હોઠને એકદમ મુલાયમ અને ગુલાબી બનાવવા અપનાવો આ ઉપાય, લોકો જોતા જ રહી જશે

જો તમારા હોઠ મુલાયમ હશે તો તમારા જીવનસાથી તમારી તરફ વધુ આકર્ષિત થશે. કારણ કે હોઠ જ છે જેના પર એક નજર જવાથી કિસ કરવાનું મન થઈ જાય છે. તમને જણાવી કે હોઠ શરીરના તમામ ભાગોમાં સૌથી નાજુક અને કોમળ હોય છે, જેની સંભાળ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લિપ બામમાં ઘણા પ્રકારના કેમિકલ જોવા મળે છે

ઘણી યુવતીઓ હોઠને મુલાયમ રાખવા લિપ બામનો ઉપયોગ કરે છે પરંતુ તમને જણાવી દઈએ કે માર્કેટમાં મળતા લિપ બામમાં ઘણા પ્રકારના કેમિકલ જોવા મળે છે, તેનો ઉપયોગ કરવાથી તમારા હોઠને નુકસાન પહોંચાડી શકે છે. તેનો વધુ ઉપયોગ કરવાથી હોઠનો રંગ પણ કાળો થઈ શકે છે. તો ચાલો અમે તમને હોમમેઇડ લિપ સ્ક્રબ વિશે જણાવીએ જે તમારા હોઠને મુલાયમ બનાવશે.

image source

અઠવાડિયામાં ઓછામાં ઓછુ ૨ વાર તો સ્ક્રબિંગ કરાવવું જ જોઈએ. આનાથી ડેડ સ્કીન નીકળી જાય છે અને રુધિરાભિસરણમાં પણ વૃદ્ધિ થાય છે. સ્ક્રબ કરવા માટે ૫ થી ૬ ઓલિવ ઓઈલના ટીપા અને એક ટેબલ સ્પુન શુગરમાં મેળવી દો. આનાથી હોઠોને એક્સફોલીએટ કરો. ત્યારબાદ સારી રીતે હોઠને ધોય લેવા અને પછી હીલીંગ લિપ બટર કે તમારી પસંદગીનું કોઈ લીપ મોયસ્ચરાઈઝ લગાવવું. એક્સફોલીએટર (ડેડ સ્કીનને બહાર કાઢવા) કરવા માટે વેસેલિનને બેબી ટૂથબ્રશ પર લગાવો અને ધીરે ધીરે હોઠને એક્સફોલીએટ કરો. આ પ્રક્રિયા તમે રોજ કરી શકો છો.

મધ અને ખાંડ

image source

એક ચમચી ખાંડમાં મધના 2- ટીપા સારી રીતે મિક્સ કરો. હવે તેને હોઠ પર લગાવો અને તેને સારી રીતે રગડો ત્યારબાદ તેને નવશેકા પાણીથી ધોઈ લો.

ઓલિવ ઓઇલ અને શુગર

image source

એક ચમચી ખાંડમાં થોડાં ટીપાં ઓલિવ ઓઇલનાં ભેળવો. આનાથી હોઠને સ્ક્રબ કરો. તે પછી હોઠને નવશેકા પાણીથી ધુઓ. આ સ્ક્રબ હોઠને થોડી જ વારમાં મોઇશ્ચરાઇઝ કરશે.

ઓલિવ તેલ અને ખાંડ

image source

ઓલિવ એક ચમચી ખાંડમાં ઓલિવ તેલના 2-2 ટીપાં ઉમેરો અને સારી રીતે ભળી દો.

તેને હોઠ પર લગાવો અને તેને સારી રીતે ઘસાવો પછી તેને હળવા પાણીથી ધોઈ લો.

તજ અને મધનું સ્ક્રબ

image source

મધ, તજનો ભૂકો અને ઓલિવ ઓઇલ અડધી-અડધી ચમચી ભેળવી સ્ક્રબ તૈયાર કરો. આનાથી હળવા હાથે હોઠને મસાજ કરો. તે પછી નવશેકા પાણીથી ધોઈ લો.

લિપ સ્ક્રબ

image source

ડાર્ક લિપ્સ અને ફાટેલા હોઠની પરેશાની દૂર કરવા માટે કોફીથી બનેલું લિપ સક્રબ અસરકારક સાબિત થશે. તેના માટે 1 ચમચી મધમાં પા ચમચી ખાંડ, 1 ચમચી કોફી પાઉડર અને 1 ચમચી નારિયેળ અથવા બદામ તેલ મિક્સ કરીને 2 મિનિટ સુધી સ્ક્રબ કરો અને પછી ધોઈ લો. તેનાથી તમારા હોઠ ગુલાબી અને મુલાયમ બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત