જો તમે મોંઢામાં રાખશો આ વસ્તુ, તો ઠંડી-ગરમીની સિઝનમાં નહિં થાય શરદી-ખાંસી, અને બચશો કોરોનાથી..

ગરમીની સીઝન જઇ રહી છે અને ઠંડી દસ્તક આપી રહી છે. વાતાવરણના બદલાવથી થતી બીમારીથી બચવા માટે પણ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કેટલીક પરેશાનીઓ હોય છે નાની પરંતુ નજર અંદાજ કરવા પર ભારે પડી શકે છે. આપણ કિચનમાં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ આપણે સ્વાસ્થ્ય પરેશાનીને ઠીક કરવા માટે કરીએ છીએ. હળદર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. પોતાના એંટીસેપ્ટીક ગુણને કારણે આ ઘા ભરવા ઠીક કરવા સુંદરતા મેળવવા વગેરે માટે પ્રયોગમાં લાવવામાં આવે છે. પણ હળદર ઉપરાંત બીજા પણ અનેક મસાલા છે જેને ઔષધિના રૂપમાં ઉપયોગમાં લઈ શકાય છે.

image soucre

લવિંગ તેમાથી એક છે.મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા લવિંગ કેટલીય બીમારીઓમાં ફાયદો પહોંચાડે છે. લવિંગ ઔષધિય ગુણોનો ખજાનો છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, ફૉસ્ફોરસ, પોટેશિયમ, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ મળી આવે છે. શરદી-જુકામથી લઇને કેટલાય પ્રકારની બીમારીઓમાં તેના ઉપયોગથી રાહત મળે છે. લવિંગમાં યૂજેનોલ હોય છે જે સાઈનસ અને દાંતના દુખાવા જેવા સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓએન ઠીક કરવામાં મદદ કર છે. લવિંગની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં તે ખૂબ લાભકારી છે.

આ સમસ્યાઓમાં રામબાણ ઇલાજ છે લવિંગ

image soucre

શરદી-જુકામની સમસ્યા થવા પર મોંઢામાં લવિંગ રાખવાથી ઘણો આરામ મળે છે. શિયાળામાં આ શરીરમાં ગરમી લાવે છે. લવિંગને ચામાં નાંખીને પીવાથી પણ ફાયદો થાય છે. શિયાળાની સાથે ગળામાં થતાં દુખાવામાં પણ લવિંગ આરામ આપે છે.

image soucre

કેટલાક લોકોને મોંઢામાં દુર્ગંધ આવવાની ફરિયાદ રહે છે, તેના માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ સવારે મોંઢામાં લવિંગ રાખવાથી દુર્ગંધ દૂર થાય છે. આ પ્રકારે એક મહિના સુધી કરવું ફાયદાકારક સાબિત થશે. ઘણીવાર લોકો નોનવેજ ખાદ્યા બાદ અથવા સિગરેટ-દારૂની દુર્ગંધ દૂર કરવા માટે પણ લવિંગ ચાવે છે.

image soucre

જે લોકોના વાળ ખરે છે અથવા તો શુષ્ક પડી ગયા છે તે લોકો લવિંગમાંથી બનાવેલ કન્ડીશનરનો ઉપયોગ કરી શકે છે. વાળને લાંબા અને ભરાવદાર બનાવવા માટે પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગને થોડાક પાણીમાં ગરમ કરીને વાળ ધોવાથી વાળ ભરાવદાર અને મજબૂત થાય છે. કોઇ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઘરેલૂ નુસ્ખાઓનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

image soucre

ખીલ – લવિંગના પ્રયોગથી ખીલ, બ્લેકહેડ્સ કે વ્હાઈટહેડ્સથી પણ છુટકારો મેળવી શકાય છે. આ માટે તમારી સ્કિન મુજબ તમે જે પણ ફેસપૈકનો ઉપયોગ કરો છો તેમ થોડુ લવિંગનુ તેલ મિક્સ કરી લો અને તેને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો. થોડા જ દિવસમાં ચેહરા પરથી ખીલ ગાયબ થઈ જશે અને ચમકદાર થઈ જશે.

image source

માથાનો દુખાવો – પેટના દુખાવા ઉપરાંત માથાનો દુખાવો ઠીક કરવામાં પણ લવિંગ સહાયક છે. આ માટે જ્યારે પણ માથાનો દુખાવો થાય તો પેન કિલરને બદલે એક બે લવિંગ કુણા પાણી સાથે લો. થોડી જ વારમાં આરામ મળશે. સૌથી સારી વાત એ છે કે આ લવિંગ અન્ય પેન કિલરની જેમ કોઈ સાઈટ ઈફેક્ટ નથી કરતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત