નવજાત બાળકના ખોરાકની આ રીતે કરો શરૂઆત, સાથે આ રીતે પાડો ખોરાક ખવડાવવાની આદત પણ

નવજાતનું થાય ત્યારે સૌ કોઈનુ મન ઉત્સુકતાથી અને કુતૂહલથી ભરેલુ હોય છે. તેને જોતા રહેવાની, તેને ઉંચકવાની સૌને એક ગજબની તાલાવેલી હોય છે. પરંતુ નવજાત બાળક ખૂબ જ નાજુક હોય છે. તેને રમકડાંની જેમ વારંવાર હાથ પણ ન લગાવી શકાય કે ન તો તેની તુલનાં 5-6 વર્ષના બાળકો સાથે કરી શકાય. તેને તો એક અલગ જ પ્રકારની કેરની જરૂર હોય છે. એક સ્પેશ્યલ કેર..આપનું નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થાય ત્યારે તેને યોગ્ય આહાર આપવાનું ધીમે ધીમે ચાલુ કરવું જોઈએ. કેમ કે બાળકો માટે ખાવાનું એકદમ નવું હોય છે. તેના પેટને પાચન કરવામાં સમય લાગે છે. ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, બાળકોને સૌથી પહેલા કેવા પ્રકારના આહારથી શરૂઆત કરશો. અહીં અમે આપને અમુક એવા પ્રકારના ખાદ્ય ખોરાક વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જે નવજાત બાળકને જરૂરથી આપવા જોઈએ, અથવા તો તેની શરૂઆત કરવી જોઈએ.

પહેલીવાર બાળકોને કેવી રીતે ખવડાવશો આહાર-

image source

આપનું બ્રેસ્ટ મિલ્ક અને નક્કર ખોરાક આપ બાળકને આપી શકો છો. જેનાથી બાળકને એક દમ નવો ખોરાક લાગશે નહીં.જ્યારે પણ ખવડાવો થોડી માત્રામાં જ ખોરાક ખવડાવો, એ પણ માતાના દૂધ સાથે. એક ચમચીમાં થોડુક જ લેવું.જ્યારે બાળકને એક દમ સારી રીતે ખાવાની આદાત થઈ જાય, ત્યાર બાદ જ સરફજન અને દહીં ખવડાવવા એ વાતનું પણ ધ્યાન રાખવું.

ઇંડામાં હોય છે પ્રોટીન

image source

ઇંડુ શરીરનાં વિકાસ માટે બહુ જ ફાયદાકારક હોય છે અને ઇંડામાં પ્રોટીનનું ભરપૂર પ્રમાણ હોય છે.પોતાનાં બાળકને દરરોજ ઓછામાં ઓછું એક ઇંડુ તો જરૂર ખવડાવો.

સફરજન

image source

નવજાત બાળકોને સફરજનનો મીઠો અને ખાટ્ટો સ્વાદ ખૂબ પસંદ આવે છે. આપ આપના સંતાન માટે યોગ્ય આહારની શરૂઆત સફરજનથી કરી શકો છો. જેમાં ફાયબર સૌથી વધારે હોય છે અને પુરતા પ્રમાણમાં ફાયબર મળી રહેશે. એટલા માટે તે નવજાત માટે ખૂબ જ લાભદાયક રહે છે. તમે સફરજનની છાલ ઉતારીને તેની સ્લાઈસ કાપીને પણ ખવડાવી શકો છો.

બીટ

image source

બીટને ગરમ પાણીમાં ઉકાળીને નવજાતને ખવડાવવાથી તેમાથી પોષક ત્તત્વો મળી રહે છે. બિટમાં ફોલિક એસિડ હોય છે. જે નવજાતના મગજના વિકાસમાં ખૂબ જ મદદ કરે છે. અમુક બાળકો તો આરામથી બિટ ખાઈ લેતા હોય છે.

નાશપતી

image source

નાશપતીથી બાળકોની પાચન ક્રિયા સારી રહે છે. નાશપતીમાં હલ્કી માત્રામાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે, જે નવજાત બાળકોના હાડકા મજબૂત બનાવે છે. નાશપતીની છાલ ઉતારી તેના બિજ કાઢીને જ્યૂસ તરીકે પણ આપી શકો છો.

દહીં

image source

7થી 8 મહિનાના શિશુને દહીં ખવડાવી શકો છો. દહી ખૂબ નરમ હોય છે. એટલા માટે શરૂઆતના ખોરાકમાં દહીં ખવડાવી શકાય છે. જેમાં કેલ્શિયમનો સારામાં સારો સ્ત્રોત મળી રહે છે, જે શિશુના પાચનને પણ વ્યવસ્થિત રાખે છે.

કેળા અને શક્કરીયા

image source

બાળકો માટે કેળા સુપરફૂડનું કામ કરે છે. જેમાં ફોલેટની હાઈ માત્રા હોય છે. જે બાળકોના મગજને એક્ટિવ રાખવામાં ખૂબ જ મદદ કરે છે. આ ઉપરાંત શિશુને યોગ્ય આહારની શરૂઆતમાં શક્કરીયા પણ ખવડાવી શકાય છે. જેમાં બીટા-કૈરોટીન હોય છે. જે આંખોને તેજ આપે છે. અને શિશુની ઈમ્યુનિટી પણ વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત