તમાકુ ખાવાથી દાંત પર પડે છે લાલ ડાઘ, જાણો કયા ઉપાયોથી કરી દેશો દાંતને ચકચકાટ

આખી દુનિયામાં કેટલાક લોકો છે જેઓ તમાકુનું સેવન કરે છે તેમજ કેટલાક લોકો સમય રહેતા આ તમાકુની ખરાબ આદતને છોડી પણ દે છે, પરંતુ તમાકુથી ખરાબ થઈ ગયેલ દાંતને ચમકાવી શકતા નથી. આવામાં મોતી જેવા ચમકતા દાંત આપની સુંદરતા અને વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દે છે અને જો આપ ઈચ્છો છો તમાકુનું સેવન કરવાનું છોડી દીધા પછી હવે આપના દાંત ચમકી જાય તો આપ આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો. હવે અમે આપને તમાકુનું સેવન કરવાથી ખરાબ થઈ ગયેલ દાંતને ફરીથી મોતીની જેમ ચમકાવવાના કેટલાક ઉપાયો જણાવીશું.

કોલસાથી સાફ કરો.:

image source

જો આપ આપના તમાકુનું સેવન કરવાથી ખરાબ થઈ ગયેલ દાંતને કુદરતી રીતે પોતાના દાંતને સાફ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો પછી આપે બળી ગયેલ લાકડાના કોલસાને બારીક પીસી લો. ત્યાર પછી કોલસાના આ પાવડરને પોતાની આંગળીઓની મદદથી દાંત પર મસાજ કરો. આમ કરવાથી આપના દાંતના પીળાપણાને દુર થતા કોઈ રોકી શકશે નહી અને આપના દાંત ફરીથી મોતીની જેમ ચમકવા લાગશે.

હિંગનો ઉપયોગ :

image source

આપ આપના તમાકુનું સેવન કરવાથી પીળા પડી ગયેલ દાંતને સાફ કરવા માટે આપના કિચનમાં રહેલ હિંગનો ઉપયોગ કરી શકો છો. એના માટે આપને કઈ ખાસ વધારે કરવાની જરૂરિયાત છે નહી, બસ આપે ફક્ત એટલું જ કરવાનું છે કે, હિંગના પાવડરને પાણીમાં ઉકાળીને ઠંડુ કરવાનું છે હવે આ મિશ્રણથઈ દિવસમાં બે વાર આ પાણીથી કોગળા કરવા. આ ઉપાય કરવાથી આપને દાંતનો દુઃખાવો પણ ઓછો કરી શકે છે.

મીઠું અને સરસોનું તેલ :

image source

મીઠાથી દાંતને સાફ કરવાનો ઉપાય સૌથી જુના ઉપાયો માંથી એક છે. એના માટે મીઠામાં ૨ થી ૩ ત્રણ ટીપાં સરસોનું તેલ ભેળવીને દાંત સાફ કરો, જેનાથી આપના દાંત મોતીની જેમ ચમકવા લાગશે.

મીઠાથી દાંતને સાફ કરો.:

image source

દાંતને વધારે સારા દેખાડવા માટે એક લીંબુના છોતરા પર એક ચપટી મીઠું લગાવીને તેનાથી દાંતની મસાજ કરવાથી દાંતના ધબ્બા ચાલ્યા જાય છે. ખરેખરમાં લીંબુમાં વિટામીન સી હોય છે અને મીઠું આયુર્વેદમાં જણાવ્યા મુજબ ગંદકીને સાફ કરે છે એટલા માટે આ દાંત માટે અદ્દભુત ઉપાય માનવામાં આવે છે.

ગાજરનું સેવન કરો.:

image source

ગાજરથી દાંતના દાગ- ધબ્બાને દુર કરવામાં મદદ એટલા માટે મળે છે કેમ કે, ગાજરનું સેવન કરવામાં ગાજરમાં રહેલ રેશા દાંતની સારી રીતે સફાઈ કરી દે છે. દાંતના ખૂણાઓની ગંદકીને જલ્દી જ દુર કરવામાં મદદગાર સાબિત થાય છે.

હળદરના અચૂક ઉપાય.:

image source

હળદરથી દાંતને સાફ કરવાનો ઉપાય પણ કારગત સાબિત થઈ શકે છે કે, હળદરમાં સરસોનું તેલ અને મીઠું ભેળવીને દાંતને મંજન કરતા હોવ તેવી રીતે પણ દાંતની મસાજ કરવાથી પણ આપના આપના દાંતનું પીળાપણું હોય છે તો તેને દુર કરવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,