અનેક બાળકો બની રહ્યા છે ઓર્ગન ઇન્ફલેમેન્ટરી સિન્ડ્રોમનો ભોગ, જાણી લો આ વિશે વધુમાં નહિં તો..

બાળકોના સ્વાસ્થ્ય વિશેના આ સમાચાર ચોંકાવનારા છે. ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર ના ડેટામાં કહેવામાં આવ્યું છે, કે છેલ્લા પાંચ દિવસમાં ઉત્તર ભારતમાં બાળકોમાં મલ્ટી ઓર્ગન ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના સો થી વધુ કેસ નોંધાયા છે.

image source

આનાથી બધાને આઘાત લાગ્યો છે. એમઆઈએસ-સી (મલ્ટિ ઓર્ગન ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ) ના કેસોમાં આ વધારો ચાર થી અઢાર વર્ષની વયના કોવિડ-૧૯ દર્દીઓમાં જોવા મળ્યો છે. અન્ય કેટલાક દુર્લભ કિસ્સાઓમા છ મહિના સુધીના બાળકોને પણ અસર થઈ હોવાના અહેવાલ જોવા મળ્યા છે.

image source

એક અહેવાલમાં નિષ્ણાતોને ટાંકીને કહેવામાં આવ્યું છે, કે એમઆઈએસ-સી ફેફસાં સિવાયના તમામ અંગો, કિડની અને મગજને પણ અસર કરી શકે છે. જો તેના લક્ષણોને વહેલા ઓળખી કાઢવામાં આવે અને સમયસર સારવાર કરવામાં આવે તો જ તેની વધુ સારી સારવાર કરી શકાય છે.

મલ્ટી ઓર્ગન ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના મુખ્ય લક્ષણો ત્રણ થી પાંચ દિવસ સુધી તાવ આવે છે. તેમાં પેટમાં તીવ્ર દુખાવો, લો બ્લડ પ્રેશર અને ઢીલી ગતિ પણ જોવા મળે છે. આ સમાચારના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે પંજાબ, મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હી થી એમઆઈએસ-સીના કેસ પ્રકાશમાં આવ્યા છે.

image source

આ સમયે વાલીઓ, ખાસ કરીને તેમના બાળકોની સ્થિતિ પર નજર રાખવા તબીબી નિષ્ણાતો દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. તમારા બાળકને ત્રણ દિવસથી વધુ સમય તાવ આવે અને તેની સાથે શરીરમાં દુખાવો થતો હોય તો એ બાબતે સાવચેત રહેવું અને સમજવું કે મામલો ગંભીર છે.

શું એમઆઈએસ-સી જીવલેણ હોઈ શકે છે?

image source

તેમણે કહ્યું હતું કે, એમઆઈએસ-સી ના કિસ્સામાં હાઇપોટેન્શન અને બ્લડ પ્રેશર ઘટે તે પહેલાં પ્રારંભિક સારવાર જરૂરી છે. દર્દીઓને સાત થી દસ દિવસની અંદર રજા આપવામાં આવે છે, અને આ ૯૦ ટકા દર્દીઓને લાગુ પડે છે. તેમણે કહ્યું હતું કે, કિડની અને લિવરને અસર થાય છે, તેવા દસ ટકા દર્દીઓમાં તેમને સાજા થવામાં સમય લાગે છે.

ડો. ગુપ્તાએ એવી ચેતવણી પણ આપી હતી કે જો એમઆઈએસ-સી ની અવગણના કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે. કારણ કે હૃદય, ફેફસાં અને મગજને અસર કરતો કોઈ પણ રોગ જીવલેણ હોઈ શકે છે.

કયા અંગોને નુકસાન થાય છે?

image source

નવી દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર, કોવિડ નિષ્ણાત અને પીડિયાટ્રિક પલ્મોનોલોજિસ્ટ અને ઇન્ટોલોજિસ્ટ ડો.ધીરેન ગુપ્તાએ જણાવ્યું હતું કે એમઆઈએસ-સી ફેફસાં, કિડની અને મગજ સહિતના તમામ અંગોને અસર કરી શકે છે. તેમણે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, “હાલમાં ગંગા રામ હોસ્પિટલમાં એમઆઈએસ-સીના દસ કેસ છે.”

તે ફેફસાં, કિડની અને મગજ સહિતના તમામ અંગોને અસર કરી શકે છે. જો કે, જો કોઈ પ્રારંભિક તબક્કામાં લક્ષણોને ઓળખે છે, તો દર્દીઓની સમયસર સારવાર કરી શકાય છે. ગયા વર્ષે અમારી પાસે એક સો વીસ દર્દીઓ હતા, જેમાંથી એક સિવાય બધા સાજા થઈ ગયા હતા.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત