જો તમે દરરોજ આટલા ગ્રામ ગોળનું સેવન કરશો તો નહિં આવો કોરોનાની ઝપેટમાં, સાથે જાણો આ ફાયદાઓ પણ

પ્રાચીન સમયથી ગોળને સ્વાસ્થ્ય માટે અમૃત માનવામાં આવ્યું છે. જો તમે પણ ગળ્યાના શોખીન છો તો એને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો. મજાની વાત એ છે કે એને ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઇ શકે છે. કારણ કે આ અનરિફાઇન્ડ નેચરલ શુગર છે, જેનાથી ડાયાબિટીક દર્દીઓને નુકસાન પહોંચાડતા નથી.શિયાળાની સીઝનમાં ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે ઈચ્છો તો ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરી શકો છો. ગોળ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ઘણા પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. ગોળમાં ઘણા પ્રકારના ન્યૂટ્રિએન્ટ્સ હાજર હોય છે. હોળ ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ડાયાબિટીઝ દર્દી ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારું શુગર અને બ્લડ પ્રેશર બંને કંટ્રોલમાં રહે છે. તો આવો જાણીએ તેના ફાયદાઓ વિશે…

ફેફસાને સાફ રાખે છે

image source

શિયાળામાં દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ વધતું જાય છે. દિવસે-દિવસે દિલ્હીનું હવામાન ઝેરી થતુ જઈ રહ્યું છે. જેની અસર આપણા ફેફસા પર પડે છે. ફેફસાને સાફ રાખવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ અને તલ બંને તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. અસ્થમાના દર્દીઓ માટે ગોળ કોઈ ઔષધીથી ઓછું નથી.

વજન ઓછું કરવામાં મદદ કરે

image source

ગોળમાં પોટેશિયમનું સારું પ્રમાણ હોય છે. જે આપણા શરીરમાં મેટાબેલિજ્મ વધારવામાં મદદ કરે છે. મેટાબેલિજ્મ વધવાથી માંસપેશિયો મજબૂત થાય છે અને કેલરી પણ ઓછી હોય છે. ગોળ વજન ઓછુ કરવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ

image source

ગોળમાં પોટેશિયમ અને સોડિયમ હોય છે જે શરીરમાં એસિડનું સ્તર બનાવી રાખવામાં મદદ કરે છે. તે સિવાય જે લોકોને બ્લડ પ્રેશરની ફરીયાદ રહે છે તેમને ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

શરદી- ઉધરસ

image source

શરદી-ઉધરસ અને ફ્લૂ હોવા પર ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ તમને મૌસમી સંક્રમણોથી દૂર રાખે છે.

ઈમ્યુનિટી વધારે છે

ગોળ એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેનાથી આપણી ઈમ્યૂનિટી વધે છે. આ કારણે શિયાળામાં ફ્રી રેડિકલ અને સંક્રમણોથી બચાવવાનું કામ કરે છે.

અસ્થમાથી રાહત

image source

1 કપ છીણેલા મૂળામાં ગોળ અને લીંબુનો રસ મિક્સ કરીને 10 મિનીટ સુધી બનાવીને તૈયાર કરો અને દરરોજ 1 ચમચી સેવન કરવાથી અસ્થમાથી રાહત મળશે.

ગોળ પેટથી જોડાયેલી ઘણી સમસ્યાનો રામબાણ ઇલાજ છે જેમ કે ગેસ, એસિડીટી અને ભૂખ ના લાગવી, આ ઉપરાંત ગોળ, સિંધારું અને મરી મિક્સ કરીને ખાવાથી ખાટા ઓડકારથી છુટકારો મળે છે.

ગોળમાં સોડિયમ અને પોટેશિયમ મળી આવે છે. આ શરીરમાં એસિડના પ્રમાણને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

ગોળમાં એન્ટી ઓક્સીડેન્ટ અને મિનરલ્સ મળી આવે છે જે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે. એના સેવનથી શરદી ખાંસી ડેવી બિમારીઓથી રાહત મળે છે.

image source

ગોળમાં આયરનનું ભરપૂર માત્રા મળી આવે છે. એનિમિયાથી ગ્રસ્ત લોકો માટે ખૂબ ફાયદાકારક રહે છે.

જ્યારે પણ તમે થાક મહેસૂસ કરો છો તો ગોળ ખાઇ લો. આપણા શરીરને ઊર્જા પ્રદાન કરે છે.

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ચીડિયાપણ થઇ જાય છે. ગોળનું સેવન ચીડિયાપણને દૂર રાખે છે અને દુખાવાથી પણ રાહત અપાવે છે.

ગોળને ઘી ની સાથે ગરમ કરીને ખાવાથી કાનનો દુખાનો ગુમ થઇ જાય છે.

image source

જે લોકોને નાકની એલર્જીની સમસ્યા હોય છે અને સવારે ઊઠતા જ છીંક આવવાની શરૂ થઇ જાય છે, એને સવારે ખાલી પેટ 1 ચમચી ગિલોય અને 2 ચમચી આંબળાના રસની સાથે ગોળ લેવો જોઇએ. એનાથી રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત