આ લીલાં પાન શરીરની આટલી બધી બીમારીઓને ચપટીમાં કરી દે છે છૂ, જાણો તમે પણ

જામફળ જ નહિ આ જામફળનાં પાંદડા પણ ખૂબ લાભદાયક માનવામાં આવ્યા છે. આ પાંદડાઓનાં સેવનથી ઘણી બિમારીઓને દૂર કરી શકાય છે.જામફળ ખાવામાં જેટલાં ફાયદાકારક છે, એટલાં જ તેનાં ફાયદા પાંદડાથી પણ થાય છે. જામફળનાં પાન એંટીઓક્સીડેંટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. જે ઘણા સ્વાસ્થ્ય સમસ્યોને દૂર કરવામાં મદદ કરે છે.

જામફળનાં પાનના રસથી ત્વચા,વાળ અને સ્વાસ્થ્યની દેખભાળ સારી રીતે રાખી શકાય છે. પાનના રસની ચા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

image source

જામફળનાં પાનથી શરીરનાં વધતાં વજનને ઘટાડી પણ શકાય છે. કારણકે,તે ફાઈબરનો ભંડાર છે, જે તમારા શરીરને લાંબા સમય સુધી ભરીને રાખી શકે છે. જામફળનાં પાનમાં હાજર યોગિક બ્લડ પ્રેશર અને હાર્ટ રેટનાં દરમાં ઘટાડો કરી શકે છે. પેચિસની સારવાર માટે પણ જામફળનાં પાન ફાયદાકારક હોય છે. તે આયરનનો ભંડાર હોય છે. યોગ્ય માત્રામાં આયરન હોવાથી શરીરમાં ઓક્સિજનની કમી આવતી નથી અને તેનાંથી બધા જ અંગો સારી રીતે કામ કરે છે. આ એનિમિયા જેવી બિમારી થવાથી બચાવી શકે છે. પોટેશિયમ અને ડાયટરી ફાઈબર હોવાને કારણે જામફળનાં પાન હ્રદય માટે સારા હોય છે. તેમાં ફાઈટોકેમિકલ્સ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. લિવર સેલને ખરાબ કરવા માટે એસ્પર્ટેટ એમિનોટ્રાંસફરેસ નામનું એંઝાઈમ પેદા થાય છે. આ એંઝાઈમને મારવાની ક્ષમતા જામફળનાં પાનમાં હોય છે.

જામફળ અને તેના પાંદડા ખાવાથી તમારા વાળ પર થાય છે આ અસર

– જામફળમાં વિટામિન C ની માત્ર ભરપૂર હોય છે. તે બે મોં વાળા વાળ માટે પણ ફાયદાકારક છે.તેમાં રહેલું આયર્ન વાળની તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે.

– વિટામિન E, B, C અને પોટેશિયમ સ્કિન પર ગ્લો જાળવી રાખે છે.

– જામફળના પાન એન્ટિસેપ્ટિક હોવાના કારણે બેક્ટેરિયાને દૂર રાખવામાં મદદ કરે છે.- ખીલની તકલીફમાં જામફળના તાજા પાનની પેસ્ટ બનાવીને ડાઘ-ધબ્બા અને ખીલ પર લગાવો. નિયમિત રીતે આમ કરવાથી ધીમે ધીમે આ ખીલની તકલીફ દૂર થઈ જાય છે.

બ્લડ પ્રેશર

image source

જામફળના પાનમાં રહેલા કમ્પાઉન્ટ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટના લેવલને ઘટાડવામાં મદદ કરે છે. જામફળના પાનથી બનેલી ચાના સેવનથી બ્લડ લિપિડ, બ્લડમાં કોલેસ્ટ્રેલનું નીચું પ્રમાણ અને અસ્વસ્થ ટ્રાઈગ્લિસરાઈડ્સમાં ફાયદો થાય છે.

ડાયેરિયા

image source

ડાયેરિયા થાય ત્યારે જામફળના પાન ઘણાં ફાયદાકારક સાબિત થાય છે. 30 ગ્રામ જામફળના પાન અને એક મુઠ્ઠી ચોખાના લોટને બે ગ્લાસ પાણીમાં મિક્સ કરીને ઉકાળો. ડાયેરિયાના ઈલાજ માટે આ મિશ્રણને દિવસમાં બે વાર પીઓ. મરડો થાય ત્યારે જામફળના પાન અને મૂળને 90 ડિગ્રી પર 20 મિનિટ સુધી ઉકાળો. આ પાણીને ગાળીને દિવસમાં બે વાર પીવાથી રાહત મળશે.

પાચનતંત્રને હેલ્ધી રાખે

image soucre

જામફળના પાન એન્ઝાઈમનું ઉત્પાદન વધારીને પાચનતંત્રને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આમાં રહેલા શક્તિશાળી એન્ટી-બેક્ટીરિયલ એજન્ટ પેટમાંથી હાનિકારક બેક્ટેરિયા નષ્ટ કરવામાં મદદ કરે છે. જામફળના પાન ફૂડ પોઈઝનિંગ, ઉલ્ટી-ઉબકામાં પણ રાહત આપે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

image source

જાપાનમાં જામફળના પાનથી બનાવેલી ચા પર એક રિસર્ચ કરવામાં આવ્યુ. રિસર્ચના પરિણામ અનુસાર, જામફળના પાનથી બનેલી ચામાં આલ્ફા-ગ્લૂકોસાઈડિસ એન્ઝાઈમ મધુપ્રમેહના પેશન્ટ્સમાં સુગર લેવલ ઓછું કરે છે. આ સિવાય તે સુક્રોઝ અને માલ્ટોઝને એબ્ઝોર્બ કરવાથી શરીરને રોકે છે જેનાથી બ્લડસુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

અન્ય ફાયદાઓ

image source

દાંતનાં દુખવા અને મસૂડાનો સોજામાં,જામફળનાં 15-20 મુલાયમ પાંદડા તોડીને મસળીને પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી અડધુ પાણી જ બચે. આ પાણીને ઠંડુ કરીને સિંધાલુણ મીઠું અને ફટકડી નાખીને વારે-વારે કોગળા કરવાથી દંતવિકારોનું શમન થાય છે. દુખાવા અને સોજાથી છૂટકારો મળે છે.

જામફળમાં લાઈકોપીન, કર્સેટિન, વિટામિન સી અને એન્ટીઓક્સીડેંટ્સ શરીરમાં પેદા થયેલા કેન્સરના સેલને રોકે છે. લાઈકોપીન બ્રેસ્ટ કેન્સ્ટ્રરથી પણ રક્ષા આપે છે. આ માટે દરરોજ એક જામફળ અચૂક ખાવું જોઈએ.

image source

અડધા માથાનો દુખાવો થવા પર સૂર્યોદય પહેલા જ કાચા લીલા તાજા જામફળના પાનને પત્થર પર ઘસી લેપ બનાવો અને માથા પર લગાવો. થોડા દિવસ સુધી રોજ પ્રયોગ કરવાથી પૂરો લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત