બેક્ટેરિયાની સાથે જ શરીરમાં પ્રવેશે છે કોરોના વાયરસ, આ રીતે આપો ધ્યાન

દેશ અને દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ ઘેરું બની રહ્યું છે ત્યારે લોકો કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું સતત ધ્યાન રાખી રહ્યા છે. પરંતુ હવે એઈમ્સના વૈજ્ઞાનિકોનો દાવો છે કે બેક્ટેરિયાની સાથે સાથે લાળની મદદથી પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશે છે. જો તમે લાંબી મુસાફરી કરો છો તો માસ્ક ચહેરા પર રહે છે અને તેના કારણે લાળ બનવાનું ઓછું થાય છે. આ સાથે તમારે હવે મોઢાની સફાઈ એટલે કે ઓરલ હાઈજિન પર પણ ધ્યાન આપવાનું રહેશે.

ઈન્ફ્લુએન્ઝા મહામારીમાં પણ જોવા મળી હતી બેક્ટેરિયલ ઈન્ફેક્શનની અસર

image source

મળતી માહિતી અનુસાર 1918માં ઈન્ફલુએન્ઝા મહામારીમાં પણ બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો દુષ્પ્રભાવ મળ્યો હતો. વર્ષ 2009માં એચ1એન1 ફ્લુથી ઓછું અને બેક્ટેરિયલ સુપર પોઝિશનથી વધારે મોત થયા હતા. લાળના કારણે રોગજનક બેક્ટેરિયાના નીચે શ્વસનમાં જમા થાય છે.તેનાથી ફેફસાનું સંક્રમણ વધે છે. ઓરલ હાઈજિનથી ફેફસાની વચ્ચે જીવાણુઓની સંખ્યા વધવા લાગે છે.

વારેઘડી ખાવાથી બેક્ટેરિયા આ રીતે કરે છે અસર

image source

જ્યારે દાંતની વચ્ચે ખાદ્ય પદાર્થના ટુકડા ફસાઈ રહે છે ત્યારે બેક્ટેરિયાની સંખ્યા વધે છે જે પેઢા અને જીભ પર ચોંટેલા રહે છે. એક અધ્યયન અનુસાર વાયરસ ફક્ત આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને સાથે જ અંદર સુધી પહોંચીને અસર કરે છે. ખાદ્ય પદાર્થ દાંત કે પેઢામાં ફસાઈ રહેવાના કારણે મોઢાનું તાપમાન 27-30 ડિગ્રી સેલ્સિયસથી વધારે ન હોવાના કારણે સંક્રમણનો ખતરો રહે છે.

નિમોનિયાથી ઓરલ હાઈજિન પર અસર

image source

બ્રિટિશ ડેન્ટલ જર્નલમાં કહેવાયું છે કે ઓરલ હાઈડિન અને તીવ્ર વાયરલ શ્વસન સંક્રમણ પર શોધ થઈ છે. તેમાં વૃદ્ધોને નિમોનિયા પીડિત હોવામાં ખરાબ ઓરલ હાઈજિન કારણ મળી રહ્યું છે. એવામાં કોરોનાના 50 ટકા કેસમાં વધારે મોત બેક્ટેરિયલ સુપર ઈન્ફેક્શનના કારણે થાય છે.

યાત્રા પહેલાં અને યાત્રા દરમિયાન પણ આ રીતે કરી લો બચાવ

image source

માનવામાં આવે છે કે યાત્રા પહેલાં દાંતને સારી રીતે સાફ કરો.ખારા પાણીથી કોગળા કરો. નાક સાફ કરો અને યાત્રા સમયે કંઈ પણ ખાઓ કે પીઓ તો તરત બ્રશ કરો. એક સ્વચ્છ અને સ્વસ્થ મોઢાથી વાયરસ સંક્રમણનો ખતરો ઘટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત