જીવનશૈલીમાં લાવો આ બદલાવ, આપોઆપ જ ઘટવા લાગશે વજન

લોકો કદાચ એવું વિચારતા હશે કે સ્થૂળતા સામે જે વ્યક્તિ ઇચ્છે તે લડી શકે છે અને પોતાનું વજન ઓછું કરી શકે છે. પરંતુ શું ખરેખર આવું થાય છે? મેડિકલ સંશોધનો આ વિશે કંઈક અલગ જ તથ્યો રજૂ કરે છે.આપણે બધા કુદરતની ઉપજ છીએ અને તેથી આપણે કુદરતના જૈવિક માપદંડોને પ્રતિક્રિયા આપીએ છીએ.

image source

આથી જો આપણે આપણી ખાવા, ઊંઘવા, ફરવા અને વિચારવાની રીતો માટે કુદરત સાથે તાદાત્મ્ય સાધી શકીએ તો આપણે કુદરતી રીતે સમૃદ્ધ બની શકીશું. આપણે ડાયટમાં માનવાનું ઘણા સમયથી છોડી દીધું છે. એક રિસ્ટ્રિક્ટેડ ડાયટ એ છે કે જેમાં તમારે અમુક ખાસ ખોરાક કે તત્ત્વો લેવાનાં બંધ કરી દેવાનાં હોય છે,જેવાં કે, કાર્બોહાઈડ્રેટ અથવા પ્રોટીન, મર્યાદિત ડાયટ પોષણની અછત, ઝડપી અને અનિચ્છનીય અથવા તો બિનઆરોગ્યપ્રદ વજનવધારો અને મોટાભાગના કિસ્સામાં હતાશા અને નિરાશા તરફ દોરી જાય છે. જે લોકો આ ડાયટ કરે છે તેઓ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે.

image source

ખૂબ ખરાબ અનુભવે છે અને દેખાય છે અને તેમાંના મોટાભાગના લોકો જ્યારે સામાન્ય આહાર શરૂ કરે ત્યારે ગુમાવેલું વજન પાછું વધારી દે છે (અને ઘણી વાર તો પહેલાંથી પણ વધારે) આવો ડાયટ માત્ર વજન પર કેન્દ્રિત હોય છે અને કદી પણ ચરબીના ઘટાડા અને સામાન્ય સ્વાસ્થ્ય પર આધારિત હોતા નથી. લોકો માત્ર એક કપડામાં ફીટ બેસવા અને આવનારા હોલિડે કે પ્રસંગ પૂરતું આવા મૂર્ખતાપૂર્ણ ડાયટ માટે દોટ મૂકે છે. આ પ્રક્રિયામાં તેઓ ઘણું ગુમાવે છે.

image source

એકલું ડાયટિંગ કોઈ કામ કરતું નથી, તેની સાથેસાથે જીવનશૈલીમાં કરેલા ફેરફાર અને તેની સાથે સરસ કસરતો કે જે તમે માણતા હોવ, જેનાથી તમને સારી ઊંઘ આવતી હોય, માનસિક તાણનું નિયમન થતું હોય, સારો પૌષ્ટિક આહાર અને તમારા મનનું બળ આ બધું જ્યારે જોડાયેલું હોય તે જરૂર કામ કરે છે. કસરત ક્યારેય પણ ત્રીસ મિનિટથી વધારે ન કરવી જોઈએ. આ સાથે જીવનમાં ધ્યાન અથવા મેડિટેશનને વણી શકીએ તો અર્થપૂર્ણ જીવનનું સમીકરણ પૂરું થાય છે.

image source

પણ આ માટેનો નક્કર ઉપાય હોય તો તે છે જીવનશૈલીમાં કરવો જોઈતો ફેરફાર. જ્યારે તમારા આરોગ્ય અને સારા રહેવા માટે જીવનશૈલીમાં પરિવર્તન કરો છો ત્યારે તમે કલ્પી શકો તેના કરતાં વધારે ફાયદા મળે છે. તે તમારા વર્તન અને વિચારોને બદલે છે અને તમારા શરીરને માન આપતાં શીખવે છે, પરંતુ જો તમારે વજન ઘટાડવું હોય અને તેને જાળવી રાખવું હોય તો દૈનિક જીવનમાં ફેરફાર કરવા જ પડશે, પરંતુ જીવનશૈલીના ફેરફારો કેવા હોય છે અને તમે કેવી રીતે જાણશો કે તમે તે કર્યા છે? ડાયટ અંગેની માનસિકતા અને જીવનશૈલી અંગેની માનસિકતા વચ્ચેનો તફાવત એ માત્ર દૃષ્ટિકોણની જ વાત છે.

image source

ડાયટ એ માત્ર આંકડાઓ છે – વજનકાંટા પરના અને તમે જે કેલરી લો છો અને જે કેલરી વાપરો છો તેના આંકડા. સફળતાનું માપન તમે એ આંકડાઓને કેટલી હદ સુધી વળગી રહો છો તેમાં છે. જીવનશૈલીના ફેરફારો સમગ્રપણે તમારા છે. તે તમારા આહાર અને શારીરિક પ્રવૃત્તિ અને વાસ્તવિક હેતુઓ તથા ઈચ્છાશક્તિ સાથે કરવામાં આવતું જોડાણ છે. આમાં સફળતાનું માપન તમે આ ફેરફારોથી પોતાની જાત માટે શું અનુભૂતિ કરો છો તે વડે થાય છે.

image source

જૂની કહેવત છે કે ‘રાજાની જેમ સવારનો નાસ્તો અને ભિખારીની જેમ ડિનર કરવું જોઈએ.’ આ કહેવત પાછળ એક તથ્ય છૂપાયેલું છે.
મેદસ્વિતા મામલે નિષ્ણાત ડૉ. જેમ્સ બ્રાઉન કહે છે કે જેટલું મોડું આપણે જમીએ છીએ, તેટલું વજન વધે છે. એટલે નહીં કે આપણે રાત્રે કોઈ કામ કરતા નથી, પણ એ માટે કેમ કે આપણા શરીરની ઘડિયાળ આ રીતે કામ કરે છે. તેઓ કહે છે, “રાત્રિના અંધારાની સરખામણીએ દિવસના સમયગાળા દરમિયાન જ્યારે અજવાળું હોય છે, ત્યારે શરીર સારી રીતે કૅલરીને હેન્ડલ કરે છે”ડાયટ તમને મનથી એવું ધારવા પ્રેરે છે કે અમુક ચોક્કસ વજન જ આનંદ મેળવવાની અને બીજા પ્રશ્નોના ઉકેલની ચાવી છે.

image source

જીવનશૈલીના ફેરફારો માને છે કે વધુ વજન હોવું એ સામાન્ય રીતે અન્ય પ્રશ્નોનું પરિણામ છે, કારણ નથી. મૂળભૂત તકલીફ તમે શું ખાઓ છો કે પછી કેટલા પ્રમાણમાં ખાઓ છો તેની નથી પણ કેવી રીતે અને શા માટે ખાઓ છો તેમાં છે. બેધ્યાનપૂર્વક અને આવેગોની અસરમાં આવીને ન ખાવું જોઇએ. વિચારીને ખાવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત