બીજા કોઈ વ્યક્તિનો ઇયરફોનનો ઉપયોગ ક્યારેય ન કરતા નહીં તો લાગી જશો ધંધે

આજકાલ દરેક લોકોમાં ઇયરફોનનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સંગીત શાંભળવા રકરે મુવી જોવા કે પછી ઓફિસમાં કામ કરતી વખતે, ભણતી વખતે અથવા અન્ય કોઇપણ કામ કરતી વખતે યુવાનોના કાનમાં ઇયરફોન ભરાયેલા જોવા મળે છે. મોટાભાગના લોકો તેને ગળામાં પણ પહેરીને રાખે છે. જો તમને પણ ઇયરફોન પહેરીને કલાકો સુધી ગીતો સાંભળવા અથવા મૂવી જોવાની ટેવ હોય તો ચેતી જજો. જો તમે ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરતા હો તો તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. આ અંગે એક્સપર્ટે લોકોને સાવધાની પૂર્વક ઈયરફોનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

image source

ખાસ કરીને લોકડાઉનમાં લોકો ઘરે જ વધારે સમય પસાર કરતા હોય આ સમયમાં ઈયરફોનનો ઉપયોગ વધી રહ્યો છે. તો આ ઇયરફોનનો વધુ કાળજીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. બીજા કોઈ વ્યક્તિનો ઇયરફોનનો ઉપયોગ ક્યારેય ન કરવો. તેમજ ઇયરફોનનો ઉપયોગ કરતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો આજે અમે તમને જણાવવાના છીએ જેને ફોલો કરવાથી તમે કાનને થતા નુકશાનથી બચી શકો છો.

image source

આ વસ્તુંનું ખાસ ધ્યાન રાખો: મુસાફરી દરમિયાન લોકો આસપાસનો અવાજ ન સાંભળવો પડે એ માટે ઇયરફોનને કાનમાં ભરાવીને મોટેથી ગીતો સાંભળવા લાગે છે. તેનાથી તેઓ બહારના અવાજથી તો બચી જાય છે. પરંતુ ઇયરફોન દ્વારા નજીકથી થતા અવાજથી કાનને વધુ નુકસાન થાય છે. જેથી મુસાફરી દરમિયાન હાઈ વોલ્યૂમ રાખીને ઈયરફોન ન રાખો.

image source

સ્પીકરનો ઉપયોગ કરો: જો નોકરી એવી હોય કે ઓફિસ પછી પણ ફોન પર વાત કરવી જરૂરી હોય તો કાનમાં ઇયરફોન કે મોબાઈલ ફોનથી વાત કરવાને બદલે મોબાઇલ પર સ્પીકર ચાલુ રાખીને વાત કરો.

image source

વધારે પડતો ઉપયોગ કરવાનું ટાળો: જો તમારે ઇયરફોન લગાવીને કલાકો સુધી કામ કરવું પડતું હોય તો દર કલાકે 10-15 મિનિટ માટે તેને કાઢી લો અને કાનને આરામ આપો. કલાકો સુધી સતત તેનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો પણ થઈ શકે છે.

સેનિટાઈઝ કર્યા પછી વાપરો: આજકાલ માર્કેટમાં જે ઇયરફોન્સ આવી રહ્યા છે તે કાનમાં ઉંડા ઉતરી જતા હોય છે. જો તેને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો ચેપનું જોખમ વધી શકે છે. તેથી, તેનો ઉપયોગ કરતા પહેલાં સેનિટાઇઝરથી ઇયરફોન સાફ કરવાનું ભૂલશો નહીં.

image source

વોલ્યુમ ફક્ત 40% રાખો: ઇયરફોનમાં મોટા અવાજમાં સંગીત સાંભળવું કાનને નુકસાન પહોંચાડે છે અને સાંભળવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. જો ઇયરફોનનો ઉપયોગ કરી રહ્યાં હો તો ગેજેટનો વોલ્યુમ 40% સુધી રાખો.

image source

સારી કંપનીના ઇયરફોન લો: હંમેશાં કોઈ સારી કંપનીના જ ઇયરફોન ખરીદો. આ ઉપરાંત, ખાતરી કરો કે ઇયરફોન એટલા કદના છે કે તેનો ઉપયોગ કરવાથી કાનમાં દુખાવો નહીં થાય. ઓનલાઇન મિટીંગમાં હેડફોનનો ઉપયોગ કરો. તેનાથી કાનને પણ આરામ મળશે અને ચેપ લાગવાની સંભાવના નહીં રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત