શું તમે પણ ઉનાળાના ચીકણા વાળથી પરેશાન છો ? તો આજે જ અપનાવો આ સરળ ઘરેલુ ઉપાય…
ઉનાળામાં તેલયુક્ત વાળ હંમેશા એક મોટી સમસ્યા હોય છે. વારંવાર વાળ ધોવા છતા તેનાથી છૂટકારો મળતો નથી. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અહીં આપેલ કુદરતી રીતો વિષે જાણો. ચીકણા વાળ ખૂબ સૂકા હોય છે, જેના કારણે વાળ તૂટી જાય છે. સાથે જ પરસેવો થવાથી વાળમાં ખૂબ ખરાબ સ્મેલ પણ આવે છે.
એ મહત્વનું છે કે તમે ઉનાળામાં તમારા વાળનું ખાસ ધ્યાન રાખો. પરંતુ ઘણી વખત મહિલાઓને ઘણી વસ્તુઓ કર્યા પછી પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તો આજે અમે તમને આ લેખમાં કેટલાક ઘરેલુ ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને આ સમસ્યાથી બચવામાં તમારી મદદ કરી શકે છે. આ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમને ક્યારેય વાળને લગતી પરેશાની નહીં થાય.
લીંબુ :
શેમ્પૂ કર્યા બાદ વાળમાં લીંબુનો રસ લગાવીને થોડીવાર માટે રહેવા દો. ત્યારબાદ વાળને સાદા પાણીથી ધોઈ લો. આનાથી વાળની ચમક જળવાઈ રહેશે, અને ખોડાની સમસ્યા પણ નહીં થાય.
ગ્રીન ટી માસ્ક :
એક કપ ગ્રીન ટીમાં થોડા ટીપા પાઇપરમેન્ટ આવશ્યક તેલ, સફેદ વિનેગર, દહીં, ચમચી મધ અને ચમચી લીંબુના રસનો રસ સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને એર ટાઇટ કન્ટેનરમાં મૂકો. આ પેક લગાવતા પહેલા વાળને બાફી લો, જેથી સ્કેલ્પના છિદ્રો ખુલી શકે. ત્યારબાદ હેર વોશની ત્રીસ મિનિટ પહેલા તેને વાળમાં સારી રીતે લગાવો. આ પેકનો ઉપયોગ કરવાથી વાળની ચીકાશ પણ દૂર થશે અને તે વાળને વધુ મજબૂત પણ બનાવે છે.
ગુલાબજળ :
અઠવાડિયામાં એકવાર ગુલાબજળ થી વાળ ધોવાથી વાળ સુગંધિત અને ખૂબ જ સુંદર બને છે. ગુલાબનું પાણી માત્ર તમારી ત્વચા માટે જ નહીં પરંતુ તમારા વાળની ચીકાશ દૂર કરવા માટે પણ ખૂબ અસરકારક છે.
બેસન અને દહીં :
વાળમાંથી વધારાનું તેલ કાઢવા માટે બેસન અને દહીં ઉમેરી ને સ્કેલ્પ પર લગાવો અને તેને દસ થી પંદર મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ થોડા સમય માટે મસાજ કર્યા બાદ સ્વચ્છ પાણીથી તેને ધોઈ લો. તેનાથી વાળની ચીકાશ પણ દૂર થશે.
એલોવેરા જેલ :
એક બાઉલમાં બે ચમચી એલોવેરા જેલ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે તેને એક કપ પાણીમાં બરાબર મિક્સ કરી વાળમાં હળવા હાથથી મસાજ કરો. આ પછી વાળને ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આમ કરવાથી વાળમાં ઘણી રાહત મળશે. તેનાથી વાળની ચીકાશ પણ દૂર થશે.
કોકોનેટ તેલ :
એક વાસણમાં હળવા ગરમ કોકોનટ તેલ અને તેમાં કપૂર નો ટુકડો મિક્સ કરો. આ તેલથી હળવા હાથથી વાળની માલિશ કરો. તેને લગભગ એક કલાક તમારા વાળ પર રહેવા દો. તે પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરવાથી વાળની સમસ્યામાં ઘણી મદદ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત