવીએ કે ક્યાં રોગના દર્દીએ બદામના સેવનથી બચવું જોઈએ.

પથરીની સમસ્યા

image source

અત્યારે પથરીની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. આ સમસ્યા દવાઓની મદદથી થાય છે, પરંતુ ઘણીવાર આ સમસ્યા દૂર કરવા માટે સર્જરી પણ કરાવવી પડે છે. જે લોકોને કિડની અથવા પિત્તાશયની સમસ્યા હોય તેમને બદામથી અંતર રાખવું જોઈએ, કારણ કે તેમાં ઓક્સાલેટ વધારે હોય છે, જે આ સમસ્યા વધારી શકે છે.

બ્લડ પ્રેશરની સમસ્યા

image source

વ્યસ્ત જીવનશૈલી, અયોગ્ય આહાર અને તાણના કારણે ઘણા રોગોને જન્મ આપે છે. હાઈ બ્લડ પ્રેશર હવે એક મોટી આરોગ્ય સમસ્યા બની ગઈ છે. આજે ભારતમાં લાખો લોકો હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી પીડાય છે, હાઈ બ્લડ પ્રેશરને યોગ્ય રાખવા ઇલાજ કરતાં સાવચેતી વધારે મહત્ત્વની છે. આ સમસ્યામાં બદામનું સેવન ન કરવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું. એપેન્ડિસાઈટિસથી પીડિત લોકોએ પણ બદામ ખાવાનું ટાળવું જોઈએ.

પાચન

image source

બદામમાં ઘણાં બધાં ફાઈબર હોય છે જે પાચનમાં સારા છે. તેથી બદામનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સમસ્યાઓ થવા લાગે છે. તેથી જે લોકોને પેહલાથી જ પાચન સંબંધિત સમસ્યાઓ છે તેમણે બદામનું સેવન ના કરવું જોઈએ.

એન્ટીબાયોટીક દવા

image source

જો તમે એન્ટીબાયોટીક દવા લઈ રહ્યા છો, તો તમારે બદામના સેવનથી બચવું જોઈએ. કારણ કે વિટામિન ઇ બદામમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને તેની વધારે માત્રથી માથાનો દુખાવો, થાક જેવી સમસ્યાઓ થાય છે. જો તમે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાને લીધે એન્ટીબાયોટીક દવા લઈ રહ્યા હો તો બદામ ન ખાશો.

એસીડીટી

image source

જે લોકો એસીડીટી અથવા પેટમાં બળતરા થવાની સમસ્યાથી પરેશાન છે, તેઓએ બદામના સેવનથી દૂર રેહવું જોઈએ

જાડાપણું

image source

જે લોકો ચરબી ઘટાડવા માટે યોગ અને ડાયટિંગ કરે છે, તેમણે બદામના સેવનથી બચવું જોઈએ. કારણ કે બદામમાં વધુ પ્રમાણમાં કેલરી જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત