બાળકના જન્મ પછી 6 મહિના સુધી માતાએ કરવું આ કામ, નહીં બનો આ ગંભીર રોગોનો ભો

માતાનું દૂધ નવજાત શિશુ માટે કેટલું જરૂરી છે, તે વાત બધાને ખબર હોય છે. છ માસથી એક વર્ષ સુઘીના બાળકને માતાના દૂધથી જરૂરી પોષક તત્ત્વો મળે છે. પરંતુ બ્રેસ્ટફીડિંગથી મહિલાઓને ઓવરી (અંડાશય) સંબંધી બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે. તે ઉપરાંત પણ બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓને ઘણા ફાયદા થાય છે.

બ્રેસ્ટફીડિંગ છોડાવવાનો યોગ્ય સમય

image soucre

બાળક 6 મહિનાનું થાય ત્યાંથી લઈને દોઢ વર્ષ સુધી સ્તનપાન કરાવવું જોઈએ. તેનાથી વધારે માતાનું દૂધ પીવડાવવાથી મહિલાઓના શરીર પર ખરાબ અસર પડે છે. કેમ કે, આ સમય બાદ મહિલાઓના સ્તનમાં દૂધ બનવાનું બંધ થઈ જાય છે.

માને ઘણાં રોગોથી બચાવે છે બ્રેસ્ટ ફીડિંગ

image soucre

માના દૂધમાં એન્ટીબોડીઝ હોય છે જે બેક્ટેરિયા અને વાયરસથી લડવાની તાકાત વધારે છે. સાથે જ બાળકોમાં રોગો સામે લડવાની શક્તિ પણ વધારે છે. પણ મા માટે પણ બ્રેસ્ટ ફીડિંગ કરાવવું દવા સમાન છે.

બ્રેસ્ટ ફીડિંગથી માત્ર બાળકને જ ફાયદો થાય છે એવું નથી. બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી માની ઘણી કેલરી બર્ન થાય છે જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.
બ્રેસ્ટ ફીડિંગ દરમ્યાન ઓક્સીટોસિન હોર્મોન રિલીઝ થાય છે. જે યૂટ્રસને ફરી પહેલાં જેવી અવસ્થામાં લાવવામાં મદદ કરે છે. સાથે જ ડિલીવરી બાદ યૂટ્રસમાંથી થતી બ્લીડિંગને ઘટાડે છે.

image soucre

રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી માને બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સર થવાનો ખતરો ઘટે છે. સાથે જ ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે.

ઘણી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે બ્રેસ્ટ ફીડિંગથી માને ટાઈપ-2 ડાયાબિટીસ, રૂમેટાઈડ આર્થ્રાઈટિસ અને હાર્ટના રોગો સામે રક્ષણ મળે છે.

image soucre

જે મહિલાઓને હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય જો તેઓ રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવે તો બચાવ થાય છે.

બ્રેસ્ટ ફીડિંગ દરમ્યાન માના શરીરમાં પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ થાય છે. જે માને રિલેક્સ અને એકાગ્ર રાખવામાં મદદ કરે છે.

ઓવરી કેન્સરનું જોખમ ઘટી જાય છે

image soucre

જે મહિલાઓ બાળકોને બ્રેસ્ટફીડિંગ કરાવતી હોય છે તેમને બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સર નથી થતું. પોતાની જાતને અને બાળકોને બીમારીઓથી દૂર રાખવા માટે તેમને સ્તનપાન કરાવવું જરૂરી છે. હંમેશાં સ્વસ્થ રહેવા માટે બાળકોને ઓછામાં ઓછા 6 મહિના સુધી સ્તનપાન કરાવવું જોઈએ.

કેન્સરનું જોખમ ઘટી જાય છે

image soucre

સ્તનપાન કરાવતી માતાઓને સ્તન અથવા ગર્ભાશયના કેન્સરનું જોખમ ઓછું રહે છે. સ્તનપાન એક પ્રાકૃતિક ગર્ભનિરોધક છે. બ્રેસ્ટફીડિંગ કરાવવાથી બાળકની સાથોસાથ માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત