જો તમારા બાળકોમાં આ 5 લક્ષણો દેખાય તો તરત જ ચેતી જજો કારણકે એ આપે છે કોરોનાના સંકેત

જો બાળકોમાં આ 5 લક્ષણ જોવા મળે તો બની શકે છે કે તેઓ કોરોનાનો શિકાર હોય

વૈશ્વિક મહામારી બનીને સામે આવેલા કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં તેની ચરમસીમા પર છે. વર્લ્ડોમીટર પ્રમાણે દેશમાં સંક્રમિતોની સંખ્યા 2 કરોડ નજીક પહોંચી ગઈ છે. જ્યારે 7.19 લાખ લોકોના કોરોના વાયરસના સંક્રમણના કારણે મૃત્યુ થઈ ગયા છે. જોકે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં લગભગ 1.17 કરોડ લોકોને આ સંક્રમણમાંથી મુક્તિ મળી ગઈ છે.

image source

આ કોરોના કાળમાં એક છીંક પણ લોકોને ભયભીત કરી મુકે છે. મોટા લોકોની તો ઇમ્યુનિટિ તેમ પણ સારી હોય છે, પણ બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન તેમના માતાપિતાએ વધારે રાખવું પડે છે. અત્યાર સુધીના સંશોધનમોમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસને એક ઓટો-ઇમ્યુન ડિસિઝ બતાવવામાં આવ્યો છે. તેવામાં નાના બાળકોને લઈને ચિંતા ઓર વધી જાય છે, માટે જો તેમનામાં આ લક્ષણો જોવા મળે તો તમારે સતર્ક થઈ જવું જોઈએ.
નાક વહેવું અથવા છાતીમાં કંજેશન થવું

image source

બાળકનું નાક જો સતત વહેતું હોય તેમજ તેમની છાતીમાં જો કફ જામે તો તે કેટલાએ કારણોથી થઈ શકે છે. પણ હાલ જે સમય ચાલી રહ્યો છે તેવામાં આ વાતને જરા પણ ઇગ્નોર ન કરવી જોઈએ. જો બાળકમાં આવી કોઈ મુશ્કેલી જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ઉલ્ટી તેમજ ચક્કર આવવા

image source

અલગ અલગ લોકોમાં આ વાયરસના અલગ અલગ લક્ષણ જોવા મળે છે કેટલાક લોકોની સ્વાદ પારખવાની સેન્સ સાવ જ જતી રહે છે, તો કેટલાકને ઉધરસ થાય છે તો વળી કેટલાકને કોઈ જ લક્ષણ નથી હોતું છતાં તેમને કોરોના વાયરસનું સંક્રમણ થયેલુ હોય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે તેવું એટલા માટે થાય છે કારણકે દરેક વ્યક્તિની ઇમ્યુનિટી અલગ અલગ હોય છે. અને કોવિડ-19થી સંક્રમિત બાળકને ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો કે ચક્કરની સમસ્યા થઈ શકે છે અને જો તેવા કોઈ લક્ષણ જોવા મળે તો પણ તમારે ડોક્ટરની મુલાકાત કરવી જોઈએ.

શ્વાસ લેવામાં મુશ્કેલી થવી

image source

કોવિ-19ના સૌથી સામાન્ય લક્ષણમાં શ્વાસ લેવાની તકલીફનો સમાવેશ થાય છે તે આપણે જાણીએ છીએ. આ વાયરસથી સંક્રમિત લોકોના ફેફસામાં કફ જામી જાય છે જે એક ગંભીર સ્થિતિ ઉભી કરે છે અને તેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. તેવામાં જરૂરી છે કે તમે તમારા બાળકના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો અને શ્વાસ સાથે સંબંધીત કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો ડોક્ટર પાસે જવું જોઈએ.

ઠંડી લાગવી અને શરીરમાં પીડા થવી

image source

જો બાળકને સામાન્ય કરતાં વધારે ઠંડી લાગે અને સાથે સાથે જો તેને શરીરમાં દુઃખાવો થવાની ફરિયાદ રહેતી હોય અને તેનું શરીર ધ્રૂજતું હોય તો તે કોરોના વાયરસનું લક્ષણ કહી શકાય. માટે તરત જ તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

તાવ આવવો

image source

જો બાળકના શરીરનુ તાપમાન એકધારું વધારે રહેતું હોય એટલે કે ગરમ રહેતું હોય તો તે હાલના સંજોગોમાં ચિંતાનો વિષય છે. જો કે, બદલાતી સિઝનમાં આ લક્ષણ ખૂબ જ સામાન્ય હોય છે. પણ જો બાળકોને તાવ પણ આવતો હોય, શરદી હોય, અને તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય તો તમારે તરત જ ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

જ્યારથી કોરોના વાયરસે વિશ્વમાં માથું ઉંચક્યું છે ત્યારથી તેના લક્ષણોમાં ઘણું બધું પરિવર્તન જોવામાં આવ્યું છે. ઘણા લોકોને પગમાં ચાંદાની ફરિયાદ પણ હોય છે. માટે લક્ષણથી સંક્રમિતોને ઓળખવા પણ અઘરા છે. માટે તેમના સચોટ પરિક્ષણ બાદ જ ખ્યાલ આવી શકે છે કે તે સંક્રમિત છે કે નહીં. પણ તેમ છતાં જો કોઈ પણ શંકાસ્પદ લક્ષણ શરીરમાં જોવા મળે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત