શું તમે જાણો છો બાળકોમાં કેવા હોય છે કોરોનાના લક્ષણો?

બાળકોમાં કોરોના વાયરસના લક્ષણ
દુનિયામાં છેલ્લા બે ત્રણ મહિનાથી કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના વાયરસ સંક્રમણએ પોતાનો શિકાર અત્યાર સુધીમાં દરેક ઉમરની વ્યક્તિને બનાવી દીધા છે. જેમાં નાના બાળકોથી લઈને યુવાનો, પ્રૌઢ વ્યક્તિઓ ઉપરાંત વૃધ્ધોનો પણ કોરોના વાયરસ સંક્રમણથી સંક્રમિત થઈ ગયા છે.

image source

કોરોના વાયરસના સંક્રમણથી બાળકો પણ બચી શક્યા નથી. આવા સમયમાં તાજેતરમાં જ બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન અને બચ્ચન પરિવારના અને સ્ટાફના કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ કોરોના વાયરસ ટેસ્ટમાં અભિનેતા અમિતાભ બચ્ચન, તેમના દીકરા અભિષેક બચ્ચન, પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન સહિત આઠ વર્ષની આરાધ્યા બચ્ચનનો પણ કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. નાના બાળકોમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળે છે.

image source

ત્યારે આવા સમયમાં માતા પિતાએ બાળકોને કોરોના વાયરસથી સંક્રમિત થતા બચાવવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ હવે અમે આપને જણાવીશું. આ સાથે જ આપને બાળકોમાં કોરોના વાયરસ સંક્રમણના લક્ષણો વિષે પણ જણાવીશું.

બાળકોમાં જોવા મળતા કોરોના વાયરસના લક્ષણો.:

image source

મોટી ઉમરની વ્યક્તિઓની તુલનામાં નાના બાળકોમાં કોરોના વાયરસ સંક્રમણના લક્ષણો હળવા જોવા મળે છે. જો કોઈ બાળક કોરોના વાયરસથી સંક્રમિત છે તો આવા બાળકમાં કોરોના વાયરસના સાધારણ લક્ષણો જોવા મળે છે જેમ કે, તાવ આવવો અને ખાંસી થઈ જવી જેવા લક્ષણો જોવા મળે છે જયારે વયસ્ક વ્યક્તિ જે કોરોના વાયરસથી સંક્રમિત છે તેમનામાં કઈક આવા લક્ષણ જોવા મળે છે જેમ કે, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણ જોવા મળે છે. ઉપરાંત જો કોઈ બાળક કોરોના વાયરસનો શિકાર થઈ ગયો છે તો આવા બાળકમાં આપ જોઈ શકશો કે, બાળક વારેઘડીએ થાકી જાય છે કે પછી ઝાડા થઈ જાય છે. આવું પણ આપને જોવા મળી શકે છે.

image source

બાળકમાં કોરોના વાયરસના અન્ય લક્ષણ કેવા હોય છે.:
કેટલીક કોરોના વાયરસ બાળકોમાં પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સાથે જ જો આપના બાળકનો કોરોના ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવે છે ત્યારે માતા- પિતાએ સાવધ રહેવાની જરૂરિયાત પડે છે. જો આપના બાળકને તાવ આવે છે કે પછી ખાંસી થઈ ગઈ છે કે પછી કોઈ અન્ય કારણસર ગંભીર રીતે બીમાર થઈ ગયા છે તો આપે વધુ રાહ જોયા વિના તરત જ ડોક્ટર સાથે સંપર્ક કરી લેવો જોઈએ.

જો આપના બાળકમાં જોવા મળે આવા લક્ષણો.:

image source

જો આપને આપના બાળકમાં આવા કોઇપણ પ્રકારના લક્ષણો જોવા મળે છે તો આપે તરત જ ડોક્ટરની મદદ લેવાની રહેશે. જેવા કે,બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી, કોઈ પ્રવાહી વસ્તુ ગળાની નીચે ઉતારવામાં તકલીફ પડવી, હોઠ અચાનક જાંબલી થઈ જવા અને મોટાભાગે મૂંઝવણમાં જ રહ્યા કરવું. ખાસ વાત એ છે કે, જયારે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે બંનેમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા હતા નહી તેમ છતાં તેઓના કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે. એટલા માટે હમેશા આ વાત જરૂરી નથી કે બધા જ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં લક્ષણો જોવા મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,