કોરોનાકાળમાં જો તમારા ગળામાં ચાંદા પડે તો અપનાવો આ ઘરેલુ નુસખા

કોરોના મહામારીના સમયગાળા દરમિયાન આરોગ્યની વિશેષ કાળજી લેવી મહત્વપૂર્ણ છે. જો કોઈ પણ નાની એવી બેદરકારી પણ મોટી આફત નોતરી શકે છે. ખાસ કરીને ચોમાસામાં લોકોને શરદી, ઉધરરસ, તાવ અને ગળામાં ઈન્ફેક્શન વધારે રહે છે. પરંતુ આપણા પેટની ગરમીને કારણે મોં અને ગળાના ચાંદાઓની સમસ્યા રહે છે. મોઢામાં ચાંદા પડી જવાથી તમે બહુ હેરાન થતા હશો. મોઢામાં ચાંદા પડવાના ઘણા કારણો હોઈ શકે છે. એલર્જી, હોર્મોન્સમાં ફેરફાર, પેટમાં ઈન્ફેકશન જેવા કારણો એટલું જ નહીં મોઢાની અંદર છોલાય જવાથી અથવા કોઈ કારણના લીધે ગાલ કપાય જવાથી મોઢામાં ચાંદી પડી જાય છે.

કોરોનાનું સંક્રમણ લાગી શકે છે

કોરોનાનું જોખમ વધ્યું છે, જેને કારણે ગળાની અને બીજા ઈન્ફેક્શનની વિશેષ કાળજી રાખવી પડે છે નહીં તો કોરોનાનું સંક્રમણ લાગી શકે છે. મોઢામાં ચાંદા પડી જવાથી ખાવા-પીવામાં તકલીફ થાય છે. મોટાભાગે આ ચાંદા ગાલની અંદર થાય છે. મોઢાના ચાંદા ડૉક્ટરની ભાષામાં કેન્સર સોર્સ પણ કહેવામાં આવે છે. મોઢામાં ચાંદા ક્યારેક ક્યારેક બહુ પરેશાન કરે છે. જો કે તે ઓછા સમય માટે હોય છે પરંતુ ક્યારેક ક્યારેક ઘણા સમય સુધી તકલીફ પણ આપે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે તમે ગળાના દુખાવાના લક્ષણો જોશો ત્યારે તમે કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી રાહત મેળવી શકો છે.

મધ

image source

મધમાં બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો જોવા મળે છે, જે ગળાના ચાંદાને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને ગળામાં અલ્સરની સમસ્યા છે, તો પાણીમાં મધ નાખો અને આ પાણીથી કોગળા કરો નહીંતર તમારે મધનું સેવન કરવું જોઈએ. મધ ઘાને સાજું કરે છે અને ચાંદાને આગળ વધતા પણ રોકે છે. મધમાં એક ચમચી આંબળા પાવડર મેળવી લગાવો. આ મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવો. ઘા જલ્દી રૂઝે, તેના માટે તેમાં હળદર પણ મેળવો. દરરોજ પાણીમાં મધ નાખી કોગળા કરવાથી ગળામાં દુખાવાની સમસ્યા દૂર થાય છે,

ટમેટા

image source

જો ગળામાં અલ્સેરેશનની સમસ્યા છે, તો તમારે ટમેટાના રસનું સેવન કરવું જોઈએ અથવા તેને સીધા જ ખાવા જોઈએ. ટામેટાંમાં કેરોટિન, લાઇકોપીન, વિટામિન અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે ગળાના ચેપનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. ટામેટાંનું સેવન કરવાથી આપણી પાચન શક્તિ મજબૂત બને છે અને ગળાના અલ્સરમાં રાહત મળે છે. .

દહી

image source

ગળાના અલ્સરની સમસ્યા દૂર કરવા માટે તમારે દહી લેવું જોઈએ. દહીંનું સેવન કરવાથી મોઢા બેક્ટેરિયા નથી થતા, તેનાથી મોઢા અને ગળાના અલ્સરની સમસ્યા દૂર થાય છે. દરરોજ દહીંનું સેવન કરવાથી આપણી ઈમ્યુનિટી પણ સારી રહે છે અને વાયરલ ચેપનું જોખમ ઘટે છે.

લીંબૂ પાણી પીવું

image source

ગળામાં ખરાશ હોય ત્યારે લીંબૂ પાણી પીવું લાભકારી રહે છે. એક ગ્લાસ પાણીમાં લીંબૂં, એક ચમચી ખાંડ અને ચપટી નમક ઉમેરી રોજ પી જવું.

લસણ

image source

લસણ સૌથી વધારે ગુણકારી સાબિત થાય છે. કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધારવામાં લસણ ઉપયોગી સાબિત થાય છે. લસણમાં એલીસિન નામનું તત્વ હોય છે. આ તત્વ ઈંફેકશનના કારણે ઉત્પન્ન થતા જીવાણુંને મારે છે.

આદુનો ઉપયોગ

image source

પેટની સમસ્યા હોય કે ગળાની આદુ આ સમસ્યાને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આ ગુણના કારણે ગળાનો સોજો અને દુખાવો દૂર થાય છે. એટલે આદુનું સેવન ગળાની સમસ્યા હોય ત્યારે કરતાં રહેવું.

મુલેઠી

મુલેઠી ચાવવાથી પણ ગળાની સમસ્યા દૂર થાય છે. વાતાવરણમાં પરિવર્તન થવાના કારણે ગળાની સમસ્યાઓ થતી હોય તો તેમાં મુલેઠીનો ટુકડો મોંમાં રાખી તેનો રસ ગળે ઉતારવો. 1થી 2 દિવસમાં આરામ મળી જશે.

લવિંગ

image source

લવિંગમાં એંટીબેક્ટીરીયલ ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને ચાવવાથી ગળાનો સોજો અને ખરાશ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત