ભૂલ્યા વગર તમે પણ રાત્રે ત્વચા પર કોકોનટ ઓઈલ લગાવીને સુવો, ચહેરો બનશે સુંદર અને આકર્ષક…

નાળિયેર માંથી કાઢેલ નાળિયેર તેલ અથવા સૂકા નાળિયેર ફ્લેક્સનો ઉપયોગ દક્ષિણ ભારતીય રસોઈમાં એટલે કે ભોજન બનાવવામાં થાય છે. પરંતુ નાળિયેર તેલના અન્ય ઘણા બધા ફાયદા છે. હવે, જ્યારે આપણે બધા પોતપોતાના ઘરોમાં જ બંધ છીએ અને બહાર દુકાનોમાં નથી જઈ શકતા, તો હવે ઘરના ઉપાય જ એટલે કે ઘરેલું નુસખા જ આપણા માટે ઉપયોગી થશે.

image source

જો તમને ખબર નથી, તો પછી અમે તમને નાળિયેર તેલના ઘણા સૌંદર્ય લાભો છે તે વિશે જણાવી દઈએ. આમ તો આપણે આપણી ત્વચા માટે ઘણા સૌન્દર્ય ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણા ઘરમાં જ ઘણી એવી વસ્તુઓ હોય છે, જેનાથી તમે તમારી ત્વચાની વિશેષ કાળજી લઈ શકો છો.

image source

નારિયેળ તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. તે વાળને તંદુરસ્ત અને મોઇશ્ચરાઇઝિંગ બનાવવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, તેનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને ચમકદાર પણ બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે નાળિયેર તેલના ઘણા સૌંદર્ય લાભ પણ રહેલા છે.

image source

નાળિયેર તેલમાં ફેટી એસિડ હોય છે, જે તમારી ત્વચાને ચુસ્ત રાખવામાં તમારી મદદ કરે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ, વિટામિન એફ જેવા ગુણધર્મો પણ છે, જે તમારી ત્વચાને દરેક સમસ્યાથી દૂર રાખે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીએ આ ઉપરાંત નાળિયેર તેલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ત્વચાની દરેક સમસ્યાથી રાહત આપે છે. તમે નાળિયેર તેલનો ઉપયોગ નાઇટ સીરમ તરીકે પણ કરી શકો છો. તમે ચહેરા પર બે રીતે નારિયેળ તેલ લગાવી શકો છો.

image source

તમારા ચહેરાને સારી રીતે ધોયા પછી સ્વચ્છ ટુવાલથી તેને લૂછી લો. ત્યારબાદ થોડું શુદ્ધ નાળિયેર તેલ લો, અને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. પછી તેને એક મિનિટ માટે સારી રીતે મસાજ કરો. પછી ગરમ પાણીમાં ડૂબેલો ટુવાલ ચહેરા પર મૂકો. આમ કરવાથી ચહેરા પરના છિદ્રો ખુલશે. એક થી બે મિનિટ પછી ટુવાલ કાઢી લો, અને સૂકા કપડાથી ચહેરાનું તેલ હળવેથી લૂછી લો. રોજ આમ કરવાથી ચહેરાની ત્વચા વધુ તેજસ્વી બનશે. સાથે જ ત્વચા નરમ પણ થઈ જાય છે.

image source

રાત્રે સૂતા પહેલા તમે ચહેરા પર નારિયેળ તેલ લગાવી શકો છો. આ માટે તમારા હાથમાં થોડું નારિયેળ તેલ લઈને ઘસો જેથી તે સારી રીતે મિક્સ થઈ જાય. તેને તમારા ચહેરા અને ગરદન પર સારી રીતે હળવા હાથે મસાજ કરો. નાળિયેર તેલ તમારી ત્વચાને તાજી, હાઇડ્રેટેડ તેમજ મુલાયમ રાખવામાં મદદ કરશે. નાળિયેર તેલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે તમારી ત્વચાને ચુસ્ત રાખે છે.

image source

તે ઘણી સમસ્યાઓથી પણ રાહત આપે છે. તેમાં લૌરિક એસિડ હોય છે જે કોલેજન ત્વચાને ચુસ્ત રાખવામાં મદદ કરે છે. ત્વચામાં પડી રહેલા ડાર્ક સર્કલ, ફ્રેકલ, કરચલીઓ સહિતની સમસ્યાઓને પણ તે ઠીક કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત