કોરોનાના આ લક્ષણોને લઇને થયો સૌથી મોટો ખુલાસો, જાણી લો જલદી નહિં તો..

કોરોના મહામારી ભલે 2019 થી શરુ થઇ હોય પણ હજુ સુધી તે પીછો છોડવાનું નામ નથી લઇ રહી. કોરોના વાયરસ ક્યારે સમાપ્ત થશે તેના વિષે પણ કોઈ દાવા પૂર્વક કહી શકે તેમ નથી. આ રોગના અલગ અલગ કેટલાય અધ્યયન પણ થઇ રહ્યા છે.

image source

કોરોના સંક્રમણની લહેરો દરમિયાન મોટાભાગના દર્દીઓને શરદી, તાવ અને શ્વાસ સંબંધી તકલીફ પડવાની સાથે સાથે ગંધ ન સૂંઘી શકવાની અને સ્વાદ પારખવાની શકતી પણ નબળી પડવાની ફરિયાદ હતી. કોવીડ 19 ના અનેક એવા પોઝિટિવ કેસો પણ જોવા મળ્યા હતા જેમાં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. ત્યારે હવે એક નવા અધ્યયનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે માથાનો દુખાવો અને ગળામાં ખરાશની સમસ્યા કોરોના વાયરસના સૌથી સામાન્ય લક્ષણો છે.

image source

કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિક જેઓ એક કોરોના વાયરસ પર અવલોકન અંગેનો પ્રોજેક્ટ પણ ચલાવે છે તેઓના કહેવા મુજબ કોરોના વાયરસની બીમારી હવે અલગ પ્રકારે કામ કરી રહી છે. વૈજ્ઞાનિકોના માનવા મુજબ મે મહિનાની શરૂઆતથી જ ઝડપથી ફેલાયેલા ભારતીય ડેલ્ટા વેરિએન્ટ લક્ષણોમાં ફેરફાર પાછળનું કારણ હોઈ શકે.

image source

આ અધ્યયનના પ્રમુખ શોધકર્તા ટિમ સ્પેકટર કહે છે કે જો લોકોને એમ લાગે છે કે તેમને શરદી થઇ છે તો તેઓએ તેનો ટેસ્ટ કરાવવો જોઈએ જેથી કોરોના વાયરસની કોઈપણ સંભાવના કે પ્રસારને રોકવામાં મદદ મળે.

image source

વાયરસના લક્ષણોની ઓળખ કરવા માટે કિંગ્સ કોલેજ દ્વારા એક ZOE નામની એપ વિકસિત કરવામાં આવી હતી. આ એપને ગયા માર્ચ મહિનામાં જ લોન્ચ કરવામાં આવી હતી. આ દેશનું સૌથી મોટું લક્ષણ ટ્રેકિંગ અધ્યયન છે.

image source

ZOE એપ દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલા ડેટા થકી જાણવા મળ્યું કે કોરોના મહામારીના સૌથી શરૂઆતના લક્ષણોમાં ખાંસી સૌથી પ્રમુખ લક્ષણ છે. જેમાં 46 ટકા સંક્રમિત રોગીઓને આ વિષયે ખબર જ ન હતી પરંતુ તેઓ કોરોના સંક્રમિત હતા.

પ્રોફેસર સ્પેકટરએ જણાવ્યું કે લોકોને એ ખબર નથી અને લોકો એ વિચારી પણ નથી રહ્યા કે તેને કોઈ પ્રકારની વાયરલ શરદી છે અને તેઓ પાર્ટીમાં જાય છે અને કોરોના વાયરસને ચારે બાજુએ ફેલાવી શકે છે.

image source

પ્રોફેસર સ્પેકટર આગળ એમ પણ જણાવે છે એ મે મહિનાની શરૂઆતથી અમે આ લક્ષણો પર અધ્યયન કરી રહ્યા છીએ કે જે પહેલા લક્ષણો હતો તે હવે નથી. કોરોનાના લક્ષણોમાં પ્રથમ ક્રમે માથાનો દુખાવો અને ત્યારબાદ ગળામાં ખરાશ, નાક વહેવું અને તાવ, તથા ખાંસી પાંચમા ક્રમે છે. કોરોનના લક્ષણોમાં શરીરમાં થાકનો અનુભવ પણ આવી જાય છે. જો કે તે ઉપરોક્ત શરૂઆતના લક્ષણો બાદનું લક્ષણ છે.