જો તમે પણ ભીંડાની સાથે આ વસ્તુ ખાતા હોવ તો હવેથી કરી દેજો બંધ, નહિં તો આ બીમારીઓના બની જશો ભોગ

તમારામાંથી મોટાભાગના લોકોને ભીંડાનું શાક ખુબ જ ભાવતું હશે. તમે જાણો છો કે ભીંડાનું સેવન આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. લોકો પોતાની ફિટનેસ જાળવવા માટે ભીંડાનું સેવન કરે છે. ભીંડામાં એવા ઘણાં પોષક તત્વો હોય છે જે તેને હાનિકારક રોગોથી આપણને બચાવે છે.

image source

ભીંડામાં ફાઇબર, ફોલેટ, પાયરિડોક્સિન, થાઇમિન, વિટામિન સી, વિટામિન એ, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝીંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. આ દરેક તત્વો આપણા શરીર માટે યોગ્ય ગુણવત્તાનું કામ કરે છે. જો કે દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભીંડાનું સેવન ઘણી ચીજો સાથે કરવાથી આપણા શરીરમાં ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે કઈ ચીજોનું સેવન ભીંડા સાથે ના કરવું જોઈએ.

image source

ક્યારેય પણ ભીંડાની સાથે અથવા ભીંડા ખાધા પછી મૂળા ન ખાવા જોઈએ. જે લોકો આ કરે છે તેમના શરીરમાં ઝેર ફેલાય છે. આને કારણે શરીર પર અથવા ત્વચા પર સફેદ ફોલ્લીઓ થવા લાગે છે. આ સિવાય પેટને લગતા રોગો પણ થઇ શકે છે.

image source

ઘણા લોકોને ભીંડાનું શાક ખાવાનું ખૂબ પસંદ હોય છે અને તેઓ મોટા પ્રમાણમાં તેનું સેવન કરે છે. પરંતુ ભીંડાના શાકનું સેવન વધારે માત્રામાં ન કરવું જોઈએ કારણ કે તેનાથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે.

તમને ખબર નહીં હોય કે ભીંડાનું વધુ સેવન કરવાથી કિડની અને પિત્તાશયમાં પથરી થવાનું જોખમ વધે છે. જેમને પહેલેથી જ પથરીની સમસ્યા છે, તેઓએ ભીંડાનું સેવન ન કરવું જોઈએ. ભીંડામાં ઓઝાલેટ નામનું એક તત્વ મોટી માત્રામાં જોવા મળે છે. આ કારણોસર પથરીની સમસ્યા વધે છે.

image source

ભીંડામાં વિટામિન-કે જોવા મળે છે. તે શરીરમાં લોહીને જાડું કરવા માટે કાર્ય કરે છે જેઓ લોહીને જાડા કરવા માટેની દવાઓનું સેવન કરે છે તેઓએ ડોક્ટરની સલાહ પછી જ ભીંડાનું સેવન કરવું જોઈએ. કારણ કે દવાઓ અને ભીંડા બંનેનું સાથે સેવન કરવાથી શરીરમાં લોહીના ગંઠાઈ જવાનું શરૂ થઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

જાણો ભીંડાનું સેવન કેવી રીતે કરવું જોઈએ.

– હંમેશાં તાજા ભીંડાની ખરીદી કરો.

image source

– ભીંડા ખરીદતા પેહલા તેને દબાવો, જો ભીંડા નરમ હોય તો જ ખરીદો, કારણ કે જાડા ભીંડાનું શાક પણ સારું ન બને અને તે બનવામાં પણ વધુ સમય લે છે.

– ભીંડા ખરીદતા પેહલા એ ધ્યાનમાં રાખો કે તેમાં કોઈ રાસાયણિક કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય.

image source

– ભીંડા ધોઈને ફ્રિજમાં સંગ્રહિત કરી શકાય છે. પરંતુ એક કે બે દિવસમાં જ ફ્રિજમાં રાખેલા ભીંડાનો ઉપયોગ કરવો જોઈએ. તમારે ચાર દિવસથી વધુ સમય માટે ફ્રિજમાં રાખેલા ભીંડાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત