આ રીતે કરો લીંબુનો ઉપયોગ, સ્કિન થશે ગોરી અને સાથે થશે આટલા બધા ફાયદાઓ પણ

જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ મહિલાઓના ચહેરા પર ફ્રીકલ્સની સમસ્યા થવી સામાન્ય છે.ઘણી મહિલાઓનો તો આખો ચેહરો ડાઘ-ધબ્બાથી ભરાય જાય છે,જેના કારણે ચહેરાની આખી સુંદરતા નકામી બની જાય છે.ફ્રીકલ્સની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સ્ત્રીઓ ઘણીવાર પાર્લરમાં જાય છે અને વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે,પણ તેના કારણે ફ્રીકલ્સમાં કઈ જ ફેર નથી પડતો.પણ આજે અમે તમને એવા ઘરેલુ ઉપાય વિશે જણાવીશું જેની મદદથી માત્ર થોડા જ દિવસોમાં તમારા ફ્રીકલ્સની સમસ્યા દૂર થશે અને તમારો ચેહરો એકદમ ગ્લોઈંગ થઈ જશે.

1- જો તમે ફ્રીકલ્સની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હોય તો એક બાઉલમાં જવનો લોટ લો.હવે તેમાં થોડું દહીં,લીંબુનો રસ અને ફુદીનાનો રસ મિક્સ કરી તમારા ચહેરા પર લગાવો.જ્યારે તે સુકાઈ જાય પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.આ ઉપાય નિયમિત અજમાવવાથી તમારી ફ્રીકલ્સની સમસ્યા તમારા ચહેરા પરથી દૂર થઈ જશે.

image source

2- જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે તમારા ચહેરા પર સનસ્ક્રીન લોશન લગાવો.સુતા પહેલા દરરોજ રાત્રે ફેસવોશથી ચહેરો ધોઈ લો.આ આદત પડવાથી તમારા ચહેરા પરની ગંદકી દૂર થઈ જશે.જેથી તમારી ફ્રીકલ્સની સમસ્યા પણ દૂર થશે.

3- ફ્રીકલ્સની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારા ચહેરા પર લીંબુ,હળદર અને ચણાનો લોટને મિક્સ કરી એક પેસ્ટ બનાવો અને આ પેસ્ટ તમારા આખા ચેહરા પર લગાવો.આ કરવાથી તમારા ચેહરા પરની ફોલ્લીઓ દૂર થશે તેમજ ફ્રીકલ્સની સમસ્યાથી પણ છૂટકારો મળશે.

image source

4 કોટનની મદદથી તમારા ચેહરા પરના ફ્રીકલ્સ પર લીંબુનો રસ લગાવો.રસ લગાવ્યા પછી તેને 15-20 મિનિટ માટે રહેવા દો.ત્યારબાદ તમારા ચેહરાને પાણીથી ધોઈ લો.આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વાર કરી શકાય છે.જેમની ત્વચા સંવેદનશીલ છે,તેઓએ નિષ્ણાતની સલાહ લઈને જ લીંબુનો ઉપયોગ કરવો.લીંબુનો ઉપયોગ કરીને ફ્રીકલ્સથી છુટકારો મેળવી શકાય છે.આ સંદર્ભમાં એક સંશોધન પ્રકાશિત થયું છે.સંશોધન મુજબ ફ્રીકલ્સ હાઈપરપીગમેન્ટેશન દ્વારા થાય છે.લીંબુમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે,જે ડિપિગમેન્ટિંગ એજન્ટ તરીકે કામ કરીને હાયપરપીગમેન્ટેશનને રોકવામાં મદદ કરી શકે છે.વિટામિન-સીની આ પ્રક્રિયા ફ્રીકલ્સથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

image source

5 ફ્રીકલ્સ પર એલોવેરા જેલ લગાવો.આ પછી તેને 15-20 મિનિટ માટે રહેવા દો.પછી તમારો ચેહરો સાદા પાણીથી ધોઈ લો.આ ઉપાયનો દૈનિક ઉપયોગ કરી શકાય છે.સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા ફ્રીકલ્સની સમસ્યા થઈ શકે છે.એલોવેરા આ સમસ્યાને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે,કારણ કે તેની કિરણોત્સર્ગ રક્ષણાત્મક ગુણધર્મ ત્વચાને રેડિયેશન નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે અને અત્યારે એલોવેરા પર વધુ સંશોધન કરે છે.

image source

6 ફ્રીકલ્સની સમસ્યા દૂર કરવા માટે દહીં પણ ફાયદાકારક છે.આ માટે તમારા ચેહરા પર દહી લગાવીને લગભગ 10 મિનિટ સુધી થોડું માલિશ કરોત્યારબાદ ત્વચાને પાણીથી ધોઈ લો.આ ઉપાય દરરોજ બે વાર કરી શકાય છે.દહીં પોષક તત્વોથી ભરપુર છે.તે ત્વચા માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે.દહીંમાં લેક્ટિક એસિડ હોય છે,જે બ્લીચિંગ ગુણધર્મો ધરાવે છે.આ ગુણધર્મ ફ્રીકલ્સની સમસ્યાને ઘટાડવામાં મદદ કરી શકે છે.

7 ફ્રીકલ્સની સમસ્યા દૂર કરવા માટે મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો.ચેહરા પરના ફ્રીકલ્સ

image source

પર આ પેસ્ટ લગાવો.ત્યારબાદ તેને 20 મિનિટ માટે રહેવા દો.આ પછી તમારી ત્વચાને પાણીથી ધોઈ લો.આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વાર કરી શકાય છે.ત્વચા પર મધ લગાડવાથી ઘણા ફાયદા થઈ શકે છે,જેમાંથી એક ફ્રીકલ્સથી છૂટકારો મેળવવાની છે.ખરેખર ફ્રીકલ્સ થવાનું કારણ સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ છે. આ વિષયના સંદર્ભમાં એક સંશોધન પણ પ્રકાશિત થયું છે.સંશોધન કહે છે કે મધ સૂર્યના નુકસાનકારક યુવી કિરણોથી ત્વચાને સુરક્ષિત કરી શકે છે.તેથી મધનો ઉપયોગ ફ્રિકલ્સના ઘરેલું ઉપાય તરીકે કરી શકાય છે.

image source

8 કેળાની છાલ પણ ફ્રિકલ્સની સમસ્યા દૂર કરે છે.આ માટે તમારી ત્વચા પર કેળાની છાલ ઘસવી.ત્યારબાદ 20 મિનિટ સુધી તેને રહેવા દો.આ પછી તમારી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો.કેળાની છાલ ફ્રિકલ્સ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે.સંશોધન સૂચવે છે કે કેળાની છાલ મેલાનોજેનેસિસ પ્રક્રિયાને અવરોધિત કરીને મેલાનિનના ઉત્પાદનને નિયંત્રિત કરવા માટે કાર્ય કરી શકે છે.

image source

9 સૌથી પેહલા અડધો કપ કાપેલા કીવીના કટકા લો ત્યારબાદ તેમાં 2 સ્ટ્રોબેરી નાખી તેને પીસી પેસ્ટ બનાવો.ત્યારબાદ આ મિશ્રણને ફ્રિકલ્સના ભાગ પર લગાવો.પછી લગભગ 20 થી 25 મિનિટ માટે છોડી દો.આ પછી ત્વચાને પાણીથી ધોઈ લો.આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વાર કરી શકાય છે.કિવિ ફળમાં વિટામિન ઇ અને વિટામિન સી હોય છે.વિટામિન ઇ અને વિટામિન સી ત્વચાને સૂર્યના નુકસાનકારક યુવી કિરણોથી સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.તેથી એમ કહી શકાય કે કિવિના ફાયદા યુવી કિરણોને લીધે થતાં ફ્રીકલ્સ સામે રક્ષણ આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત